SBI એ ટોપ-10 માં સ્થાન હાંસલ કર્યું, બેન્કની માર્કેટ કેપ 3.64 લાખ કરોડ રૂપિયા થઈ

|

Feb 06, 2021 | 10:41 AM

દેશની સૌથી મોટી સરકારી સ્ટેટ બેંક ઇન્ડિયા (SBI) એ માર્કેટ કેપના મામલે ટોપ 10 માં સ્થાન મેળવ્યું છે. શુક્રવારે સવારે તેનું માર્કેટ કેપ વધીને 3.64 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

SBI એ ટોપ-10 માં સ્થાન હાંસલ કર્યું, બેન્કની માર્કેટ કેપ 3.64 લાખ કરોડ રૂપિયા થઈ
SBI - STATE BANK OF INDIA

Follow us on

દેશની સૌથી મોટી સરકારી સ્ટેટ બેંક ઇન્ડિયા (SBI) એ માર્કેટ કેપના મામલે ટોપ 10 માં સ્થાન મેળવ્યું છે. શુક્રવારે સવારે તેનું માર્કેટ કેપ વધીને 3.64 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે, જ્યારે SBI ટોપ 10 માં સ્થાન મેળતા એરટેલ હવે 11 મા ક્રમે ધકેલાઈ ગઈ છે. તેની માર્કેટ કેપ 3.17 લાખ કરોડ છે. બજાજ ફાઇનાન્સની માર્કેટ કેપ 3.31 લાખ કરોડ છે.

હાલમાં જ SBIનું પરિણામ આવ્યું છે
હાલના સમયમાં એસબીઆઈના શેર સારા ગ્રોથમાં રહ્યા છે. હાલમાં જ તેનું પરિણામ જાહેર થયું છે. બેંકે 5 હજાર કરોડ રૂપિયાથી વધુની આવક મેળવી હતી. જો કે, 2019 ના ડિસેમ્બર ક્વાર્ટર કરતા આ નફો ઓછો હતો. તેનો શેર પરિણામ બાદ 15% વધીને 408 રૂપિયા થયો હતો. બેન્કના શેરનું માર્કેટ કેપિટલાઇઝેશન 3.64 લાખ કરોડ થયું છે.

બેંકનો શેર મે મહિનામાં 149 રૂપિયા હતો.
બેંકનો શેર મે મહિનામાં 149 રૂપિયા હતો. તે સમયે તેનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ 1.33 લાખ કરોડ હતું. ત્યારબાદ શેર સારો વધ્યો છે વિશ્લેષકો હજી પણ આ શેરમાં સારા રિટર્ન જોઈ રહ્યા છે. કારણ કે બેંકે ખરાબ લોન એટલે કે NPA પર સારી કામગીરી કરી છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

કુલ માર્કેટ કેપ 200 લાખ કરોડ
ઉલ્લેખનીય છે કે માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 200 લાખ કરોડને પર છે. તાજેતરમાં, ઘણી કંપનીઓના શેરએ આમાં સારો ફાળો આપ્યો છે. ટોચની 10 કંપનીમાં માં હવે 4 બેંક છે જ્યારે બે આઈટી કંપનીઓ છે અને બે ફાઇનાન્સ કંપનીઓ છે.

Next Article