
આજે બુધવારે 29 નવેમ્બર 2023 ના રોજ શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી છે. આજે ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો સકારાત્મક છે. ગિફ્ટ નિફ્ટી મજબૂત ઉછાળા સાથે 20000ની પાર ટ્રેડ કરી રહ્યો છે. એશિયન અને અમેરિકન ફ્યુચર્સ માર્કેટમાં પણ જોરદાર ખરીદી જોવા મળી રહી છે. અગાઉ સેન્સેક્સ 200 પોઈન્ટ વધીને 66,174 પર બંધ થયો હતો.
ભારતીય શેરબજારો મંગળવારે તેજી સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 204 પોઈન્ટના વધારા સાથે 66,174.20 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 95 પોઈન્ટના વધારા સાથે 19,889.70 પર બંધ થયો હતો. અદાણી ગ્રૂપના શેરની માર્કેટ ઓપનિંગથી જ વધુ માંગ હતી.
નિફ્ટીએ આજે છેલ્લા અડધા કલાકમાં જબરદસ્ત ઉછાળો દર્શાવ્યો હતો અને 19900ની સપાટી વટાવી હતી. સેન્સેક્સમાં પણ સારો ઉછાળો જોવા મળ્યો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો લીલા રંગમાં ટ્રેડ થયા હતા. ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 2.5 ટકા અને પાવર ઈન્ડેક્સ 3 ટકા જ્યારે મેટલ, ઓટો અને પીએસયુ બેંક, આઈટી ઈન્ડેક્સ 0.5 ટકા વધ્યા હતા. બીજી તરફ એફએમસીજી અને ફાર્મા શેર્સમાં વેચવાલી જોવા મળી હતી.
મંગળવારે અદાણી ગ્રુપના શેરમાં વધારો જોવા મળ્યો હતો. અદાણી-હિંડનબર્ગ કેસ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાની તપાસની માંગ કરતી અરજી સામે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અદાણી ગ્રુપની તપાસ પૂર્ણ કરવા માટે તેને વધારાના સમયની જરૂર નથી.અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરમાં 9.18 ટકાથી વધુનો વધારો થયો હતો
આજે બુધવારે પણ ગૌતમ અદાણીની કંપનીઓમાં સારી ખરીદી સાથે કારોબારની શરૂઆત થઈ હતી. પ્રારંભિક કારોબારમાં અદાણી ટોટલ ગેસ 11.8% અને અદાણી એનર્જી સોલ્યુશન્સ 4.1% સુધી વધ્યા હતા. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ 2 ટકા કરતા વધુ તેજી દર્શાવી રહી હતી.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
Published On - 9:15 am, Wed, 29 November 23