
આજે ગુરુવારે ભારતીય બજારોની શરૂઆત નરમાશ સાથે થઇ હતી. ઘટાડા સાથે બજારે સત્રનો પ્રારંભ કર્યો છે જોકે શરૂઆતના કારોબારમાં મોટી હલચલ જોવા મળી નથી. શરૂઆતી કારોબારમાં સવારે ૧૦.૧૫ વાગે સેન્સેક્સ 40,770.35 ની નીચે જ્યારે નિફ્ટીએ 11,963.95 સુધી ગગડ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.05 ટકાની નબળાઈ નોંધાઈ છે.
બેન્કિંગ, એફએમસીજી, પ્રાઇવેટ બેન્ક, આઈટી, ફાર્મા ફાઈનાન્સ સર્વિસિઝ અને પીએસયુ બેન્ક શેરોમાં વેચવાલી દેખાઈ હી છે. બેન્ક નિફ્ટી ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. ઑટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં વધારો નોંધાયો છે. દિગ્ગજ શેરોમાં વિપ્રો, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, આઈટીસી અને એસબીઆઈમાં નરમાશ રહી છે. ટાટા સ્ટીલ, ઓએનજીસી, ટાટા મોટર્સ, ઈન્ફોસિસ, એનટીપીસી, બીપીસીએલ અને યુપીએલ ઉપર ઉઠ્યા છે.
શેરબજારની સ્થિતિ ( સવારે ૧૦.૧૫ વાગે)
બજાર સૂચકઆંક સ્થિતિ
સેન્સેક્સ 40,770.35 −24.39
નિફટી 11,963.95 −7.10
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 10:45 am, Thu, 15 October 20