ડીમેટ ખાતાને લઈને SEBIએ આ મોટો ફેરફાર કર્યો , જો નહિ અનુસરો તો એકાઉન્ટ થઈ શકે છે ફ્રીઝ, જાણો વિગતવાર

|

Jul 25, 2021 | 12:04 PM

એક નિવેદનમાં SEBIએ જણાવ્યું છે કે 1 ઓક્ટોબરથી નવું ટ્રેડિંગ અને ડીમેટ ખાતું ખોલનારા કોઈપણ વ્યક્તિને નોમિનેશન અને ડીક્લેરેશન ફોર્મનો વિકલ્પ મળશે. બીજી તરફ હાલના ડીમેટ ખાતાધારકોએ 31 માર્ચ 2022 સુધીમાં નોમિનેશન ફોર્મ ભરવાનું રહેશે.

ડીમેટ ખાતાને લઈને SEBIએ આ મોટો ફેરફાર કર્યો , જો નહિ અનુસરો તો એકાઉન્ટ થઈ શકે છે ફ્રીઝ, જાણો વિગતવાર
Securities and Exchange Board of India - SEBI

Follow us on

માર્કેટ રેગ્યુલેટર સેબીએ નવા ટ્રેડિંગ અને ડીમેટ ખાતા ખોલાવનારા લોકો માટેના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ અંતર્ગત ખાતું ખોલતાં પહેલાં નોમિનેશન ફોર્મ ભરવું પડશે. આ પ્રક્રિયા દ્વારા રોકાણકાર કોઈને પણ નોમિની બનાવી શકે છે. જો તેઓ નોમિની નથી ઇચ્છતા તો તેમણે તેના બદલે ઘોષણાપત્ર ભરવું પડશે. આ નિયમ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે.

એક નિવેદનમાં SEBIએ જણાવ્યું છે કે 1 ઓક્ટોબરથી નવું ટ્રેડિંગ અને ડીમેટ ખાતું ખોલનારા કોઈપણ વ્યક્તિને નોમિનેશન અને ડીક્લેરેશન ફોર્મનો વિકલ્પ મળશે. બીજી તરફ હાલના ડીમેટ ખાતાધારકોએ 31 માર્ચ 2022 સુધીમાં નોમિનેશન ફોર્મ ભરવાનું રહેશે. નોમિનેશન અથવા ડીક્લેરેશન ફોર્મ નહિ ભરનારનું એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે.

ફોર્મ કેવી રીતે ભરવું
નોમિની બનાવવા માટે ખાતા ધારકોએ નોમિનેશન ફોર્મ ભરીને તેમાં હસ્તાક્ષર કરવા પડશે. આમાં કોઈ સાક્ષીની જરૂર રહેશે નહીં. પરિપત્ર મુજબ નોમિનેશન અને ડીક્લેરેશન ફોર્મ પણ ઇ-સાઇન સુવિધાની મદદથી ઓનલાઇન ભરી શકાશે. ભારતીય સિવાય કોઈપણ NRI ને પણ નોમિની બનાવી શકાય છે. ડીમેટ ખાતામાં વધુમાં વધુ ત્રણ લોકોને નોમિની બનાવી શકાય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

નામ અપડેટ કરી શકાય છે
ડીમેટ અને ટ્રેડિંગ ખાતાધારકો ખાતું ખોલતી વખતે નોમિનીનું નામ આપી શકે છે અથવા પછીથી તેને અપડેટ કરાવી શકે છે. આ સાથે એકાઉન્ટ ધારકના મૃત્યુ પછી શેર નોમિનીને આપવામાં આવશે. જો બે કે તેથી વધુ નોમિનીની નિમણૂક કરવામાં આવી છે તો ખાતાધારકોએ તમામ નામાંકિત લોકોનો હિસ્સો નક્કી કરવો પડશે. તેના મૃત્યુ પછી તેને સમાન પ્રમાણમાં શેર મળશે.

કોરોનાકાળમાં ખાતાઓની સંખ્યામાં વધારો થયો
કોરોનાકાળ દરમિયાન શેર બજારમાં લોકોના રોકાણનો ટ્રેડ ઘણો વધી ગયો છે. આ જ કારણ છે કે છેલ્લાં બે વર્ષ દરમિયાન દેશમાં ડીમેટ ખાતું ખોલનારાઓની સંખ્યામાં વધારો થયો છે. આવી સ્થિતિમાં સેબી નિયમોને વધુ પારદર્શક બનાવવામાં વ્યસ્ત બન્યું છે.

Published On - 8:24 am, Sun, 25 July 21

Next Article