SBI Doorstep Banking : 44 કરોડ ગ્રાહકોએ કામ માટે બેંક જવાની જરૂર નહિ પડે , SBI ઘરે આવી તમારું કામ પતાવશે , જાણો કઈ રીતે

SBI એ કોરોનાકાળમાં ગ્રાહકો માટે ડોરસ્ટેપ બેંકિંગ (SBI Doorstep Banking) સુવિધા પણ શરૂ કરી છે. આ સુવિધામાં પૈસા ચૂકવવાના ઓર્ડર, નવી ચેકબુક, નવી ચેકબુક રિક્વિઝિશન સ્લિપથી લઈને વિવિધ સુવિધાઓ મળી રહે છે.

SBI Doorstep Banking : 44 કરોડ ગ્રાહકોએ કામ માટે બેંક જવાની જરૂર નહિ પડે , SBI ઘરે આવી તમારું કામ પતાવશે , જાણો કઈ રીતે
State Bank of India
| Edited By: | Updated on: Jul 19, 2021 | 7:04 AM

ભારતીય સ્ટેટ બેંક(State Bank of India)માં ખાતા ધરાવતા ગ્રાહકો માટે ખુશખબર છે. બેંક દ્વારા ગ્રાહકોને ઘણી વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે જેમ આ વધુ એકનો ઉમેરો કરતા બેંકે કોરોનાકાળમાં ગ્રાહકો માટે ડોરસ્ટેપ બેંકિંગ (SBI Doorstep Banking) સુવિધા પણ શરૂ કરી છે. આ સુવિધામાં પૈસા ચૂકવવાના ઓર્ડર, નવી ચેકબુક, નવી ચેકબુક રિક્વિઝિશન સ્લિપથી લઈને વિવિધ સુવિધાઓ મળી રહે છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં ન્યૂનતમ મર્યાદા 1000 રૂપિયા છે અને મહત્તમ મર્યાદા 20,000 રૂપિયા છે. રોકડ ઉપાડની રિકવેસ્ટ પહેલાં બેંક ખાતામાં પૂરતું બેલેન્સ હોવું ફરજિયાત છે. આવું કરવામાં નિષ્ફળતાના પરિણામ રૂપે ટ્રાન્ઝેક્શન રદ કરવામાં આવશે.

SBIએ ટ્વીટ કર્યું છે
એસબીઆઈએ તેના ઓફિશિયલ ટ્વિટરમાં જણાવ્યું છે કે હવે તમારી બેંક તમારા દરવાજા પર છે. Doorstep banking માટે આજે નોંધણી કરો. વધુ વિગતો માટે તમે આ લિંક https://bank.sbi/dsb પર ક્લિક કરી શકો છો.

 

Doorstep banking માટે આ બાબતો ધ્યાનમાં રહે
> આ માટે નોંધણી હોમ બ્રાન્ચમાં કરવાની રહેશે.
> પૈસા જમા કરાવવા અને ઉપાડ બંને માટે મહત્તમ મર્યાદા દૈનિક 20 હજાર રૂપિયા છે.
> તમામ નાણાંકીય વ્યવહારો માટે સર્વિસ ચાર્જ રૂ 60 +GST
> નાણાં ઉપાડવા, ચેક અને ઉપાડના ફોર્મ સાથે, પાસબુકની પણ જરૂર રહેશે.

કોને સુવિધા મળશે નહીં
આ સુવિધા જોઈન્ટ એકાઉન્ટ, માઈનર ખાતા, નોન પર્સનલ એકાઉન્ટને આપવામાં આવશે નહીં. આ ઉપરાંત ગ્રાહકોનું નોંધાયેલ સરનામું હોમ શાખાના 5 કિ.મી.ના ત્રિજ્યામાં ન હોય તો સુવિધા મળશે નહિ.

કેટલો ચાર્જ લેવાશે?
Doorstep bankingમાં નાણાકીય અને બિન-નાણાકીય સેવાઓ માટે 75 + રૂપિયા જીએસટી લાગશે.

તમે આ નંબર પર પણ સંપર્ક કરી શકો છો
કોઈ પણ બેંકની મોબાઇલ એપ્લિકેશન, વેબસાઇટ અથવા કોલ સેન્ટર દ્વારા ડોરસ્ટેપ બેંકિંગ સેવા માટે નોંધણી કરાવી શકે છે. આ સિવાય કાર્યકારી દિવસોમાં સવારે 9 થી સાંજ 4 વાગ્યાની વચ્ચે ટોલ ફ્રી નંબર 1800111103 પર કોલ કરી શકાય છે. એસબીઆઇ ડોરસ્ટેપ બેંકિંગ સેવાઓ વિશે વધુ વિગતો માટે, ગ્રાહકો https://bank.sbi/dsb ની મુલાકાત લઈ શકે છે. ગ્રાહક તેની હોમ શાખાનો સંપર્ક પણ કરી શકે છે.

Published On - 7:03 am, Mon, 19 July 21