SBI: કરોડો ગ્રાહકો માટે આવ્યા ખરાબ સમાચાર, તમે આ દિવસે અને આ સમયે નહીં કરી શકો બેન્કની આ 7 સર્વિસનો ઉપયોગ

SBI સમયાંતરે તેના ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મને મેઈન્ટેનન્સ કરે છે. ગયા મહિને પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની(State bank of india) સેવાઓ જાળવણીની પ્રવૃત્તિઓને કારણે ખોરવાઈ ગઈ હતી.

SBI: કરોડો ગ્રાહકો માટે આવ્યા ખરાબ સમાચાર, તમે આ દિવસે અને આ સમયે નહીં કરી શકો બેન્કની આ 7 સર્વિસનો ઉપયોગ
પ્રતિકાત્મક તસવીર
| Edited By: | Updated on: Sep 03, 2021 | 7:30 PM

SBI News Alert: દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ તેના કરોડો ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State of india) દ્વારા કહેવામાં આવ્યું છે કે 4 અને 5 સપ્ટેમ્બરના કેટલાક કલાકો માટે ગ્રાહકો ઈન્ટરનેટ બેન્કિંગ સહિત 7 પ્રકારની સેવાઓનો ઉપયોગ કરી શકશે નહીં. આ સમય દરમિયાન આ સેવાઓ ખોરવાઈ જશે.

 

બેંકે માહિતી આપી છે કે જાળવણી પ્રવૃત્તિઓ માટે 4 અને 5 સપ્ટેમ્બરની રાત્રે આ બેન્કિંગ સેવાઓ (Banking Service) ત્રણ કલાક માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ સમય દરમિયાન SBI ગ્રાહકો આ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરી શકશે નહીં. SBIએ ગ્રાહકોને પડતી અસુવિધા બદલ માફી પણ માંગી છે.

 

બેંકે ટ્વીટ કરીને માહિતી આપી હતી

SBIએ આ અંગે સત્તાવાર ટ્વીટ દ્વારા માહિતી આપી છે. ટ્વીટમાં એસબીઆઈએ કહ્યું છે કે “જાળવણી પ્રવૃત્તિઓ 4 સપ્ટેમ્બરના બપોરે 22:35થી 5 સપ્ટેમ્બરના રોજ 01:35 વાગ્યા સુધી ચાલશે. ઈન્ટરનેટ બેન્કિંગ, યોનો, યોનો લાઈટ, યોનો બિઝનેસ અને આઈએમપીએસ અને યુપીઆઈ સેવાઓ આ સમયગાળા દરમિયાન ઉપલબ્ધ રહેશે નહીં.

 

 

દરેક વખતે બેંક અગાઉની માહિતી આપે છે

SBI સમયાંતરે તેના ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મને જાળવી રાખે છે. ગયા મહિને પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સેવાઓ જાળવણીની પ્રવૃત્તિઓને કારણે ખોરવાઈ ગઈ હતી. આ સમય દરમિયાન ડિજિટલ બેન્કિંગ ગ્રાહકો યોનો, યોનો લાઈટ, ઈન્ટરનેટ બેન્કિંગ, યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસની સેવાઓનો લાભ મેળવી શકતા નથી. દર વખતે બેંક દ્વારા ગ્રાહકોને અગાઉથી જાણ કરવામાં આવે છે.

 

SBI Yonoના 35 કરોડ યુઝર્સ

હાલમાં SBI YONO પાસે કુલ 35 કરોડ રજીસ્ટર્ડ યુઝર્સ છે. આટલી મોટી સંખ્યામાં ગ્રાહકો હોવાને કારણે એસબીઆઈ રાતના સમયે મેઈન્ટેનન્સનું કામ કરે છે, જેથી ઓછામાં ઓછા ગ્રાહકોને અસર થાય. SBIના યુપીઆઈ યુઝર્સની કુલ સંખ્યા 13.5 કરોડથી વધુ છે.

 

SBI દેશની સૌથી મોટી બેંક છે

જણાવી દઈએ કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દેશની સૌથી મોટી બેંક છે. દેશભરમાં આ બેંકની કુલ 22,000થી વધુ શાખાઓ, 57,889 એટીએમ ઉપલબ્ધ છે. 31 ડિસેમ્બર, 2021 સુધીમાં એસબીઆઈ પાસે 8.5 કરોડ ઈન્ટરનેટ બેંકિંગ ગ્રાહકો અને 1.9 કરોડ મોબાઈલ બેંકિંગ યુઝર્સે છે.

 

 

આ પણ વાંચો : India-Nepal Border: ભારત અને નેપાળમાં છે આટલો ફર્ક, આ તસ્વીરે દેખાડી દીધી હકીકત

 

આ પણ વાંચો  :સપ્ટેમ્બરની આ તારીખથી બેકાર થઈ જશે એન્ડ્રોઈડ ફોન! બચવા માટે કરો આ ઉપાય