શાહરૂખ ખાનની પત્ની Gauri Khan ઈ-કોમર્સ સેક્ટરમાં ઝંપલાવવા માટે તૈયાર, Tata group સાથે કરશે ભાગીદારી

|

Nov 10, 2022 | 11:49 AM

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને છેલ્લા એક દાયકામાં એક સફળ ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. બોલિવૂડ સુપરસ્ટારની પત્ની હોવા ઉપરાંત તે એક સફળ બિઝનેસ વુમન પણ છે. ગૌરી ખાનની કુલ સંપત્તિ લગભગ $215 મિલિયન છે.

શાહરૂખ ખાનની પત્ની Gauri Khan ઈ-કોમર્સ સેક્ટરમાં ઝંપલાવવા માટે તૈયાર, Tata group સાથે કરશે ભાગીદારી
Gauri Khan

Follow us on

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને ઈ-કોમર્સ સેક્ટરમાં જોરદાર એન્ટ્રી કરી છે. ઇન્ટિરિયર સ્પેશિયાલિસ્ટ અને ડિઝાઇનર ગૌરી ખાને તેના ફ્લેગશિપ લક્ઝરી લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ, ગૌરી ખાન ડિઝાઇન્સ સાથે આ જગ્યામાં પ્રવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગૌરી ખાન જાણીતા ઇન્ટિરિયર ડિઝાઇનર છે.

આ કંપની સાથે Tata ની ભાગીદારી

ગૌરી ખાને ટાટા ગ્રૂપની કંપની Tata CLiq લક્ઝરી સાથે ભાગીદારી કરી છે, જેથી ગૌરી ખાનના ડિઝાઇન પ્લેટફોર્મને ઈ-કોમર્સમાં આગળ ધપાવવા માટે,Tata Group ની કંપની Tata CLiq Luxury સાથે ભાગીદારી કરી પોતાના ડિઝાઇન પ્રોડક્ટનું વેચાણ કરશે. આનાથી સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્નીને તેમના ઉત્પાદનોને વધુ ઍક્સેસ મળશે.

ગૌરી ખાનની કંપનીની પ્રોડક્ટની યાદી

મીડિયાના અહેવાલ અનુસાર, Tata CLiq લક્ઝરી ઉત્પાદનનું વેચાણ કરે છે, જેમાં ગૌરી ખાનની ડિઝાઇન સમાવિષ્ટ થશે અને સોફ્ટ ફર્નિશિંગ અને એસેસરીઝની યાદીમાં સમાવિષ્ટ ઉત્પાદનોને વ્યાપક પહોંચ આપવા માટે કામ કરશે. આ યાદીમાં કુશન, બેડ લેનિન્સ, ટ્રે, નાસ્તાની ટ્રે, કાચનાં વાસણો,આર્ટવર્ક, કોસ્ટર, નાના શિલ્પો, મીણબત્તી, ટેબલ લેમ્પ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગૌરી ખાનની ડિઝાઈનની પ્રોડક્ટ લિસ્ટમાં વિવિધ કલાકૃતિઓ અને માર્બલ પણ ઉત્પાદનોની શ્રેણીનો સમાવેશ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Gauri Khan નવા બિઝનેસ માટે ઉત્સાહિત

નવી ઇનિંગ્સ અને ભાગીદારી વિશે જણાવતાં, ગૌરી ખાને કહ્યું, “ગૌરી ખાન ડિઝાઇન્સમાં, અમે સતત એવી ડિઝાઇન અને પ્રોડક્ટ્સ બનાવીએ છીએ જે ગ્રાહકોને આકર્ષે છે. Tata CLiq Luxury સાથેની આ ભાગીદારી દ્વારા, અમારું પ્લેટફોર્મ ગૌરી ખાન ડિઝાઇન હવે દેશભરના એવા ગ્રાહકો સુધી પહોંચવામાં અને ઉત્પાદનો પ્રદાન કરવામાં સક્ષમ બનશે જેઓ તેમની જગ્યાને આકર્ષક બનાવવા માંગે છે.

Tata Cliqએ કહી એક મોટી વાત

ટાટા ક્લીક લક્ઝરીના બિઝનેસ હેડ ગીતાંજલિ સક્સેનાએ ગૌરી ખાન ડિઝાઇન સાથેની ભાગીદારી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ગૌરી ખાને ઇન્ટિરિયર ડિઝાઇનિંગના ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે અને તે તેના ઉત્કૃષ્ટ ડિઝાઇન કરેલા ઉત્પાદનો માટે જાણીતી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ભાગીદારી એવા સમયે કરવામાં આવી છે જ્યારે Tata Cliq Luxury તેની હોમ કેટેગરીને વિસ્તારવા અને મજબૂત કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. આ કેટેગરીમાં પહેલેથી જ સજાવટથી લઈને સર્વિંગ વાસણો સુધીના ઉત્પાદનોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે.

Next Article