શહેરી વિસ્તારોની તુલનામાં ગ્રામીણ વિસ્તારોમાં ડેટા વપરાશમાં વધારો, કુલ ડેટાના 45% ગ્રામીણ વિસ્તારોમાં વપરાશ

|

Nov 21, 2020 | 1:01 PM

કોવિડ -19 લોકડાઉનને કારણે, શહેરી વિસ્તારોની તુલનામાં ગ્રામીણ વિસ્તારોમાં ડેટા વપરાશમાં તીવ્ર વધારો થયો છે. માઇગ્રન્ટ લેબર તેના ગામમાં સ્થળાંતર થયા ત્યારથી ડેટા વપરાશમાં 30 ટકાનો વધારો થયો છે. ગામડાઓ પણ હવે ઇન્ટરનેટ વપરાશમાં પાછળ નથી જે જાહેર થયેલા ડેટા ઉપરથી સ્પષ્ટ થાય છે. કોવિડ -19 અને લોકડાઉન ટેલિકોમ કંપનીઓ માટે નવી તકો ઉભી કરી […]

શહેરી વિસ્તારોની તુલનામાં ગ્રામીણ વિસ્તારોમાં ડેટા વપરાશમાં વધારો, કુલ ડેટાના 45%  ગ્રામીણ વિસ્તારોમાં વપરાશ

Follow us on

કોવિડ -19 લોકડાઉનને કારણે, શહેરી વિસ્તારોની તુલનામાં ગ્રામીણ વિસ્તારોમાં ડેટા વપરાશમાં તીવ્ર વધારો થયો છે. માઇગ્રન્ટ લેબર તેના ગામમાં સ્થળાંતર થયા ત્યારથી ડેટા વપરાશમાં 30 ટકાનો વધારો થયો છે. ગામડાઓ પણ હવે ઇન્ટરનેટ વપરાશમાં પાછળ નથી જે જાહેર થયેલા ડેટા ઉપરથી સ્પષ્ટ થાય છે.


કોવિડ -19 અને લોકડાઉન ટેલિકોમ કંપનીઓ માટે નવી તકો ઉભી કરી રહી છે. કોવિડ -19 પછી ગ્રામીણ વિસ્તારોમાં ડેટા વપરાશમાં 30% નો વધારો છે. ભારતમાં બ્રોડબેન્ડ કનેક્શન્સની સંખ્યા 75 કરોડને વટાવી ગઈ છે જેમાં  35 કરોડ ગ્રાહકો ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે,  હવે કુલ ડેટા વપરાશના 45% ડેટા ગ્રામીણ વિસ્તારોમાં છે. ટેલિકોમ કંપનીઓ ગ્રામીણ વિસ્તારના ઘણાં ગ્રાહકો ઉમેરી રહી છે. જૂનથી ઓગસ્ટ મહિનામાં, ટેલિકોમ કંપનીઓએ ગ્રામીણ વિસ્તારના 43 લાખ ગ્રાહકોને ઉમેર્યા છે. ક્રિસિલના અહેવાલ મુજબ ડેટા વપરાશ 25 થી 30 ટકા વધશે. ગામડાઓનું  તેમાં ઘણું યોગદાન છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

લોકડાઉન પહેલા સરકારના કોમન સર્વિસ સેન્ટરનો ડેટા વપરાશ 2.7 ટેરાબાઇટ હતો, જે હવે વધીને 5 ટેરાબાઇટ્સ થઈ ગયો છે. નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ઇ-કોમર્સની માંગ પણ વધી છે, તેથી હવે કંપનીઓ ગામડાઓમાં નવી વૃદ્ધિ જોવા મળી રહી છે. ટેલિકોમ કંપનીઓનું ધ્યાન અત્યાર સુધી શહેરી ગ્રાહકો પર રહ્યું છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી વધતા ડેટા વપરાશ કંપનીઓને તેનું ધ્યાન કેન્દ્રિત કરવા મજબુર કરી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 1:01 pm, Sat, 21 November 20

Next Article