
હાલમાં SIP એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ રોકાણ માટે લોકપ્રિય વિકલ્પ છે. SIPમાં રોકાણ કરવાથી લાંબા ગાળે સારુ વળતર મળે છે. તેના માટે તમારે શિસ્તબધ્ધ રોકાણ કરવુ ખૂબ જ જરુરી છે. તમે દર મહીને માત્ર 6 હજાર રુપિયાનું રોકાણ કરીને લાંબા ગાળે તમારુ કરોડપતિ બનવાનું સ્વપ્ન પુરુ કરી શકો છો. જાણો શું છે તેની સમગ્ર ગણતરી
કરોડપતિ બનવા માટે તમારે દર મહીને શિસ્તબદ્ધ રીતે રોકાણ કરવું પડશે. જેના માટે તમારે કોઈ પ્રોડક્ટ કે ઈન્સ્ટ્રુમેન્ટ ખરીદવાની જરૂર નથી. તેમજ શેરબજારમાં રોકાણ કરવાની પણ જરુર નથી. તેના બદલે તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા નાનું રોકાણ કરીને મોટું ભંડોળ ઊભું કરરી શકો છો. SIP દ્વારા લાંબા ગાળે કરોડપતિ બનવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. કમ્પાઉન્ડિંગ દ્વારા લાંબા ગાળા માટે રોકાણ કરવાનો ફાયદો મળે છે અને મોટું વળતર મેળવી શકાય છે.જો તમે યોગ્ય ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરો છો, તો તમે નિવૃત્તિના 10 વર્ષ પહેલાં પણ કરોડપતિ બની શકો છો.
ધારો કે રોકાણની તમારી ઉંમર 20 વર્ષ છે અને તમારા રોકાણનો સમયગાળો 25 વર્ષ છે. તો તમારે 6000 રૂપિયા પ્રતિ માસ રોકાણ કરવુ પડશે. જેનું સરેરાશ વળતર 12 ટકા મળી શકે છે. 45 વર્ષની ઉંમરે 1 કરોડ રૂપિયાથી વધુનું ફંડ એકઠુ થશે.
SIP કેલ્ક્યુલેટર મુજબ જો તમે દર મહિને 6,000 રૂપિયાનું રોકાણ કરો છો અને સરેરાશ વાર્ષિક વળતર 12 ટકા વળતર પ્રમાણે 25 વર્ષમાં 1 કરોડ 13 લાખ 85 હજાર 811 રૂપિયાનું ફંડ બનાવી શકાય છે. જેમાં 25 વર્ષમાં તમારું કુલ રોકાણ 18 લાખ રૂપિયા થશે. તો 95 લાખ 85 હજાર, 811 રૂપિયાનું વળતર એટલે કે સંપત્તિનો લાભ મળશે.
રોકાણનો સમયગાળો વધુ 5 વર્ષ વધારવામાં આવે, તો 30 વર્ષ માટે કુલ રોકાણ 21,60,000 રૂપિયાનું હશે. 50 વર્ષની ઉંમરે તમારી પાસે 2,11,79,483 કરોડ રૂપિયાની રકમ તૈયાર થશે.
આ પણ વાંચો- સબકા સપના મની મની : વેતનમાંથી દર મહીને માત્ર 5000 રુપિયાનું કરો રોકાણ, આટલા વર્ષોમાં બની શકો છો કરોડપતિ
SIP એ રોકાણની શિસ્તબદ્ધ પદ્ધતિ છે. આવા ઘણા ફંડ્સ છે જેણે લાંબા ગાળામાં વાર્ષિક 12 ટકા જેટલુ વળતર આપ્યું છે. આમાં રોકાણકારે બજારના જોખમનો સીધો સામનો કરવો પડતો નથી. પરંપરાગત ઉત્પાદનોની તુલનામાં વળતર પણ વધુ છે. ધ્યાનમાં રાખો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પણ બજારના જોખમોને આધીન છે. તેથી રોકાણકારે આવક, લક્ષ્ય અને જોખમ પ્રોફાઇલને જોયા પછી જ નિર્ણય લેવો જોઈએ.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)
Published On - 12:01 pm, Fri, 10 November 23