SGX NIFTY 3 જુલાઈથી GIFT NIFTY તરીકે અસ્તિત્વમાં આવશે, IFSCA દ્વારા લોગોનું અનાવરણ કરાયું

|

Jun 20, 2023 | 7:51 AM

ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી(International Financial Services Centres Authority )ના ચેરમેન શ્રીનિવાસે GIFT NIFTY ના લોગોલોન્ચ કર્યો છે જે SGX NIFTY ને આપવામાં આવેલી નવી ઓળખ છે.આ પ્રસંગે ગિફ્ટ સિટી(Gift City) ખાતે ગિફ્ટ એક્સચેન્જ(GIFT exchange) માટેની વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી હતી.

SGX NIFTY 3 જુલાઈથી GIFT NIFTY તરીકે અસ્તિત્વમાં આવશે, IFSCA દ્વારા લોગોનું અનાવરણ કરાયું

Follow us on

ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી(International Financial Services Centres Authority )ના ચેરમેન શ્રીનિવાસે GIFT NIFTY ના લોગોલોન્ચ કર્યો છે જે SGX NIFTY ને આપવામાં આવેલી નવી ઓળખ છે.આ પ્રસંગે ગિફ્ટ સિટી(Gift City) ખાતે ગિફ્ટ એક્સચેન્જ(GIFT exchange) માટેની વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી હતી. 3 જુલાઈથી SGX NIFTY એ GIFT NIFTY તરીકે અસ્તિત્વમાં આવશે. આ NSE IX અને SGXની પહેલ છે જે SGX ડેરિવેટિવ્ઝ ક્લિયરિંગ દ્વારા ક્લિયરિંગ અને સેટલમેન્ટ સાથે ટ્રેડિંગ અને એક્ઝિક્યુશન માટે SGX સભ્યોના ગિફ્ટ નિફ્ટી ઑર્ડર્સને NSE IFSCમાં મોકલવામાં સક્ષમ બનાવે છે.

નવા લોગોને લોન્ચ કરતાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ના ચેરમેને જણાવ્યું હતું કે, “ITએ ભારત માટે જે કર્યું છે ફાઇનાન્સ સેક્ટરમાં તે જ ક્ષમતા છે. “શ્રીનિવાસે જણાવ્યું હતું કે IFSCA એ IFSC ને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓની ઈનબાઉન્ડ અને આઉટબાઉન્ડ જરૂરિયાતો માટે વૈશ્વિક પ્રવેશદ્વાર તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખે છે.

“ભારતના વિકાસ  માટે  આંતરરાષ્ટ્રીય રોકાણકારોના વધતા પ્રભાવને જોતાં GIFT (Gujarat International Finance Tec-City) ખાતે આંતરરાષ્ટ્રીય વિનિમયની સ્થાપના વૈશ્વિક રોકાણકારો સુધી પહોંચવાની તક પૂરી પાડશે જેઓ ભારતીય બજાર સાથે સીધા સંકળાયેલા નથી. GIFT નિફ્ટી દ્વારા પૂરા પાડવામાં આવેલ ભારતીય શેરોની પ્રાયોજિત અને બિનપ્રાયોજિત ડિપોઝિટરી રસીદો પી-નોટ અને FPI માર્ગ દ્વારા રોકાણને બદલશે જે પારદર્શિતા અને દૃશ્યતા લાવશે” તેમ તેમણે ઉમેર્યું હતું.

1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ
Birth Dates Secrets : આ તારીખે જન્મેલી છોકરી પર ધન, વૈભવ અને સમૃદ્ધિની થશે વર્ષા ! જાણો કારણ
શોએબ મલિકની ત્રીજી પત્ની છે 'હુસ્ન પરી' જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા

એક્સચેન્જ દિવસમાં 21 કલાક માટે ટ્રેડિંગ સેવાઓ પ્રદાન કરશે અને એશિયા, યુરોપ અને યુએસ ટ્રેડિંગ કલાકોને ઓવરલેપ કરીને બે શિફ્ટમાં કાર્ય કરશે. પ્રથમ શિફ્ટ સવારે 06.30 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 3.40 વાગ્યે સમાપ્ત થશે જ્યારે ટ્રેડિંગની બીજી શિફ્ટ સાંજે 4 વાગ્યાથી શરૂ થશે અને સવારે 2.45 વાગ્યા સુધી ચાલુ રહેશે. શ્રીનિવાસે કહ્યું, “ગિફ્ટ પાછળનો ઉદ્દેશ્ય ભારતીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા ઓફશોર વ્યવહારોને ઓનશોર કરવાનો છે.”

NSE IX ના MD અને CEO વી બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, “GIFT નિફ્ટી એક અમ્બ્રેલા બ્રાન્ડ છે. તેમાં ચાર સૂચકાંકોનો સમાવેશ થાય છે – ગિફ્ટ નિફ્ટી 50, ગિફ્ટ નિફ્ટી બેન્ક, ગિફ્ટ નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ગિફ્ટ નિફ્ટી આઇટી”.

તેમણે જણાવ્યું હતું કે ગિફ્ટ એક્સચેન્જ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપારીઓ માટે મધ્યમ બિંદુ હશે અને તેઓ અન્ય આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો સાથે પણ સમાન કરાર કરવાની યોજના બનાવી રહ્યા છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 7:50 am, Tue, 20 June 23

Next Article