SENSEX 2025 માં, તો NIFTY 2030 માં હાંસલ કરી શકે છે 1 લાખનો જાદુઈ આંકડો, જાણો શું છે નિષ્ણાંતોના અનુમાન

|

Jun 19, 2021 | 7:55 AM

એક સાથે SENSEX અને NIFTY એ નવી સર્વોચ્ચ સપાટી સ્થાપતી દર્જ કરી છે. ક્ષેત્રના નિષ્ણાતોએ ત્યાં સુધી અંદાજ આપ્યો છે કે સેન્સેક્સ વર્ષ 2025 માં 1 લાખનો જાદુઈ આંક સર કરી શકે છે.

SENSEX 2025 માં, તો NIFTY 2030 માં હાંસલ કરી શકે છે 1 લાખનો જાદુઈ આંકડો, જાણો શું છે નિષ્ણાંતોના અનુમાન
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

ચાલુ સપ્તાહે સેન્સેક્સ 52,869.51 ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી છે. આ સમયે એક સાથે SENSEX અને NIFTY એ નવી સર્વોચ્ચ સપાટી સ્થાપતી દર્જ કરી છે. નિફ્ટીએ તેનું સર્વોચ્ચ સ્તર 15,901.૬૦ સુધી દર્જ કર્યું હતું. અર્થતંત્ર કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું છે છતાં શેરબજાર મજબૂત સ્થિતિ સાથે આગળ ધપી રહ્યું છે. ક્ષેત્રના નિષ્ણાતોએ ત્યાં સુધી અંદાજ આપ્યો છે કે સેન્સેક્સ વર્ષ 2025 માં 1 લાખનો જાદુઈ આંક સર કરી શકે છે.

Doubling Period સરેરાશ 5 વર્ષ
સેન્સેક્સનું સૌથી ઝડપી Doubling 1992 દરમિયાન થયો હતો. તે સમયે ઇન્ડેક્સ 2.5 મહિનામાં 2000 થી 4,000 પોઇન્ટથી સુધી વધ્યો હતો. વર્ષ 2007 થી 2019 સુધી સૌથી લાંબો doubling period રહ્યો હતો. આ સમયે સેન્સેક્સ લગભગ 11.5 વર્ષમાં 20,000 થી 40,000 પોઇન્ટ સુધી પહોંચ્યો હતો. સરેરાશ doubling period 5 વર્ષથી થોડો વધારે છે. તેથી સેન્સેક્સ 10 વર્ષમાં 100,000 સુધી બમણું થવું અવ્યવહારુ ન કહી શકાય

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
From Sensex Value To Sensex Value No. of Years From Date To Date
1000 2000 1.48 25-Jul-90 15-Jan-92
2000 4000 0.21 15-Jan-92 30-Mar-92
5000 10000 6.33 11-Oct-99 07-Feb-06
10000 20000 1.84 07-Feb-06 11-Dec-07
15000 30000 7.67 06-Jul-07 04-Mar-15
20000 40000 11.45 11-Dec-07 23-May-19
25000 50000 6.69 16-May-14 21-Jan-21
50000 100000 ??? 21-Jan-21 ???

બે બે વખત લોકડાઉનનો સામનો કરનારા ગુજરાતીઓ પ્રતિબંધોના કારણે પોતાના મૂળભૂત વેપારમાં ખાસ કમાણીકરી ન શક્યા તો ઘરે બેઠા માથે દેવાના સ્થાને ગુજરાતીઓએ આ સમયમાં તેજીની રેસમાં દોડતા શેરબજારમાં ઝંપલાવ્યું છે. BSE ના આંકડા અનુસાર રજિસ્ટર્ડ રોકાણકારોના ખાતાની સંખ્યા 7 કરોડને વટાવી ગઈ છે.એપ્રિલ 20 થી ૩૧ મે 2021 દરમ્યાન ગુજરાતમાં ૮૬ લાખ ડીમેન્ટ એકાઉન્ટ ખુલ્યા છે.

Rakesh Jhunjhunwala

 શું છે નિષ્ણાંતોના અનુમાન?
ફેબ્રુઆરીના અંતમાં રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ આગાહી કરી હતી કે નિફ્ટી 2030 સુધીમાં 90,000-100,000 ની સપાટીએ પહોંચી જશે. બીજીતરફ વિદેશી બ્રોકરેક ફાર્મ મોર્ગન સ્ટેન્લીએ આ વર્ષમાંજ સેન્સેક્સ ૬૧ હજાર સુધી પહોંચે તેવા અનુમાન આપ્યા હતા. સેન્સેક્સે પહેલાથી જ મોટાભાગના બ્રોકરેજના વર્ષના લક્ષયાંક તોડ્યા છે.  રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું છે કે બુલ રન બહુ દૂર નથી. જેતે સમયે યસ સિક્યોરિટીઝના અમર અંબાણીએ આગાહી કરી હતી કે સેન્સેક્સ 2025 સુધીમાં 100,000 નો આંક લાવી શકે છે.

દર મહિને 15 લાખ નવા ખાતા ખુલ્યા
બીએસઈ અનુસાર બ્રોકરેજ કંપનીઓ અને સ્ટોક એક્સ્ચેંજ દ્વારા છેલ્લા 14 મહિના દરમિયાન દર મહિને 12 થી 15 લાખ નવા ડીમેટ ખાતા ખોલાયા છે. તેમાંથી બીએસઈ સાથે જોડાયેલીબ્રોકરેજ કંપનીઓ દ્વારા ચાલીસ ટકા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા હતા. રોકાણકારોના ખાતાઓમાં વધારો દર્શાવે છે કે ઓટોમેશન અને મોબાઇલ ટ્રેડિંગે શેરો અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણને દેશના દરેક હિસ્સામાં પહોંચવામાં સક્ષમ બનાવ્યું છે.

શેર બજારમાં તેજીએ રોકાણકારોને આકર્ષયા
કોરોનાને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા ખરાબ થઈ છે. આવી સ્થિતિમાં રોકાણકારો સલામત રોકાણો તરફ દોડવા લાગ્યા અને વર્ષ 2020 માં ઓગસ્ટમાં સોનું 56 હજારની સપાટીએ પહોંચ્યું હતું. હાલમાં તે 48 હજારી સ્તરે છે. 2020 માં સોનાએ 30 ટકા વળતર આપ્યું હતું. છૂટક રોકાણકારોએ માર્કેટ ક્રેશનો લાભ લીધો હતો. વિશ્વભરની સેન્ટ્રલ બેંકો દ્વારા લિક્વિડિટી વધવાને કારણે શેર બજારમાં તેજી આવી છે. આ તેજીમાં ઘણા શેરોએ સો ટકા ટકા વળતર આપ્યું છે.

Next Article