
નૉન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) સંગમ ફિનસર્વ તેના રોકાણકારોને મોટી ભેટ આપી રહી છે. કંપની 4:1 રેશિયોમાં બોનસ શેર જાહેર કરી રહી છે, એટલે કે, દરેક 1 શેરની સામે 4 બોનસ શેર અપાશે. 7 ફેબ્રુઆરી 2025 બોનસ શેર માટે રેકોર્ડ તારીખ નક્કી કરવામાં આવી છે.

જાણકારી મળ્યા બાદ સંગમ ફિનસર્વના શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારે BSE પર 5% વધીને ₹300.50 સુધી પહોંચ્યા. છેલ્લા 5 દિવસમાં શેરોએ 16%થી વધુ વૃદ્ધિ નોંધાવી છે.

છેલ્લા 6 મહિનામાં સંગમ ફિનસર્વના શેરોએ 194%નો ઉછાળો લીધો છે. 30 જુલાઈ 2024 ના રોજ આ શેરો ₹102.15 પર હતા, જે 30 જાન્યુઆરી 2025 સુધીમાં ₹300.50 સુધી પહોંચ્યા. છેલ્લા 3 મહિનામાં 54% વૃદ્ધિ જોવા મળી છે.

ગત 1 વર્ષમાં સંગમ ફિનસર્વના શેરોએ 300% થી વધુનો ઉછાળો લીધો છે. 30 જાન્યુઆરી 2024 ના રોજ શેરો ₹74.76 પર હતા, જે હવે ₹300.50 સુધી પહોંચી ગયા છે. છેલ્લાં 2 વર્ષમાં 430%, 3 વર્ષમાં 394%, અને 5 વર્ષમાં 723%ની વૃદ્ધિ જોવા મળી છે.

કંપનીએ અગાઉ 2017 અને 2018માં રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવ્યું હતું. પછી કંપનીએ પાત્ર રોકાણકારોને શેર દીઠ રૂ. 1 અને રૂ. 1.20નું ડિવિડન્ડ આપ્યું હતું.