ધનતેરસ પહેલા સસ્તામાં સોનું ખરીદવાની તક, DSP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ડીએસપી ગોલ્ડ ઇટીએફ ફંડ લોન્ચ કરવામાં આવ્યું

આ એક ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ છે, જે સોનાની વધતી અને ઘટતી કિંમતો પર આધાર રાખે છે. ગોલ્ડ ઈટીએફનું એક યુનિટ મતલબ 1 ગ્રામ સોનું થાય છે. તેમાં સોનાની સાથે શેરબજારમાં ઈન્વેસ્ટ કરવાની સુવિધા આપે છે. ગોલ્ડ ઈટીએફનું બીએસઇ તેમજ એનએસઇ પર સ્ટોક્સની જેમ ખરીદી-વેચાણ કરી શકાય છે.

ધનતેરસ પહેલા સસ્તામાં સોનું ખરીદવાની તક, DSP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ડીએસપી ગોલ્ડ ઇટીએફ ફંડ લોન્ચ કરવામાં આવ્યું
Gold ETF
| Updated on: Nov 02, 2023 | 6:24 PM

DSP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ડીએસપી ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ્સને લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ડીએસપી ગોલ્ડ એ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ એટલે કે, ઈટીએફમાં ઈન્વેસ્ટ કરતી ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ યોજના છે. આ એક ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ છે, જે સોનાની વધતી અને ઘટતી કિંમતો પર આધાર રાખે છે. ગોલ્ડ ઈટીએફનું એક યુનિટ મતલબ 1 ગ્રામ સોનું થાય છે.

તેમાં સોનાની સાથે શેરબજારમાં ઈન્વેસ્ટ કરવાની સુવિધા આપે છે. ગોલ્ડ ઈટીએફનું બીએસઇ તેમજ એનએસઇ પર સ્ટોક્સની જેમ ખરીદી-વેચાણ કરી શકાય છે.

એસઆઈપી દ્વારા ખરીદી કરી શકાય

ગોલ્ડ ઇટીએફમાં લોકોને સોનું મળતું નથી. તમે ફંડમાંથી બહાર નીકળવા માંગો છો, ત્યારે તમને તે સમયે સોનાની જેટલી બજાર કિંમત હોય છે અને તમારી પાસે જેટલા ગોલ્ડ ઈટીએફ યુનિટ હોય તે પ્રમાણે ગણતરી કરીને તેટલી રકમની ચૂકવણી કરવામાં આવશે. તેના દ્વારા લોકો પોતાના બજેટ અનુસાર યુનિટની ખરીદી કરી શકે છે. આ ઉપરાંંત ઈન્વેસ્ટર એસઆઈપી દ્વારા પણ તેની ખરીદી કરી શકે છે. સામાન્ય રીતે ખુલ્લા બજારમાં સોનું તોલા એટલે કે 10 ગ્રામના ભાવે વેચવામાં આવે છે.

સોનાના ભાવ તેની શુદ્ધતા પર રાખે છે આધાર

ગોલ્ડ ઇટીએફના ભાવ પારદર્શક અને સમાન હોય છે. સોનાના ભાવ લંડન બુલિયન માર્કેટને અનુસરે છે. ગોલ્ડ ઇટીએફ દ્વારા જે સોનુ ખરીદવામાં આવે છે તેની શુદ્ધતા 99.5 ટકા હોય છે, જે શુદ્ધતાનું ઉચ્ચ સ્તર છે. સોનાના ભાવ તેની શુદ્ધતા પર આધાર રાખે છે.

આ પણ વાંચો : સબકા સપના મની મની: નવા મ્યુચ્યુઅલ ફંડમાં ઓછા રિસ્ક સાથે મળશે વધારે રિટર્ન, માત્ર 100 રૂપિયાથી શરૂ કરો રોકાણ

ડીએસપી ગોલ્ડ ઇટીએફ ફંડ 3 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી ખુલ્લું રહેશે. કોઈના પોર્ટફોલિયોમાં સોનામાં રોકાણ હોય તો પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવે છે. જો કોઈ મંદી આવે છે તો તે નુકસાનને ઘટાડે છે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો