આજે ભારતીય શેરબજાર (Share Market)મજબૂત સ્થિતિમાં ખુલ્યું છે જોકે બાદમાં બજાર લાલ નિશાન નીચે સરકી ગયા હતા. આજે સેન્સેક્સ 54,730.65 અને નિફ્ટી 16,327.30 પર ખુલ્યો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેરો ફાયદા સાથે કારોબાર કરી રહ્યા હતા અને 14 શેરો લાલ નિશાન નીચે દેખાય હતા.
BSEમાં 2,412 શેરોનો વેપાર થઈ રહ્યો છે. જેમાં 999 વધારા સાથે વેપાર કરી રહ્યા છે અને 1,335 શેર ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે. આ સાથે લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 236.69 લાખ કરોડને પાર કરી ગઈ છે. અગાઉ મંગળવારે શેરબજારે નવો રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સે 54,779.66 અને નિફ્ટીએ 16,359.25 ના રેકોર્ડ સ્તરને સ્પર્શ કર્યો હતો. સેન્સેક્સ 151.81 પોઇન્ટ વધીને 54,554.66 અને નિફ્ટી 21.85 પોઇન્ટ વધીને 16,280.10 બંધ થયો હતો.
આજે કંઝ્યુમર ડ્યુરેબલ્સ , એફએમસીજી , ફાઈનાન્શિયલ સર્વિસ , પ્રાઈવેટ બેન્ક , ઑયલ એન્ડ ગેસ , ઑટો , પીએસયુ બેન્ક અને મેટલમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે આઈટી, ફાર્મા, રિયલ્ટી અને હેલ્થકેર શેરોમાં ઘટાડો દેખાયો છે.
પ્રારંભિક કારોબારમાં શેર્સના ઉતાર – ચઢાવ ઉપ્પર કરો એક નજર
લાર્જકેપ
વધારો : હિંડાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ અને કોલ ઈન્ડિયા
ઘટાડો : ટેક મહિન્દ્રા, સિપ્લા, ડૉ.રેડ્ડીઝ, ટાટા કંઝ્યુમર, સન ફાર્મા અને ડિવિઝ લેબ
મિડકેપ
વધારો : જિંદાલ સ્ટીલ, સેલ, ન્યુ ઈન્ડિયા એસ્યોર, ક્રિસિલ અને આલ્કેમ લેબ
ઘટાડો : જેએસડબ્લ્યુ એનર્જી, અદાણી પાવર, ફ્યુચર રિટેલ, ઓબરૉય રિયલ્ટી અને વોલ્ટાસ
સ્મૉલકેપ
વધારો : ડાલમિયા શુગર, દ્વારિકેશ શુગર, ત્રિવેણી એન્જિનયર, હિંદુજા ગ્લોબલ અને ધામપુર શુગર
ઘટાડો : સિક્વેન્ટ સાઈન્ટિફિક, ટ્રેન્ટ, આરતી સરફેસ, તેજસ નેટવર્ક અને ગેટવે ડિસ્ટ્રિક
આ પણ વાંચો : IPO: શું વારંવાર પ્રયાસ કરવા છતાં શેર્સ નથી મળતા ? આ ટિપ્સ અનુસરો શેર મળવાની શક્યતાઓ બમણી થશે
આ પણ વાંચો : શું તમે ચેકથી પેમેન્ટ કરો છો ? જાણો આ અગત્યની માહિતી નહીંતર જેલ જવાનો વારો આવી શકે છે