Gujarati NewsBusiness। Senco Gold to bring its initial public offering IPO seeks approval from Sebi
જ્વેલરીનો બિઝનેસ કરતી આ કંપની હવે લાવી રહી છે તેનો IPO, સેબી પાસે માંગી મંજુરી
જ્વેલરી રિટેલર સેન્કો ગોલ્ડ (Senco Gold) લિમિટેડે પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા 525 કરોડ રૂપિયા એકત્ર કરવા બજાર નિયમનકાર સેબી પાસેથી મંજૂરી માંગી છે. સેન્કો ગોલ્ડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાસે IPO સંબંધિત પ્રારંભિક દસ્તાવેજો સબમિટ કર્યા છે.
IPO News (Symbolic News)
Follow us on
જ્વેલરી રિટેલર સેન્કો ગોલ્ડ (Senco Gold) લિમિટેડે પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા 525 કરોડ રૂપિયા એકત્ર કરવા બજાર નિયમનકાર સેબી (SEBI) પાસેથી મંજૂરી માંગી છે. સેન્કો ગોલ્ડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાસે IPO સંબંધિત પ્રારંભિક દસ્તાવેજો સબમિટ કર્યા છે. આ મુજબ, 325 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર જાહેર કરવાની સાથે, તે હાલના શેરધારક SAIF પાર્ટનર્સ ઇન્ડિયાના 200 કરોડ રૂપિયાના શેરનું પણ વેચાણ કરશે. આ ઉપરાંત, કંપની IPO પહેલા 65 કરોડ રૂપિયાના ઇક્વિટી શેરની ફાળવણી કરવાની પણ યોજના ધરાવે છે. આનાથી IPO દરમિયાન વેચાણ માટે જાહેર કરવામાં આવતા શેરનું કદ ઘટશે.
એકઠા થયેલા નાણાંનો ઉપયોગ ક્યાં થશે?
સેન્કો તેની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા IPOમાંથી 240 કરોડ રૂપિયાનો ઉપયોગ કરશે.બાકીની રકમનો ઉપયોગ કંપનીના સામાન્ય હેતુઓ માટે કરવામાં આવશે. સેન્કો ગોલ્ડના દેશભરના 89 શહેરો અને નગરોમાં 127 આઉટલેટ્સ છે, જેમાંથી 57 ફ્રેન્ચાઈઝી મોડલ પર સંચાલિત છે.
આ સિવાય તમને જણાવી દઈએ કે હાલમાં જ LICના IPOને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.માહિતી અનુસાર, IPO લાવતા પહેલા સરકારે 50-60 એન્કર રોકાણકારોને શોર્ટલિસ્ટ કર્યા છે.તેમાં બ્લેકરોક, સેન્ડ્સ કેપિટલ, ફિડેલ્ટી ઇન્વેસ્ટમેન્ટ્સ, સ્ટાન્ડર્ડ લાઇફ, જેપી મોર્ગન જેવા અનુભવી રોકાણકારોનો સમાવેશ થાય છે.
એન્કર રોકાણકારોએ રોકાણ કરવા માટે જીવન વીમા નિગમનું મૂલ્યાંકન 7 લાખ કરોડ રૂપિયા રાખ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાલમાં માર્કેટમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે. આ જ કારણ છે કે LICનું વેલ્યુએશન અપેક્ષા કરતા ઓછું રહ્યું છે. હાલમાં આ મૂલ્યાંકન અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. IPO માટે હાલમાં 12 મે છેલ્લી તારીખ છે.
આ સમિતિમાં સરકારના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વેલ્યુએશન અંગે મર્ચન્ટ બેન્કર સાથે ચર્ચા ચાલી રહી છે. સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે 50-60 એન્કર રોકાણકારોને શોર્ટલિસ્ટ કર્યા હોવા છતાં, તેમાંથી 25 ટકાને યાદીમાંથી બહાર કરી શકાય છે.
આ ઉપરાંત, જીવન વીમા નિગમ દ્વારા LIC IPOને લઈને બજાર નિયામક સેબીની સામે નવી DRHP જમા કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, LICએ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોના આધારે નવેસરથી DRHP સબમિટ કર્યું છે. જૂના DRHPને આપવામાં આવેલી મંજૂરી અનુસાર, LIC 12 મે સુધીમાં IPO લાવી શકે છે. તે પછી દસ્તાવેજો નવેસરથી સેબીને સબમિટ કરવાના રહેશે. 13 ફેબ્રુઆરીએ LIC IPO માટે DRHP સબમિટ કરવામાં આવ્યું હતું. આ સમયે શેરબજારમાં ઘણી અસ્થિરતા છે. આવી સ્થિતિમાં IPOને બમ્પર સફળતા મળે તે માટે સરકાર રાહ જોવા માંગે છે. સરકાર આ મામલે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.