SBI personal loan: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ખૂબ જ સરળ રીતે અને પોસાય તેવા દરે પર્સનલ લોન ઓફર કરે છે. જો કે, નિષ્ણાતો કહે છે કે કોઈપણ વ્યક્તિએ અંતિમ વિકલ્પ તરીકે વ્યક્તિગત લોન લેવાનું નક્કી કરવું જોઈએ. પરંતુ જો તમને જરૂર હોય તો તમે SBI પાસેથી આ લોન ઘરે બેસીને પણ માત્ર ક્લિક કરી લઈ શકો છો. તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો.
Say ‘Yes’ to your dreams in just 4 clicks! Choose SBI Personal Loan and get it done with the best festive offers. Apply Now: https://t.co/BwaxSaM77i#SBI #GetItDoneWithSBI #PersonalLoan #FestiveOffer pic.twitter.com/wOamiXwAPU
— State Bank of India (@TheOfficialSBI) November 13, 2021
ઓછા વ્યાજ દરે લોન મળશે
SBI પર્સનલ લોન ઓછા વ્યાજ દર ઓફર કરી રહી છે. બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર હાલમાં પર્સનલ લોન 9.60 ટકાના પ્રારંભિક વ્યાજ દરે ઓફર કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે વધુ વ્યાજ માત્ર ઘટતા બેલેન્સ પર જ ચૂકવવું પડશે, જેના કારણે તમને રાહત મળશે. લોન માટે અરજી કરવા માટે તમારે ખૂબ જ નજીવો પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે. તમારે કોઈપણ હિડન ચાર્જીસ અથવા વહીવટી ચાર્જ ચૂકવવાની જરૂર નથી.
ઓછામાં ઓછા દસ્તાવેજથી કામ થશે
પર્સનલ લોન માટે અરજી કરવા માટે તમને બહુ ઓછા દસ્તાવેજોમાં કામ થઇ જશે. જો તમે પ્રીપેમેન્ટ કરશો તો તેના પર કોઈ દંડ લાગશે નહીં. તમે SBIની અધિકૃત વેબસાઈટ પર જઈને પણ પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.
તમે પ્રિ – એપ્રુવ્ડ પર્સનલ લોન માટે પણ અરજી કરી શકો છો
તમે બેંકની એપ YONO SBI પર માત્ર 4 ક્લિક કરીને પ્રિ – એપ્રુવ્ડ પર્સનલ લોન માટે પણ અરજી કરી શકો છો. આ માટે કોઈ ફિઝિકલ જરૂરિયાત રહેશે નહીં. બ્રાન્ચમાં જવાની પણ જરૂર નહીં પડે. YONO એપ પર 24X7 સુવિધા ઉપલબ્ધ છે. તમે ખૂબ જ ઝડપથી અને 4 ક્લિકમાં લોન મેળવી શકો છો. જો કે બેંકનું કહેવું છે કે હાલમાં આ લોન ગ્રાહકોની તે શ્રેણીઓને આપવામાં આવી રહી છે જેઓ અમારા દ્વારા પહેલાથી જ નક્કી કરાયેલા કેટલાક માપદંડો પર પહેલાથી પસંદ કરવામાં આવ્યા છે.