ઓટો કમ્પોનન્ટ ઉત્પાદક સંસેરા એન્જિનિયરિંગ(Sansera Engineering)નો IPO 14 મીએ ખુલ્યો અને 16 સપ્ટેમ્બરે બંધ થયો હતો. ઇશ્યૂ બંધ થયા બાદથી બિડર્સ શેર ફાળવણીની તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલ છે કે શેરની ફાળવણી 21 સપ્ટેમ્બરના રોજ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે કંપનીએ 1282.98 કરોડ રૂપિયાનો IPO જારી કર્યો હતો જે 11.47 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.
શેરબજારના જાણકારોના જણાવ્યા અનુસાર સંસેરા એન્જિનિયરિંગનો આઈપીઓ બંધ થયા બાદ તેના GMP (Grey Market Premium) માં ફરી એકવાર સુધારો થવા લાગ્યો છે. હાલ સાંસેરા એન્જિનિયરિંગનો જીએમપી 38 રૂપિયા છે.
બજારના નિષ્ણાતો શું કહે છે?
કંપનીના અનલિસ્ટેડ શેર્સનું ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ 80 થી ઘટીને રૂ 10 પર આવી ગયું હતું. 17 સપ્ટેમ્બરે તેનો જીએમપી 18 રૂપિયા હતો, જ્યારે 18 સપ્ટેમ્બરે ગ્રે માર્કેટ પ્રીમિયમ 20 રૂપિયા વધીને 38 રૂપિયા થયું હતું. બજારના નિષ્ણાતો અનુસાર છેલ્લા દિવસે સારી બિડિંગને કારણે ગ્રે માર્કેટમાં કંપનીના અનલિસ્ટેડ શેરની કિંમત વધી છે. જો કંપનીની ઇશ્યૂ કિંમત 744 રૂપિયા છે તો આ મુજબ, તેના શેર 18 સપ્ટેમ્બરના રોજ 772 (744 + 38) પર ટ્રેડ થઈ રહ્યા છે.
જો તમે નાણાંનું રોકાણ પણ કર્યું હોય તો તમે BSE ની વેબસાઇટ દ્વારા તમારી ફાળવણીની સ્થિતિ ચકાસી શકો છો. વૈકલ્પિક રીતે તમે રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસ કરી શકો છો.
BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો
>> સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ https://www.bseindia.com/investors/appli_check.aspxપર જવું પડશે.
>> અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
>> હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
>> તમારો એપ્લિકેશન નંબર લખો.
>> પાન નંબર દાખલ કરો
>> હવે Search પર ક્લિક કરો.
>> હવે આખી વિગત તમને જોવા મળશે.
જાણો કંપની વિશે
સાનસેરા ઓટોમોટિવ અને નોન-ઓટોમોટિવ ક્ષેત્રોમાં કોમ્પ્લેક્સ અને ક્રિટિકલ પોઝિશન એન્જિનિયર્ડ કમ્પોનેન્ટનું અગ્રણી ઉત્પાદક છે અને તેનું વિશાળ બજાર છે. તે ટુ-વ્હીલર્સ માટે કનેક્ટિંગ રોડ, ક્રેન્કશાફ્ટ, રોકર આર્મ્સ અને ગિયર શિફ્ટર ફોર્કસ અને પેસેન્જર વાહનો માટે કનેક્ટિંગ રોડ્સ અને રોકર આર્મ્સનું અગ્રણી ઉત્પાદક છે. સાનસેરાને ટુ-વ્હીલર અને કાર ઉત્પાદકો સાથે લાંબો સંબંધ છે. શેખર વાસન, ઉન્ની રાજગોપાલ કોથેનાથ, ફરાજ સિંઘવી અને દેવપ્પા દેવરાજ સંયુક્ત રીતે કંપનીમાં 40.6% હિસ્સો ધરાવે છે. કંપનીમાં કુલ પ્રમોટર જૂથનો હિસ્સો 43.9%છે. રોકાણકાર ક્લાયન્ટ Eben અને CVCIGP II કર્મચારી Eben અનુક્રમે 35.4% અને 19.8% ધરાવે છે.
આ પણ વાંચો : રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ આ શેરે એક વર્ષમાં આપ્યું 47% રિટર્ન ! જાણો શું છે નિષ્ણાંતોની સલાહ