હોળી પર સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, દીકરીના લગ્નમાં પણ આપી શકાય છે ભેટ

|

Mar 04, 2023 | 6:44 PM

Sovereign Gold Bond Scheme: સરકાર ટૂંક સમયમાં સોવરિન ગોલ્ડ બોન્ડ 2022-23ની ચોથી શ્રેણી માટે સબસ્ક્રિપ્શન શરૂ કરવા જઈ રહી છે. 6 માર્ચ, 2023 ના રોજ, તમે ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે અરજી કરી શકો છો. રોકાણકારો પાસે 10 માર્ચ 2023 સુધી તક છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ભારત સરકાર વતી આ બોન્ડ જાહેર કરશે.

હોળી પર સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, દીકરીના લગ્નમાં પણ આપી શકાય છે ભેટ
SGB

Follow us on

Sovereign Gold Bond Scheme: જો તમે હોળી અથવા લગ્નની સિઝન દરમિયાન સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ એક ખાસ તક છે. સોવરિન ગોલ્ડ બોન્ડ 2022-23ની ચોથી શ્રેણી 6 માર્ચ,2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલી રહી છે. રોકાણકારો પાસે 10 માર્ચ, 2023 સુધી ગોલ્ડ બોન્ડ ખરીદવાની તક છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ભારત સરકાર વતી આ બોન્ડ જાહેર કરશે. આરબીઆઈએ બોન્ડની ઈશ્યૂ કિંમત ₹5,611 પ્રતિ ગ્રામ નક્કી કરી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ્સ 2022-23 (સિરીઝ-IV) માં બોન્ડ ખરીદવાની છેલ્લી તારીખ માર્ચ 14, 2023 છે. મતલબ કે 10 ગ્રામ માટે તમારે 56,110 રૂપિયા ખર્ચવા પડશે.

રોકાણકારો સોમવારથી સરકારી ગોલ્ડ બોન્ડ (SGB) સ્કીમમાં ફરી રોકાણ કરી શકશે. પાંચ દિવસ માટે ખુલતા ગોલ્ડ બોન્ડની કિંમત 5,611 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2022-23ની ચોથી શ્રેણી હેઠળ ગોલ્ડ બોન્ડ સ્કીમ 6 માર્ચથી 10 માર્ચ સુધી ખરીદી માટે ઉપલબ્ધ રહેશે. આ માટે ઈશ્યુની કિંમત 5,611 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવી છે.

ઓનલાઈન અરજી પર રુ 50/ પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ

નિવેદન અનુસાર, ઓનલાઈન અથવા ડિજિટલ માધ્યમથી ગોલ્ડ બોન્ડની અરજી અને ચુકવણી કરનારા રોકાણકારો માટે ઈશ્યુની કિંમત પ્રતિ ગ્રામ રૂ. 50થી ઓછી હશે. આવા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઈશ્યૂ કિંમત 5,561 રૂપિયા પ્રતિ ગ્રામ છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કેન્દ્રીય બેંક વાસ્તવમાં ભારત સરકાર વતી ગોલ્ડ બોન્ડ જાહેર કરે છે.આ માત્ર નિવાસી વ્યક્તિઓ, હિંદુ અવિભાજિત પરિવારો (HUF), ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓને વેચી શકાય છે. સબ્સ્ક્રિપ્શનની મહત્તમ મર્યાદા વ્યક્તિઓ માટે 4 kg, HUF માટે 4 kg અને ટ્રસ્ટ અને સમાન સંસ્થાઓ માટે 20 kg પ્રતિ નાણાકીય વર્ષ છે. ગોલ્ડ બોન્ડ સ્કીમ સૌપ્રથમ નવેમ્બર, 2015માં સોનાની ભૌતિક માંગ ઘટાડવાના હેતુથી રજૂ કરવામાં આવી હતી.

(ભાષા ઇનપુટ સાથે)

Next Article