આજે કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર(Share Market)ને મજબૂત શરૂઆત મળી છે. જોરદાર તેજી સાથે સેન્સેક્સ(Sensex) 56,067 પોઈન્ટની સપાટીએ ખુલ્યો છે અને નિફ્ટી(Nifty)એ 16,654 પાર ટ્રેડિંગની શરૂઆત કરી છે. હાલમાં સેન્સેક્સ અને નિફ્ટી જબરદસ્ત વધારા સાથે સર્વોચ્ચ સપાટી ઉપર જોવા મળી રહ્યા છે.
આજે સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેર તેજી અને 11 શેર નરમાશ દર્શાવી રહ્યા છે. ઇન્ડેક્સમાં બજાજ ફિનસર્વના શેર 1% અને ટાટા સ્ટીલના શેરમાં લગભગ 1% ના વધારા સાથે વેપાર કરી રહ્યા છે. આ સામે ટેક મહિન્દ્રાનો હિસ્સો લગભગ 1% તૂટ્યો છે. શેરબજારમાં આજે સેન્સેક્સે 56,188.49 ની નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી છે.
BSEમાં 2,089 શેરોનો વેપાર થઈ રહ્યો છે જેમાં 1,524 શેર વૃદ્ધિ દર્શાવી રહ્યા છે અને 504 શેર લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 241.43 લાખ કરોડને પાર કરી ગઈ છે. અગાઉ મંગળવારે સેન્સેક્સ 403 અંક વધીને 55,959 અને નિફ્ટી 128 અંક વધીને 16,625 પર બંધ થયો હતો.
અમેરિકાના બજારોમાં S&P 500 અને Nasdaq કાલે ફરી રેકૉર્ડ ક્લોઝિંગ પર બંધ થયા હતા. ટેક શેરોમાં ખરીદારીથી નવા રેકૉર્ડ સ્તર પર બજાર જોવામાં આવી રહ્યા છે. ડાઓ કાલે 30 અંકના મામૂલી વધારાની સાથે બંધ થયા હતા. 10 વર્ષની US બૉન્ડ યીલ્ડ વધીને 1.30% પહોંચી છે. આજે મોટાભાગના એશિયન બજારોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. SGX NIFTY 50.50 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો છે. નિક્કેઈ 1.01 પોઈન્ટનો વધારો દર્શાવે છે. તાઇવાનનું બજાર 0.87 ટકાના વધારા સાથે 16,965.34 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે હેંગ સેંગ 0.30 ટકા ઘટીને 25,650.49 ના સ્તરે છે. તે જ સમયે, કોસ્પીમાં 0.28 ટકાનો ઘટાડો છે. શાંઘાઈ કમ્પોઝિટ 0.31 ટકાનો ઉછાળો દર્શાવે છે.
આજે સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.56 ટકા નીચે છે જ્યારે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.69 ટકા ઉપર છે. બેન્ક નિફ્ટી 0.37 ટકા વધીને 35,845.80 પર ટ્રેડ થતો નજરે પડ્યો હતો.બેન્કિંગ, ઓઇલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, પ્રાઇવેટ બેન્ક, એફએમસીજી, ઓટો, રિયલ્ટી, પીએસયુ બેન્ક અને મેટલ શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ આઇટી, હેલ્થકેર અને ફાર્મા શેરોમાં ઘટાડો થયો છે.
આજના કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
લાર્જકેપ
વધારો : ટાટા મોટર્સ, હિંડાલ્કો, બજાજ ફિનસર્વ, એચડીએફસી લાઈફ, એલએન્ડટી, એચડીએફસી અને ટાટા સ્ટીલ
ઘટાડો : ટાઈટન, એશિયન પેંટ્સ, ટેક મહિન્દ્રા, ડિવિઝ લેબ, ડૉ.રેડ્ડીઝ અને એચસીએલ ટેક
મિડકેપ
વધારો : અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર, ન્યુ ઈન્ડિયા એસ્યોર, હિંદુસ્તાન એરોન અને નેટકો ફાર્મા
ઘટાડો : જિલેટ ઈન્ડિયા, મોતિલાલ ઓસવાલ, કેનેરા બેન્ક, બાયોકૉન અને પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ
સ્મૉલકેપ
વધારો : સેન્ટ્રમ કેપિટલ, જૈન ઈરીગેશન, વેન્કીસ, અદાણી ટોટલ ગેસ અને બ્રાઈટકોમ ગ્રુપ
ઘટાડો : સ્ટાર સિમેન્ટ, રેમ્કી ઈન્ફ્રા, વી2 રિટેલ, કારદા કંસ્ટ્રક્ટ અને ગેબરિલ ઈન્ડિયા
આ પણ વાંચો : મની લોન્ડરિંગ કેસમાં ED એ ચંદા કોચર સહીત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી, જાણો શું છે મામલો
Published On - 9:47 am, Wed, 25 August 21