શુક્રવારે સમાપ્ત થયેલું સપ્તાહ શેરબજાર(Stock Market) માટે લાભદાયક સપ્તાહ સાબિત થયું છે. આ પહેલા બજાર સતત બે સપ્તાહ સુધી ખોટમાં હતું. મુખ્ય સૂચકાંકમાં લગભગ 1 ટકાના વધારા સાથે રોકાણકારોની સંપત્તિમાં આ સપ્તાહે રૂ. 2.71 લાખ કરોડનો વધારો થયો છે. સપ્તાહના અંતિમ દિવસે બજારમાં ઘટાડા સાથે 5 દિવસના ટ્રેડિંગ સેશનમાં બજારમાં કુલ 2 દિવસનો ઘટાડો રહ્યો હતો.
સપ્તાહ દરમિયાન 2.71 લાખ કરોડની કમાણી કરી છે
શેરબજારમાં ઉછાળાની મદદથી BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ વધીને રૂ 261.02 લાખ કરોડના સ્તરે પહોંચી ગયું છે. ગયા સપ્તાહે શુક્રવારના કારોબારના અંતે આ આંકડો રૂ 258.31 લાખ કરોડના સ્તરે હતો. એટલે કે છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓમાં રોકાણકારોના રોકાણનું બજાર મૂલ્ય રૂ 2.71 લાખ કરોડ વધ્યું છે.
સાપ્તાહિક કારોબારની સ્થિતિ
અગાઉના સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં કોરોનાના નવા વેરિઅન્ટના કારણે માર્કેટમાં ગભરાટ જોવા મળ્યો હતો જેના કારણે બજાર તૂટ્યું હતું. આ સપ્તાહની શરૂઆત ખૂબ જ સાવધાની સાથે થઈ હતી અને સપ્તાહના પ્રથમ બે દિવસ બજાર લગભગ સ્થિર રહ્યું હતું. જે બાદ આગામી બે દિવસ એટલે કે ડિસેમ્બરના પ્રથમ બે દિવસ સુધી બજારમાં વધારો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 57064ના સ્તરથી વધીને 58461ના સ્તરે પહોંચ્યો હતો.જોકે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એક બજારમાં ઘટાડો નોંધાયો અને સેન્સેક્સ 765 પોઈન્ટના ઘટાડા સાથે 57696 ના સ્તર પર બંધ થયો હતો. એક સપ્તાહ પહેલા સેન્સેક્સ 57064 ટકાના સ્તરે હતો. નિફ્ટીમાં એક સપ્તાહમાં 170 પોઈન્ટનો વધારો થયો છે.
રોકાણકારોએ તેમની કમાણી ક્યાં ગુમાવી?
સપ્તાહ દરમિયાન નાની કંપનીઓમાં સૌથી વધુ કમાણી જોવા મળી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકાથી વધુ વધ્યો હતો. નેક્સ્ટ ડિજિટલ, એચસીએલ ઇન્ફોસિસ્ટમ, નિયોજેન કેમિકલ્સ, ગુજરાત ફ્લોરોકેમિકલ્સ, મિર્ઝા ઇન્ટરનેશનલ 20 ટકાથી વધુ વધ્યા છે. જોકે, રિલાયન્સ કેપિટલ, ટિડેન્ટ, ઓરમ પ્રોપટેકમાં ઘટાડો જોવા મળ્યો હતો. BSE મિડકેપમાં પણ એક ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, જીએમઆર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓઈલ ઈન્ડિયા, બજાજ હોલ્ડિંગ્સમાં રોકાણકારોએ સારી કમાણી કરી હતી. બીજી તરફ ગ્લેનમાર્ક ફાર્મા, બેન્ક ઓફ ઈન્ડિયા, અશોક લેલેન્ડ વગેરે મિડ-કેપ્સમાં ખોટ જોવા મળી હતી, NMDC, HCL ટેક, TCS ઈન્ડસઈન્ડ બેન્ક લાર્જ કેપ શેરોમાં 5 ટકાથી વધુ તેજી જ્યારે અદાણી ટ્રાન્સમિશન અને સિપ્લા 5 ટકાથી વધુ તૂટ્યા હતા.
આ પણ વાંચો : ટિકિટ ચેકિંગ ઝુંબેશ હેઠળ નવેમ્બરમાં 6.6 કરોડ રૂપિયાથી વધુ વસુલવામાં આવ્યા, છેલ્લા 10 વર્ષમાં એક મહિનાનો શ્રેષ્ઠ આંકડો