ગયા સપ્તાહે શેરબજાર(Share Market)માં સેન્સેક્સે 973 પોઈન્ટનો વધારો નોંધાવ્યો હતો. સેન્સેક્સની Top-10 પૈકી 8 કંપનીઓના માર્કેટ કેપમાં ઉછાળો જોવા મળ્યો છે. શેરબજારમાં ITC અને INOSYS ના માર્કેટ કેપમાં ઘટાડો થયો હતો. BSE લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આશરે રૂપિયા 4 લાખ કરોડનો વધારો થયો છે. સેન્સેક્સ 62027 અને નિફ્ટી 18315 પર બંધ થયા છે. ગયા સપ્તાહે રિલાયન્સ(RIL), હિન્દુસ્તાન યુનિલિવર(HUL), HDFC BANK, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ(TCS) અને HDFCના રોકાણકારોને સૌથી વધુ ફાયદો થયો હતો. આ 5 કંપનીઓના માર્કેટ કેપમાં કુલ 1.11 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
સમીક્ષા હેઠળના સપ્તાહમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 28956.79 કરોડ વધીને રૂ. 1680644.12 કરોડ પર પહોંચી ગયું છે. હિન્દુસ્તાન યુનિલિવરની માર્કેટ મૂડી રૂ. 28759 કરોડના વધારા સાથે રૂ. 616391.77 કરોડ રહી હતી. HDFC બેન્કનું માર્કેટ કેપ રૂ. 23590.05 કરોડ વધીને રૂ. 931095.12 કરોડ અને TCSનું માર્કેટકેપ રૂ. 15697.33 કરોડના ઉછાળા સાથે રૂ. 1197881.94 કરોડ થયું છે. HDFCનું માર્કેટ કેપ રૂ. 13893.03 કરોડ વધીને રૂ. 509434.44 કરોડ થયું છે. આ પાંચ કંપનીઓના માર્કેટ કેપમાં સંયુક્ત રીતે રૂ. 1.11 લાખ કરોડનો વધારો થયો છે.
ICICI બેંકની માર્કેટ મૂડી 11946.89 કરોડ રૂપિયા વધીને 659479.70 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ભારતી એરટેલનું માર્કેટ કેપ રૂ. 2174.58 કરોડ વધીને રૂ. 441327.80 કરોડ થયું છે. SBIનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 1561.81 કરોડના વધારા સાથે રૂ. 515931.82 કરોડ થયું છે.
ITCનું માર્કેટ કેપ રૂ. 10439.53 કરોડના નુકસાન સાથે ઘટીને રૂ. 522536.01 કરોડ થયું હતું. ઇન્ફોસિસનું માર્કેટ કેપ રૂ. 5600.92 કરોડ ઘટીને રૂ. 516757.92 કરોડ થયું છે. સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચયુએલ, આઈટીસી, ઈન્ફોસીસ, એસબીઆઈ, એચડીએફસી અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.
HDFC સિક્યોરિટીઝના ટેકનિકલ રિસર્ચ એનાલિસ્ટ નાગરાજ શેટ્ટીએ જણાવ્યું હતું કે બજાર ટૂંકા ગાળામાં રેન્જ બાઉન્ડ રહેશે. ભાવના હકારાત્મક છે. નિફ્ટી માટે 18400નું સ્તર મહત્ત્વનું છે. જો તે આ સ્તરને પાર કરશે તો તે 18600-18700 તરફ જશે. જો બજાર ઘટશે તો 18180-18200 નિફ્ટી માટે સપોર્ટ તરીકે કામ કરશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…