Share Market : નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે કારોબારની ફ્લેટ શરૂઆત, Sensex 60000 નીચે સરક્યો

|

Oct 12, 2021 | 9:56 AM

સોમવારે સ્થાનિક શેરબજાર મજબૂત સ્થિતિમાં બંધ થવામાં સફળ રહ્યું હતું. નિફ્ટીએ ગઈકાલે પહેલી વખત 18000 નું સ્તર તોડ્યું હતું. ટ્રેન્ડિંગના અંતે સેન્સેક્સ 77 પોઇન્ટ વધીને 60136 ના સ્તર પર બંધ થયો હતો.

Share Market : નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે કારોબારની ફ્લેટ શરૂઆત, Sensex 60000 નીચે સરક્યો
Stock Market

Follow us on

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર(Share Market)માં ફ્લેટ ટ્રેડિંગ થઈ રહ્યું છે. કારોબારમાં સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંનેમાં વધારો – ઘટાડો નોંધાઈ રહ્યો છે. નિફ્ટી 17,995.75 ની ઉપલી સપાટીએ કારોબાર કરતો જોવા મળ્યો હતો. બેન્ક, ફાઇનાન્શિયલ, મેટલ, ફાર્મા અને ઓટો શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. IT માં પ્રારંભિક નબળાઈ બાદ રિકવરી આવી છે. આજે સેન્સેક્સ સારી શરૂઆત છતાં 60000 નીચે સરક્યો હતો. લાર્જ કેપ શેરોમાં મિશ્ર વલણ છે. સેન્સેક્સ 30 ના 20 શેર લીલા નિશાનમાં છે. ટોચના લાભાર્થીઓમાં BAJAJ-AUTO, SBI, RELIANCE, ITC, AXISBANK અને TITAN નો સમાવેશ થાય છે. જ્યારે ટોચ ગુમાવનારાઓમાં HCLTECH, M&M, Infosys અને TECHM નો સમાવેશ થાય છે.

પ્રારંભિક કારોબાર દરમ્યાન શેરબજારની સ્થિતિ (સવારે 9.48)
SENSEX
Open               60,045.75
Prev close      60,135.78
High              60,263.61
Low                59,991.59
52-wk high  60,412.32
52-wk low    39,241.87

NIFTY
Open              17,915.80
Prev close      17,945.95
High              17,995.75
Low                17,906.80
52-wk high   18,041.95
52-wk low    11,535.45

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

ગ્લોબલ સંકેત નબળા
ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો આજે ખૂબ નબળા દેખાઈ રહ્યા છે. સોમવારે અમેરિકાના બજારોમાં વેચવાલી અને મુખ્ય એશિયન બજારોમાં પણ મોટા ઘટાડા સાથે શરૂઆત જોવા મળી છે. સોમવારે ડાઉ જોન્સમાં 250 પોઈન્ટની નબળાઈ હતી અને તે 34,496 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેક અને એસએન્ડપી 500 સૂચકાંકો પણ નીચા બંધ થયા છે. ક્રૂડના વધતા ભાવને કારણે બજારની ચિંતા વધી છે. અર્થતંત્ર અને કમાણીના પરિણામોની ચિંતા કરતા પહેલા પણ રોકાણકારો સાવધ હતા. ગોલ્ડમેને અમેરિકાની આર્થિક વૃદ્ધિની આગાહીમાં ઘટાડો કર્યો છે અને તેને 4.4 ટકાથી ઘટાડીને 4 ટકા કર્યો છે. એશિયન બજારોમાં ભારે વેચવાલી છે. SGX નિફ્ટી, નિક્કી 225 સહિત તમામ મુખ્ય સૂચકાંકો મોટા ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે.

સોમવારે બજારની સ્થિતિ કેવી હતી?
સોમવારે સ્થાનિક શેરબજાર મજબૂત સ્થિતિમાં બંધ થવામાં સફળ રહ્યું હતું. નિફ્ટીએ ગઈકાલે પહેલી વખત 18000 નું સ્તર તોડ્યું હતું. ટ્રેન્ડિંગના અંતે સેન્સેક્સ 77 પોઇન્ટ વધીને 60136 ના સ્તર પર બંધ થયો હતો. બીજી બાજુ નિફ્ટી 51 પોઇન્ટ વધીને 17946 ના સ્તર પર બંધ થયો હતો. આઇટી શેરોમાં વેચવાલી હતી પરંતુ ઓટો શેરોમાં મજબૂત ઉછાળાએ બજાર પર કબજો જમાવ્યો હતો. બેન્ક, મેટલ, ફાર્મા, રિયલ્ટી અને ફાઇનાન્શિયલ શેરોમાં પણ સારી ખરીદી જોવા મળી હતી. ટોપ ગેઈનર્સમાં મારુતિ, પાવરગ્રીડ, ITC, NTPC, SBI, KOTAKBANK, HDFCBANK અને M&M નો સમાવેશ થયો હતો.

આ બાબત ધ્યાનમાં રાખજો
કોટક સિક્યોરિટીઝના શ્રીકાંત ચૌહાણ કહે છે કે બજારમાં અનિશ્ચિતતાના સંકેતો છે. નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ 17980, 18,040 અને 18080 છે. જો નિફ્ટી 17850 થી 17810 ના સપોર્ટને હટાવ્યા પછી હકારાત્મક રિવર્સલ બતાવે છે, તો ત્યાંથી ખરીદોરી કરવી જોઈએ. જો નિફ્ટી 17800 ના સ્તરથી નીચે બંધ થાય તો તે 17600 ના સ્તરને પણ જોઈ શકે છે.

FII અને DII ડેટા
11 ઓક્ટોબરના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 1303 કરોડ રૂપિયાના શેરની વેચવાલી કરી હતી. તે જ સમયે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ પણ બજારમાંથી 373.28 કરોડ રૂપિયા ઉપાડયા છે.

આ પણ વાંચો : શું Corona ની ત્રીજી લહેરના ભય વચ્ચે સરકાર ફરી દેશવ્યાપી Lockdown લાગુ કરી રહી છે? જાણો શું છે હકીકત

 

આ પણ વાંચો : LPG Gas Cylinder કેમ મોંઘા થઈ રહ્યા છે? RTI દ્વારા સબસીડી અંગે થયેલા ખુલાસાથી ચોંકાવનારી હકીકત સામે આવી, જાણો વિગતવાર

Next Article