
શેર બજારને જોખમોથી ભરેલુ હોવાથી લોકો રોકાણ કરતા ડરે છે. જો તમે પણ જોખમ લેવાથી ડરો છો તો તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. SIP થકી લાંબા ગાળે તમે પણ મોટું ફંડ બનાવી શકાય છે. SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જોખમ પણ ખૂબ જ ઓછુ રહેલુ છે. તમે મહીને 14 હજાર રુપિયા જેટલી રકમની SIP કરીને પણ કરોડપતિ બનવાનું સ્વપ્ન પુરુ કરી શકો છો.
તમે તમારી માસિક સેલેરીમાંથી થોડી રકમ બચાવીને તેની SIP કરી શકો છો. SIP દ્વારા લાંબા ગાળા માટે રોકાણ કરીને તમે સારુ એવુ ભંડોળ એકઠુ કરી શકો છો. તમે લાંબા ગાળા પછી આ જ SIPમાં કરેલા રોકાણથી કરોડપતિ બનવાનું સ્વપ્ન પુરુ કરી શકો છો. SIP કેલ્ક્યુલેટર વડે તમે સમજી શકો છો કે આ ફંડ કેવી રીતે તૈયાર થશે અને કેટલા મહિના માટે રોકાણ કરવાનું રહેશે.તમે દર મહીને 14 હજાર રુપિયાની SIP કરો છો તો તમે માત્ર 18 જ વર્ષમાં તમારા કરોડપતિ બનવાના સ્વપ્નને પુરુ કરી શકો છો.
જો કુલ 10 વર્ષ માટે દર મહીને 14 હજાર રુપિયાની SIP કરવામાં આવે તો કુલ રોકાણ 16,80,000 રુપિયા થશે. તેમાં ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે 12 ટકા પ્રમાણે અંદાજીત વળતર 15,72,747 રુપિયા થાય છે. તો તેના કારણે કુલ સંપત્તિ 32,52,747 રુપિયા બને છે.
જો કુલ 15 વર્ષ સુધી દર મહીને 14 હજાર રુપિયાની SIP કરવામાં આવે તો કુલ રોકાણ 25,20,000 રુપિયા થશે. તેમાં ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે 12 ટકા પ્રમાણે અંદાજીત વળતર 45,44,064 રુપિયા થાય છે. તો તેના કારણે કુલ સંપત્તિ 70,64,064 રુપિયા બને છે.
જો કુલ 18 વર્ષ સુધી સતત દર મહીને 14 હજાર રુપિયાની SIP કરવામાં આવે તો કુલ રોકાણ 30,24,000 રુપિયા થશે. તેમાં ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે 12 ટકા પ્રમાણે અંદાજીત વળતર 76,92,149 રુપિયા થાય છે. તો તેના કારણે કુલ સંપત્તિ 1,07,16,149 રુપિયા બને છે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)
Published On - 4:54 pm, Sat, 25 November 23