Sabka Sapna Money Money : આ Mutual Fundએ 5 વર્ષમાં રોકાણકારોને આપ્યુ સૌથી વધુ રિટર્ન

જો તમે પણ રોકાણ કરવા માટે વિકલ્પ શોધી રહ્યા છો તો રોકાણકાર તરીકે મ્યુચ્યુઅલ ફંડના રસ્તે આગળ વધવુ શ્રેષ્ઠ છે. ખાસ કરીને ICICI પ્રુડેન્શિયલ મેન્યુફેક્ચરિંગ ફંડ દ્વારા તેના મહાન ટ્રેક રેકોર્ડને ધ્યાનમાં લેતા તેમાં રોકાણ કરવુ વધુ યોગ્ય બને છે. ICICI પ્રુડેન્શિયલ મેન્યુફેક્ચરિંગ ફંડે ઓક્ટોબર 2018 માં તેની શરૂઆત થઈ ત્યારથી છેલ્લા પાંચ વર્ષમાં સતત સારું વળતર આપ્યું છે.

Sabka Sapna Money Money : આ Mutual Fundએ 5 વર્ષમાં રોકાણકારોને આપ્યુ સૌથી વધુ રિટર્ન
| Edited By: | Updated on: Oct 23, 2023 | 4:01 PM

Mutual Fund : ભારતએ સૌથી ઝડપી વિકાસ કરી રહેલો વિકાસશીલ દેશ છે. ભારત સેવા ઉદ્યોગના હબ તરીકે ઓળખાય છે. પ્રોડક્શન ઇન્ડસ્ટ્રી દેશમાં ઝડપથી વિકાસ કરી રહી છે અને દેશના GVA (ગ્રોસ વેલ્યુ એડેડ)માં 28% ફાળો આપે છે. ત્યારે અમે તમને જણાવીશું કે કયા Mutual Fundએ 5 વર્ષમાં રોકાણકારોને આપ્યુ સૌથી વધુ રિટર્ન આપ્યુ છે.

મેન્યુફેક્ચરિંગ થીમમાં પણ એવા ઘણા ક્ષેત્રો છે જે આગામી વર્ષોમાં ઝડપથી વૃદ્ધિ પામવા માટે તૈયાર છે. જેમાં ઓટોમોબાઈલ, સંરક્ષણ, ખાણકામ, કેપિટલ ગુડ્સ, રેલવે, ટેક્સટાઈલ, રસાયણો, પેટ્રોલિયમ અને ગેસનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો-Sabka Sapna Money Money: આ Mutual Fundsએ 20 વર્ષમાં આપ્યુ 30થી 40 ગણું વળતર, જુઓ PHOTOS

ભારતના ઝડપી શહેરીકરણ અને લોકોની વધતી આવકનો અર્થ એ છે કે આગામી દિવસોમાં આવાસ અને માળખાકીય સુવિધાઓની માંગ રહેશે. વિશ્વ સ્તરે જોવામાં આવે તો એવા ઘણા દેશ છે જે ઉર્જા ક્ષેત્રે રોકાણને ઘટાડી રહ્યા છે. જો કે તેનો લાભ ભારતને મળવાની ખાતરી છે.

જો તમે પણ રોકાણ કરવા માટે વિકલ્પ શોધી રહ્યા છો તો રોકાણકાર તરીકે મ્યુચ્યુઅલ ફંડના રસ્તે આગળ વધવુ શ્રેષ્ઠ છે. ખાસ કરીને ICICI Prudential Manufacturing Fund દ્વારા તેના મહાન ટ્રેક રેકોર્ડને ધ્યાનમાં લેતા તેમાં રોકાણ કરવુ વધુ યોગ્ય બને છે. ICICI પ્રુડેન્શિયલ મેન્યુફેક્ચરિંગ ફંડે ઓક્ટોબર 2018 માં તેની શરૂઆત થઈ ત્યારથી છેલ્લા પાંચ વર્ષમાં સતત સારું વળતર આપ્યું છે.

એક, ત્રણ અને પાંચ વર્ષ પ્રમાણે આ ફંડે અનુક્રમે 35.3 ટકા, 34.7 ટકા અને 19.7 ટકા વળતર આપ્યું છે, જે S&P BSE ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ TRI ને 2.6 થી 9.6 ટકા પોઈન્ટ્સથી પાછળ છે. આ વળતર તમામ કેટેગરીમાં ઇક્વિટી ફંડ્સમાં શ્રેષ્ઠ છે. ICICI Prudential Manufacturing Fundએ છેલ્લા પાંચ વર્ષમાં SIP (XIRR) માં મજબૂત 25.3 ટકા રિટર્ન આપ્યું છે.

વળતરમાં સુસંગતતા પણ ફંડની તરફેણમાં કામ કરે છે. છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ વર્ષના રોલિંગ રિટર્ન લઈને પણ આ વાતની પુષ્ટિ થાય છે. ઑક્ટોબર 2018થી ઑક્ટોબર 2023 સુધીના ત્રણ વર્ષના આધાર પર ICICI પ્રુડેન્શિયલ મેન્યુફેક્ચરિંગે સરેરાશ 24.6 ટકા વળતર આપ્યું છે. ઉપરાંત આ ફંડે ત્રણ વર્ષના રોલિંગ ધોરણે લગભગ 18 ટકા કરતા વધુ 93.1 ટકા વળતર આપ્યું છે, જે દર્શાવે છે કે યોજના કેટલી સ્થિર છે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો