
જે લોકો ઓછા જોખમ સાથે રોકાણ કરવા માંગે છે તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ એક સારો વિકલ્પ છે. તેમાં રોકવામાં આવેલા નાણાં લોન્ગ ટર્મમા વધારે રિટર્ન આપે છે. જો તમે પણ રોકાણ કરવાનું વિચારો છો તો તમને નવા NFO વિશે જાણકારી આપીશું, જેમાં તમે ઈન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ ફંડ્સ બજારના ઉતાર-ચઢાવ દરમિયાન પણ અન્ય રોકાણની તુલનામાં સ્થિર રહે છે.
હેલિઓસ ફ્લેક્સી કેપ ફંડ લોન્ચ થયું છે. તેમાં સબસ્ક્રિપ્શન 23 ઓક્ટોબરથી શરૂ થયું છે અને 6 નવેમ્બર સુધી રોકાણ કરી શકાય છે. હેલીઓસ ફ્લેક્સી કેપ ફંડમાં મિનિમમ ઈન્વેસ્ટમેન્ટ 5000 રૂપિયા છે. SIP દ્વારા 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે.
બંધન નિફ્ટી આલ્ફા 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ થયું છે. તે 25 ઓક્ટોબરથી ઈન્વેસ્ટર માટે રોકાણની તક લાવ્યું છે. છેલ્લી તારીખ 6 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. આ એક પ્રકારની ઓપન એન્ડેડ સ્કીમ છે. તમે ઓછામાં ઓછા રૂ. 1000 થી રોકાણ શરૂ કરી શકો.
બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડે બેન્કિંગ અને PSU ફંડ લોન્ચ કર્યું છે. 25 ઓક્ટોબરથી તેમા રોકાણ ચાલુ થયું છે. 6 નવેમ્બર રોકાણ માટે છેલ્લી તારીખ છે. આ સ્કીમમાં ઓછામાં ઓછા રૂ. 1,000 થી ઈન્વેસ્ટમેન્ટ શરૂ કરી શકાય છે.
એસેટ મેનેજમેન્ટ કંપની ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઈક્વિટીમાં નવું ફંડ લોન્ચ કરવામાં આવ્યું છે. તેનું સબસ્ક્રિપ્શન 16 ઓક્ટોબરથી ખોલવામાં આવ્યું છે. તમે આ ફંડમાં ઓછામાં ઓછા રૂ. 500 થી રોકાણ શરૂ કરી શકો છો. છેલ્લી તારીખ 13 નવેમ્બર છે.
ઝેરોધા ફંડ હાઉસ દ્વારા બે ઇન્ડેક્સ ફંડ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. આ બંને ફંડમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 3 નવેમ્બર 2023 છે. ફંડના નામ ઝેરોધા નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઇન્ડેક્સ ફંડ અને ઝેરોધા ELSS ટેક્સ સેવર નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઇન્ડેક્સ ફંડ છે. મિનિમમ ઈન્વેસ્ટમેન્ટ અનુક્રમે રૂ. 100 અને રૂ. 500 છે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)
Published On - 7:04 pm, Wed, 1 November 23