Sabka Sapna Money Money: પ્રથમ વખત રોકાણ કરનારા માટે હાઇબ્રિડ ફંડ શા માટે છે શ્રેષ્ઠ? જાણો ઇક્વિટી અને મલ્ટી એસેટ ફંડ શું છે

તમે ઇચ્છો તો શેરબજાર અથવા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરી શકો છો. જો કે શેરબજારમાં ઘણું જોખમ રહેલુ હોય છે.જ્યારે મ્યુચ્યુઅલ ફંડને રોકાણનું વધુ લોકપ્રિય માધ્યમ માનવામાં આવે છે. જો તમને શેરબજારની સારી જાણકારી ન હોય તો તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા તરફ વળવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડના પ્રકારમાં હાઇબ્રિડ, ઇક્વિટી અને ડેટ ફંડનો સમાવેશ થાય છે.

Sabka Sapna Money Money: પ્રથમ વખત રોકાણ કરનારા માટે હાઇબ્રિડ ફંડ શા માટે છે શ્રેષ્ઠ? જાણો ઇક્વિટી અને મલ્ટી એસેટ ફંડ શું છે
| Edited By: | Updated on: Oct 02, 2023 | 4:33 PM

Mutual Fund : સામાન્ય રીતે રોકાણકારો પ્રથમ વખત રોકાણ (Investment) કરતા પહેલા અસમંજસમાં રહે છે કે તેમણે સૌ પ્રથમ શેમાં રોકાણ કરવુ જોઇએ. જો કે હાલના તબક્કામાં રોકાણકારોને ઘણ વિકલ્પ મળી રહે છે. જે લોકો પ્રથમ વખત રોકાણ કરવા માગે છે તેમના માટે હાઇબ્રિડ ફંડ (Hybrid Fund)  શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.

આ પણ વાંચો-Sabka Sapna Money Money: સતત SIP અને STEP-Up SIPમાંથી શેમાં વળતર મળશે વધુ? જાણો સમગ્ર ગણિત

તમે ઇચ્છો તો શેરબજાર અથવા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરી શકો છો. જો કે શેરબજારમાં ઘણું જોખમ રહેલુ હોય છે.જ્યારે મ્યુચ્યુઅલ ફંડને રોકાણનું વધુ લોકપ્રિય માધ્યમ માનવામાં આવે છે. જો તમને શેરબજારની સારી જાણકારી ન હોય તો તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા તરફ વળવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડના પ્રકારમાં હાઇબ્રિડ, ઇક્વિટી અને ડેટ ફંડનો સમાવેશ થાય છે.

હાઇબ્રિડ ફંડ શું છે?

હાઇબ્રિડ ફંડ મ્યુચ્યુઅલ ફંડની એક યોજના છે. જેમાં ડેટ અને ઇક્વિટી બંનેનો સમાવેશ થાય છે. ઓછા જોખમ સાથે રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે આ શ્રેષ્ઠ સાબિત થાય છે. એવું કહેવામાં આવે છે કે જેઓ પ્રથમ વખત રોકાણ શરૂ કરવા માગે છે તેઓએ હાઇબ્રિડ ફંડ પસંદ કરવું જોઈએ.માનવામાં આવે છે કે હાઇબ્રિડ ફંડમાં ખૂબ જ ઓછું જોખમ રહેલુ છે. તેમાં ડેટ અને ઇક્વિટી બંનેનો સમાવેશ થતો હોવાથી તેને સંતુલિત ગણવામાં આવે છે.

શા માટે તે વધુ સારું છે?

નવા રોકાણકારો માટે હાઇબ્રિડ ફંડ વધુ સારું માનવામાં આવે છે કારણ કે તેમાં ઓછું જોખમ છે. જે લોકો રોકાણ અને બજારનું જ્ઞાન ધરાવતા નથી, તેઓ જો મોટા ફંડમાં રોકાણ કરે છે, તો ઘણી વખત તેઓ નુકસાનને કારણે શેરબજારમાંથી બહાર નીકળી જાય છે. તેથી નવા રોકાણકારોએ માત્ર હાઇબ્રિડ ફંડ પસંદ કરવું જોઈએ. હાઇબ્રિડ ફંડ્સના ઘણા પ્રકારો છે. જેમાં આક્રમક હાઇબ્રિડ ફંડ્સ, મલ્ટી એસેટ ફંડ્સ, કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ્સ, ઇક્વિટી સેવિંગ્સ ફંડ્સ, આર્બિટ્રેજ ફંડ્સ અને ડાયનેમિક એસેટ ફંડ્સનો સમાવેશ થાય છે.

  • આક્રમક હાઇબ્રિડ ફંડ -આ પ્રકારના ફંડમાં 20-30 ટકા ડેટ અને બાકીના 60થી 80 ટકા ઇક્વિટીનો સમાવેશ થાય છે.
  • મલ્ટી એસેટ ફંડ- આ પ્રકારના ફંડમાં 20-30 ટકા ડેટમાં, 65 ટકા ઇક્વિટીમાં અને 10થી 15 ટકા સોનામાં રોકાણ કરવામાં આવે છે.
  • કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ- આવા ફંડ્સમાં, રોકાણની રકમના 10-20 ટકા ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવે છે અને બાકીનો ભાગ ડેટ અથવા અન્ય નિયમિત આવકમાં રોકાણ કરવામાં આવે છે.
  • ઇક્વિટી સેવિંગ્સ ફંડ- આ પ્રકારના ફંડમાં 65 ટકા ઇક્વિટી, 10 ટકા ડેટનો સમાવેશ થાય છે. આવા ફંડમાં ઇક્વિટી, ડેટ અને આર્બિટ્રેજ હોય ​​છે.
  • આર્બિટ્રેજ ફંડ્સ- આવા ફંડમાં 65 ટકા રકમ માત્ર ઇક્વિટીમાં હોવી જરૂરી છે.
  • ડાયનેમિક એસેટ ફંડ- આ પ્રકારના ફંડમાં સમગ્ર રોકાણ ઇક્વિટી અથવા ડેટમાં રોકાણ કરવામાં આવે છે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 4:33 pm, Mon, 2 October 23