Share Market : પ્રારંભિક તેજી બાદ કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 58,269 સુધી લપસ્યો

|

Dec 03, 2021 | 10:47 AM

ગુરુવરને સ્થાનિક શેરબજાર(Share Market)માં મજબૂત તેજી મળી હતી. સેન્સેક્સ 777 પોઈન્ટ વધીને 58461 ના સ્તર પર બંધ થયો. જ્યારે નિફ્ટી 235 પોઈન્ટ વધીને 17402ના સ્તરે બંધ થયો હતો.

Share Market : પ્રારંભિક તેજી બાદ કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 58,269 સુધી લપસ્યો
Stock Market

Follow us on

આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેરબજાર(Share Market)માં તેજી સાથે શરૂઆત થઇ જોકે બાદમાં ઇન્ડેક્સ લાલ નિશાન નીચે પણ જોવા મળ્યા છે. આજે સેન્સેક્સ(Sensex) 58,555.58 ની સપાટીએ ખુલ્યો છે જેનું ગુરુવારનું બંધ સ્તર 58,461.29 હતું. નિફટી(Nifty)ની વાત કરીએ તો ઇન્ડેક્સ ગુરુવારની 17,401.65 ની બંધ સપાટી સામે આજે વૃદ્ધિ સાથે 17,424.90 ઉપર ખુલ્યો હતો

વૈશ્વિક બજારના સંકેતો મિશ્ર
ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર જોવા મળી રહ્યા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં નબળાઈ જોવા મળી રહી છે. બીજી તરફ ગુરૂવારે અમેરિકી બજારોમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. ઓમિક્રોનના કારણે બુધવારે વેચવાલી બાદ ગુરુવારે રોકાણકારોએ જોરદાર ખરીદી કરી હતી. ડાઉ જોન્સ 1.82 ટકા વધીને 618 પોઈન્ટ વધીને 34,640 ના સ્તર પર બંધ થયો. નાસ્ડેકમાં 127 પોઈન્ટનો વધારો થયો હતો. જ્યારે S&P 500 ઈન્ડેક્સ 64 પોઈન્ટ વધીને 4577 પર બંધ રહ્યો હતો. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. નિક્કી 225, સ્ટ્રેટ ટાઇમ્સ અને હેંગ સેંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તાઈવાન વેઈટેડ ગ્રીન માર્ક ઉપર છે તો કોસ્પીમાં નબળાઈ છે.

IPO Watch
રાકેશ ઝુનઝુનવાલાની રોકાણકાર કંપની સ્ટાર હેલ્થનો IPO તેના છેલ્લા દિવસ સુધી માત્ર 79 ટકા ભરાયો છે. કંપનીએ OFSનું કદ લગભગ 20 ટકા ઘટાડવું પડશે. આજે ટેગા ઇન્ડસ્ટ્રીઝનો IPO બંધ થશે જે અત્યાર સુધીમાં લગભગ 14 ગણો ભરાયેલો છે. આનંદ રાઠી વેલ્થનો IPO પ્રથમ દિવસે દોઢ ગણાથી વધુ ભરાઈ ગયો છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

F&O હેઠળ NSE પર પ્રતિબંધ
આજે NSE પર F&O હેઠળ 2 શેરમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ શેરોમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ અને વોડાફોન આઈડિયાનો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ ગુરુવરને રૂ. 909.71 કરોડનું વેચાણ કર્યું હતું. જ્યારે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ આ સમયગાળા દરમિયાન રૂ. 1372.65 કરોડનું રોકાણ કર્યું હતું.

Stock Update
HDFC એસેટ મેનેજમેન્ટ કંપનીએ 30 નવેમ્બરના રોજ ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા આરતી ઇન્ડસ્ટ્રીઝના 174221 ઇક્વિટી શેર વેચ્યા છે. હવે કંપનીમાં તેમનો હિસ્સો ઘટીને 3.09 ટકા થઈ ગયો છે.

Kirloskar Oil Engines માં ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડિયા ટેક્સશિલ્ડ ઓપનએ 10 લાખ શેર અને ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડિયા પ્રાઈમા પ્લસે 30 લાખ શેર હસ્તગત કર્યા છે. આ ડીલ 180 રૂપિયા પ્રતિ શેરના ભાવે કરવામાં આવી છે. બીજી તરફ નાલંદા ઈન્ડિયા ઈક્વિટી ફંડે કંપનીના 22,28,570 અને નાલંદા ઈન્ડિયા ફંડે 29,71,430 ઈક્વિટી શેર રૂ. 180.92 પ્રતિ શેરના ભાવે ઘટાડી દીધા છે.

ગુરુવારે બજારની મજબૂત સ્થિતિ રહી
ગુરુવરને સ્થાનિક શેરબજારમાં મજબૂત તેજી મળી હતી. સેન્સેક્સ 777 પોઈન્ટ વધીને 58461 ના સ્તર પર બંધ થયો. જ્યારે નિફ્ટી 235 પોઈન્ટ વધીને 17402ના સ્તરે બંધ થયો હતો. ઓટોમોબાઈલ, ફાયનાન્સિયલ અને આઈટી શેરોમાં ટ્રેડિંગમાં જબરદસ્ત એક્શન જોવા મળી હતી. સેન્સેક્સ 30ના 28 શેરો લીલા નિશાનમાં બંધ થયા છે. ટોપ ગેઇનર્સમાં M&M, POWERGRID, HDFC, TITAN, SUNPHARMA, ASIANPAINT, DRREDDY, NTPC અને HCLTECH નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : IFFCO એ ઈતિહાસ રચ્યો, વિશ્વની ટોચની 300 સહકારી સંસ્થાઓમાં શિખર પર પહોંચી

આ પણ વાંચો : IPO Watch : Tega Industries નો IPO બીજા દિવસે 13.5 ગણો ભરાતા સારા લિસ્ટિંગની આશા, આનંદ રાઠી વેલ્થ IPO પણ સંપૂર્ણ ભરાયો

Published On - 9:19 am, Fri, 3 December 21

Next Article