શું તમે ધરાવો છો SBIમાં ખાતુ તો ફક્ત 342 રૂપિયા ચુકવીને મેળવો 4 લાખનો ફાયદો

SBIએ કહ્યું બચત બેંક ખાતા ધારકો પાસેથી ઓટો ડેબિટ સુવિધા દ્વારા પ્રીમિયમ કાપવામાં આવશે. વ્યક્તિ માત્ર એક બચત બેંક ખાતા દ્વારા યોજનામાં જોડાવા માટે લાયક રહેશે.

શું તમે ધરાવો છો SBIમાં ખાતુ તો ફક્ત 342 રૂપિયા ચુકવીને મેળવો 4 લાખનો ફાયદો
સાંકેતીક તસવીર
| Edited By: | Updated on: Oct 03, 2021 | 10:22 PM

કોવિડ -19 (Covid -19 Pandemic)એ લોકોને વીમાના મહત્વને ખૂબ સારી રીતે સમજાવ્યું છે. આજના સમયમાં વીમો હોવો ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે. સમાજના દરેક વર્ગ માટે વીમાને સુલભ બનાવવા માટે મોદી સરકારે ખૂબ ઓછા પૈસામાં વીમાની સુવિધા પૂરી પાડી છે. મોદી સરકારની બે યોજનાઓ, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)માં જોડાઈને 4 લાખ રૂપિયા સુધીનો વીમો લઈ શકાય છે. આ માટે તમારે હજારો નહીં, વાર્ષિક માત્ર 342 રૂપિયા ચૂકવવા પડશે.

 

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ટ્વીટર હેન્ડલ પર આ બંને યોજનાઓ વિશે ટ્વીટ કર્યું છે. SBIએ ટ્વીટમાં કહ્યું છે કે તમારી જરૂરિયાત મુજબ વીમો મેળવો અને ચિંતામુક્ત જીવન જીવો. SBIએ કહ્યું બચત બેંક ખાતા ધારકો પાસેથી ઓટો ડેબિટ સુવિધા દ્વારા પ્રીમિયમ કાપવામાં આવશે. વ્યક્તિ માત્ર એક બચત બેંક ખાતા દ્વારા યોજનામાં જોડાવા માટે લાયક રહેશે.

 

 પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત અકસ્માતમાં વીમાધારકનું મૃત્યુ અથવા સંપૂર્ણ રીતે અપંગ થવાના કિસ્સામાં 2 લાખ રૂપિયાનું વળતર ઉપલબ્ધ છે. જો વીમાધારક અંશત અથવા કાયમી ધોરણે અપંગ બને છે તો તેને 1 લાખ રૂપિયાનું કવર મળે છે. 18થી 70 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ આ યોજના હેઠળ કવર લઈ શકે છે. તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા છે.

 

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ કોઈ પણ કારણસર વીમાધારકના મૃત્યુ પર નોમિનીને 2 લાખ રૂપિયા મળે છે. આ યોજના હેઠળ 18થી 50 વર્ષની કોઈપણ વ્યક્તિ વીમો મેળવી શકે છે. આ યોજના માટે દર વર્ષે 330 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડે છે. આ બંને ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી છે. આ વીમો એક વર્ષ માટે છે. વીમા કવચ 1 જૂનથી 31 મે સુધી છે. યોજનામાં જોડાવા માટે બેંકમાં ખાતું હોવું જરૂરી છે. પ્રીમિયમ કપાત સમયે બેંક ખાતું બંધ થવાથી અથવા ખાતામાં અપૂરતું બેલેન્સ હોવાને કારણે વીમો પણ રદ થઈ શકે છે.

 

 

આ પણ વાંચો :  Mumbai Cruise Rave Party: પુરાવા મળ્યા બાદ જ 1800 માંથી 8 લોકોની અટકાયત કરવામાં આવી-NCB ચીફ એસએન પ્રધાન