Share Market: નિફ્ટી સર્વોચ્ચ સપાટી નોંધાવા તરફ આગળ વધી રહ્યો છે, આ શેર રોકાણકારોને બમ્પર કમાણી કરાવી શકે છે

|

May 30, 2023 | 7:42 AM

ઈક્વિટી માર્કેટમાં સતત બીજા મહિને તેજી જોવા મળી છે. મે મહિનામાં તેમાં લગભગ એક ટકાનો વધારો થયો છે. બજારના સેન્ટિમેન્ટમાં સુધારો અને  FII ના સારા પ્રવાહને કારણે શેરબજાર(Share Market)માં તેજી જોવા મળી છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ મે મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં રૂપિયા 37,316 કરોડનું રોકાણ કર્યું છે.

Share Market: નિફ્ટી સર્વોચ્ચ સપાટી નોંધાવા તરફ આગળ વધી રહ્યો છે, આ શેર રોકાણકારોને બમ્પર કમાણી કરાવી શકે છે

Follow us on

ઈક્વિટી માર્કેટમાં સતત બીજા મહિને તેજી જોવા મળી છે. મે મહિનામાં તેમાં લગભગ એક ટકાનો વધારો થયો છે. બજારના સેન્ટિમેન્ટમાં સુધારો અને  FII ના સારા પ્રવાહને કારણે શેરબજાર(Share Market)માં તેજી જોવા મળી છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ મે મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં રૂપિયા 37,316 કરોડનું રોકાણ કર્યું છે. મજબૂત મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ અને શેરના વાજબી મૂલ્યાંકનના કારણે આ સ્થિતિ જોવા મળી છે. છેલ્લા છ મહિનામાં FPI તરફથી આ સૌથી વધુ રોકાણ છે. બજારના સેન્ટિમેન્ટને જોતા એવું માનવામાં આવે છે કે જૂનમાં નિફ્ટી લાઈફ ટાઈમ હાઈ પર જઈ શકે છે અને 18,900 પોઈન્ટના સ્તરને સ્પર્શી શકે છે.

બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટ અનુસાર નિફ્ટી જૂનમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી શકે છે. તે 18,500ના અવરોધને પાર કરી ફરી એકવાર 18,900ની લાઇફટાઇમ હાઈ પર જઈ શકે છે. બ્રોકરેજ કહે છે કે કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, SBI, IDFC ફર્સ્ટ બેંક, L&T ફાઇનાન્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આવતા મહિને BFSI સેક્ટરમાં પ્રવેશ કરશે.M&M ફાઇનાન્સના શેરમાં ઘણી વૃદ્ધિ જોવા મળી શકે છે. તેવી જ રીતે PSU શેરોમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ, BEL , કોલ ઇન્ડિયા , ONGC, ઇન્ડિયન ઓઇલ કોર્પ , નાલ્કો  અને PFC  પર દાવ લગાવી  શકાય  છે.

આ શેર લાભ આપી શકે છે

બ્રોકરેજ અનુસાર ટાટા મોટર્સ, મારુતિ, જેકે ટાયર્સ, મહિન્દ્રા CIEના શેર ઓટો સેક્ટરમાં ઉછાળો બતાવી શકે છે. ટેલિકોમ અને આઈટી ક્ષેત્રમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, માઇન્ડટ્રી, એચસીએલ ટેક, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, ન્યુજેન સોફ્ટવેર અને બિરલાસોફ્ટમાં સારા દેખાવની આશા છે. કન્ઝમ્પશન અને રિટેલ સેગમેન્ટમાં ITC, મેરિકો, ટાઇટન, એસ્ટ્રલ, ટ્રેન્ટ, હેવેલ્સ અને યુનાઇટેડ સ્પિરિટ્સ પર નજર રાખવી જોઈએ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આજે  મંગળવારે  ભારતીય શેરબજારમાં તેજીના સંકેત દેખાઈ રહ્યા છે. વૈશ્વિક બજારમાં સારી ખરીદી જોવા મળી રહી છે. SGX NIFTY આજે પણ લીલા નિશાનમાં ખુલ્યો છે  જે 18690 પર ટ્રેડ થઈ રહ્યો છે. કોરિયાનો કોસ્પી પણ લગભગ 1 ટકાની મજબૂતાઈ સાથે 2580ને પાર કરી રહ્યો છે.

 

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર જાણકારી પુરી પાડવાનો પ્રયાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરમાં રોકાણ કરવું એ શેરબજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article