Share Market : શેરબજારના રોકાણકારો માટે અગત્યના સમાચાર, 25 ફેબ્રુઆરીથી લાગુ પડી રહ્યો છે મોટો ફેરફાર, જાણો વિગતવાર

|

Nov 09, 2021 | 7:34 AM

સપ્ટેમ્બરમાં જ્યારે સેબીએ આ નવો નિયમ રજૂ કર્યો ત્યારે આ વૈકલ્પિક રાખ્યો હતો અને સ્ટોક એક્સચેન્જો માટે ફરજિયાત ન હતો પરંતુ હવે સેબીએ સ્પષ્ટ કર્યું છે કે આમાં પ્રારંભિક 100 શેરોનો સમાવેશ કરવામાં આવશે.

Share Market : શેરબજારના રોકાણકારો માટે અગત્યના સમાચાર, 25 ફેબ્રુઆરીથી લાગુ પડી રહ્યો છે મોટો ફેરફાર, જાણો વિગતવાર
Securities and Exchange Board of India - SEBI

Follow us on

માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ T+1 (ટ્રેડ+1 દિવસ) સેટલમેન્ટ સાયકલના અમલીકરણ માટેની સમયમર્યાદા લંબાવી છે. આ સેટલમેન્ટ સાયકલ હવે 25 ફેબ્રુઆરી 2022 થી લાગુ થશે. આ સમાચાર શેરબજાર અને તેના રોકાણકારો માટે મહત્વપૂર્ણ છે. અગાઉ સેબીનો આ નિયમ 1 જાન્યુઆરી 2022થી લાગુ થવાનો હતો.

નિષ્ણાતોના મતે શરૂઆતમાં શેરબજારમાં માર્કેટ કેપિટલાઇઝેશન અનુસાર નીચેના 100 શેરોની પસંદગી કરવામાં આવી છે. માર્ચથી તેમાં 500-500 શેર ઉમેરવામાં આવશે. સપ્ટેમ્બરમાં જ્યારે સેબીએ આ નવો નિયમ રજૂ કર્યો ત્યારે આ વૈકલ્પિક રાખ્યો હતો અને સ્ટોક એક્સચેન્જો માટે ફરજિયાત ન હતો પરંતુ હવે સેબીએ સ્પષ્ટ કર્યું છે કે આમાં પ્રારંભિક 100 શેરોનો સમાવેશ કરવામાં આવશે. હવે એક્સચેન્જો માટે આ નવા નિયમને 25 ફેબ્રુઆરીથી લાગુ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

સમયમર્યાદા લંબાવવાની માંગણી કરવામાં આવી હતી
નિષ્ણાતોનું કહેવું છે કે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPIs)ના કસ્ટોડિયન તેની સમયમર્યાદા વધારવાની માંગ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ આટલા ઓછા સમયમાં આ નિયમ લાગુ કરી શકશે નહીં. જ્યારે અમેરિકામાં પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો ત્યારે વધુ સમય આપવામાં આવ્યો હતો.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

સેબીએ સપ્ટેમ્બરમાં આ નિયમમાં ફેરફારની જાહેરાત કરી હતી. તમને સરળ શબ્દોમાં સમજાવીએ તો હાલમાં ભારતમાં તમામ ઇક્વિટી/સ્ટોક સેટલમેન્ટ T+2 ધોરણે કરવામાં આવે છે. જ્યારે તમે શેર વેચો છો ત્યારે તે શેર તરત જ બ્લોક થઈ જાય છે અને તમને T+2 (T+2 Day) રકમ મળે છે. અહીંથી T એટલે ટ્રેડ થાય છે.

T+1 સેટલમેન્ટનો નવો નિયમ શું છે?
સેબીના નવા પરિપત્ર મુજબ, કોઈપણ સ્ટોક એક્સચેન્જ તમામ શેરધારકો માટે કોઈપણ શેર માટે T+1 સેટલમેન્ટ સાયકલ પસંદ કરી શકે છે. જોકે, સેટલમેન્ટ સાઇકલ બદલવા માટે ઓછામાં ઓછી એક મહિનાની નોટિસ આપવી પડશે. સેબીએ એમ પણ કહ્યું છે કે એકવાર સ્ટોક એક્સચેન્જ કોઈપણ સ્ટોક માટે T+1 સેટલમેન્ટ સાયકલ પસંદ કરે છે તે ઓછામાં ઓછા 6 મહિના માટે ચાલુ રાખવું પડશે. જો સ્ટોક એક્સચેન્જ વચ્ચે T+2 સેટલમેન્ટ સાયકલ પસંદ કરવા માંગે છે તો તેણે એક મહિનાની અગાઉથી નોટિસ આપવી પડશે.

જો કે, સેબીએ સ્પષ્ટ કર્યું છે કે T+1 અને T+2 વચ્ચે કોઈ તફાવત કરવામાં આવશે નહીં. આ સ્ટોક એક્સચેન્જ પર તમામ પ્રકારના વ્યવહારો પર લાગુ થશે. ઑગસ્ટ 2021ની શરૂઆતમાં SEBIએ હાલની T+2 સાઇકલને T+1 સાઇકલ સાથે બદલવાની પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓનો રિપોર્ટ સબમિટ કરવા માટે નિષ્ણાતોની એક પેનલની રચના કરી હતી. આ અગાઉ દેશમાં T+3 સેટલમેન્ટ સાયકલ ચાલતી હતી.

આ પણ વાંચો:  Petrol Diesel Price Today: ગુજરાતમાં આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલની શું છે કિંમત? જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ અહેવાલમાં

આ પણ વાંચો : Paytm IPO : પ્રથમ દિવસે Paytm નો ઈશ્યૂ માત્ર 18% સબસ્ક્રાઈબ થયો, જાણો વિગતવાર

Next Article