સહારાના સામ્રાજ્યનું વારસદાર કોણ? સુબ્રત રોયના અંતિમ સંસ્કારમાં બંને પુત્રની સૂચક ગેરહાજરી રહી હતી

|

Nov 19, 2023 | 10:17 AM

14 નવેમ્બર 2023 ના રોજ મંગળવારે સહારા ગ્રુપના સ્થાપક સુબ્રતો રોયનું 75 વર્ષની વયે અવસાન થયું હતું. સુબ્રત રોયના મૃત્યુ બાદ સહારા ગ્રૂપ અને તેની યોજનામાં રોકાણ કરી બાદમાં વિવાદોના પગલે ફસાયેલા રોકાણકારોના નાણાં અંગે સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે.

સહારાના સામ્રાજ્યનું વારસદાર કોણ? સુબ્રત રોયના અંતિમ સંસ્કારમાં બંને પુત્રની સૂચક ગેરહાજરી રહી હતી

Follow us on

14 નવેમ્બર 2023 ના રોજ મંગળવારે સહારા ગ્રુપના સ્થાપક સુબ્રતો રોયનું 75 વર્ષની વયે અવસાન થયું હતું. સુબ્રત રોયના મૃત્યુ બાદ સહારા ગ્રૂપ અને તેની યોજનામાં રોકાણ કરી બાદમાં વિવાદોના પગલે ફસાયેલા રોકાણકારોના નાણાં અંગે સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે.

હજુ સુધી એ સ્પષ્ટ કે જાહેર થયુ નથી થયું કે સુબ્રતો રોયના નિધન પછી કંપનીની જવાબદારી કોના શિરે રહેશે. સુબ્રત રોયના અંતિમ સંસ્કારમાં પુત્રો સુશાંતો અને સીમંતો નજરે પડયા ન હતા. આ બંને સંતાનોની ગેરહાજરીએ રોકાણકારોની ચિંતા વધારી છે. લોકોના મનમાં સવાલો ઉઠવા લાગ્યા છે.

ઘણા લોકોનું અનુમાન છે કે સુબ્રતો રોયનો બિઝનેસ અને સંકટ હવે તેમની પત્ની સ્વપ્ના રોય સંભાળી શકે છે. બીજી તરફ સહારા પરિવારના વિશ્વાસુ લોકોને જવાબદારી સોંપવામાં આવી શકે છે. એવું માનવામાં આવે છે કે સુબ્રત રોયના નજીકના સહયોગી ઓપી શ્રીવાસ્તવ અથવા સુબ્રતાના ભાઈ જેબી રોય હવે સંકટગ્રસ્ત ગ્રુપને આગળ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સહારાગ્રુપ પર કેસ ચાલુ રહેશે

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરપર્સન માધાબી પુરી બુચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સહારાના સ્થાપક સુબ્રત રોયના મૃત્યુ પછી પણ સહારા ગ્રુપ સામેના કેસ આગળ પણ ચાલુ રાખશે. બુચે નિવેદનમાં ઉમેર્યું હતું કે સેબી માટે મામલો એક એન્ટિટીના આચરણ અંગેનો છે અને તે બંધ કરવામાં આવશે નહીં પછી ભલે કોઈ વ્યક્તિ જીવિત હોય કે ન હોય મામલો આગળ ધપાવશે. રિફંડ ખૂબ જ ઓછું હોવાના પ્રશ્ન પર બુચે જણાવ્યું હતું કે રોકાણકારો દ્વારા કરવામાં આવેલા દાવાઓના પુરાવાના આધારે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી સમિતિ દ્વારા નાણાં પરત કરવામાં આવ્યા છે.

રોકાણકારોના રૂપિયા ફસાયા છે

રોકાણકારોને માત્ર રૂપિયા 138 કરોડ રિફંડ કરવામાં આવ્યા છે જ્યારે સહારા ગ્રૂપને રોકાણકારોને રિફંડ માટે સેબીમાં રૂપિયા 24,000 કરોડથી વધુ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે 2011માં સેબીએ સહારા ગ્રૂપની બે કંપનીઓ સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ અને સહારા હાઉસિંગ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડને વૈકલ્પિક રીતે ફૂલી કન્વર્ટિબલ બોન્ડ્સ તરીકે ઓળખાતા અમુક બોન્ડ્સ દ્વારા વેચવાની મંજૂરી આપી હતી. લગભગ ત્રણ કરોડ રોકાણકારો પાસેથી વસૂલવામાં આવેલા નાણાં પરત કરવા માટે આપવામાં આવી હતી.

કોર્ટે શું આદેશ આપ્યો હતો ?

લાંબી કાનૂની લડાઈ પછી સુપ્રીમ કોર્ટે 31 ઓગસ્ટ 2012ના રોજ સેબીની સૂચનાઓને સમર્થન આપ્યું અને બંને કંપનીઓને રોકાણકારો પાસેથી 15 ટકા વ્યાજ સાથે એકત્ર કરાયેલા નાણાં પરત કરવા કહ્યું હતું.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article