SBI એ તેના ગ્રાહકોને આપી ચેતવણી, 31 માર્ચ પહેલા નિપટાવીલો આ કામ નહિતર પડશો મુશ્કેલીમાં

જો પાન અને આધાર કાર્ડ લિંક ન હોય તો તમારે વધુ TDS ચૂકવવો પડશે. જો તમે PFમાંથી પૈસા ઉપાડો છો અને તમારા ખાતામાં PAN અને આધાર લિંક નથી તો તમારે 3 ગણો TDS ચૂકવવો પડશે.

SBI એ તેના ગ્રાહકોને આપી ચેતવણી, 31 માર્ચ પહેલા નિપટાવીલો આ કામ નહિતર પડશો મુશ્કેલીમાં
State Bank of India (File Photo)
| Edited By: | Updated on: Feb 23, 2022 | 6:39 AM

જો તમે SBI ગ્રાહક(SBI Customer) છો તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India) એ ફરી એકવાર તેના ગ્રાહકોને તેમના પાન કાર્ડ (PAN Card) અને આધાર કાર્ડ (Aadhaar Card) ને શક્ય તેટલી વહેલી તકે લિંક કરવા વિનંતી કરી છે.જો તમે આમ નહીં કરો તો 31 માર્ચ પછી તમે તમારી બેંક સાથે સંબંધિત જરૂરી કામ કરી શકશો નહીં. જો PAN આધાર સાથે લિંક નહીં થાય તો તમારું PAN કાર્ડ અમાન્ય થઈ જશે. આ સાથે તમને 10 હજાર રૂપિયા સુધીની પેનલ્ટી પણ મળી શકે છે.

SBI એ ટ્વીટ કરીને તેના ગ્રાહકોને આ વિશે માહિતી આપી છે કે “અમે અમારા ગ્રાહકોને PAN કાર્ડ અને આધાર કાર્ડને શક્ય તેટલી વહેલી તકે લિંક કરીને SBIની બેંકિંગ સેવાઓનો અવિરત લાભ લેવા વિનંતી કરીએ છીએ.

 

 

31 માર્ચ પછી 10,000 રૂપિયા દંડ

ઉલ્લેખનીય છે કે બેંકે આધાર અને પાન કાર્ડને લિંક કરવા (PAN Aadhaar Linking) માટે 31 માર્ચ 2022ની સમયમર્યાદા આપી છે. આ સમયમર્યાદા પછી તમારું PAN કાર્ડ અમાન્ય ગણવામાં આવશે. આ પછી જો તમે બંનેને લિંક કરાવો તો તમારે રૂ. 10 હજારનો દંડ ભરવો પડશે.

ત્રણ ગણો વધુ TDS ચૂકવવો પડશે

જો પાન અને આધાર કાર્ડ લિંક ન હોય તો તમારે વધુ TDS ચૂકવવો પડશે. જો તમે PFમાંથી પૈસા ઉપાડો છો અને તમારા ખાતામાં PAN અને આધાર લિંક નથી તો તમારે 3 ગણો TDS ચૂકવવો પડશે. TDS સામાન્ય રીતે 10 ટકા કાપવામાં આવે છે પરંતુ જો આધાર અને PAN લિંક ન હોય તો તમારે 30 ટકા સુધી TDS ચૂકવવો પડશે.

આધાર અને પાન કાર્ડ કેવી રીતે લિંક કરવું

 

આ પણ વાંચો : ‘મહારાષ્ટ્રમાં 2 લાખ કરોડનું રોકાણ, 3 લાખ યુવાનોને રોજગાર’, TV9 કોન્ક્લેવમાં ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈ દ્વારા જાહેરાત

 

આ પણ વાંચો : MONEY9: એર ટિકિટ સસ્તામાં મેળવવાની ટિપ્સ, જુઓ આ વીડિયો