Mutual Fund : રોકાણની (Investment) વાત કરીએ તો ઘણી મ્યુચ્યુઅલ ફંડ 30 ટકાથી પણ વધુ વળતર આપતા હોય છે. જો કે બજારમાં ઉતાર ચઢાવએ રોકાણકારો માટે જોખમને આધીન પણ હોય છે. જો કે યોગ્ય રિસર્ચ કરીને જો રોકાણ કરવામાં આવે તો કેટલાક ફંડ ધાર્યા કરતા વધુ રિટર્ન આપી શકે છે. ખાસ કરીને Small Cap Funds રોકાણકારોની પસંદ બન્યા છે.
છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો ક્વોન્ટ સ્મોલ કેપ ફંડનું સરેરાશ SIP વળતર વાર્ષિક 42.69 ટકા રહ્યું છે. આ સ્કીમમાં 10 હજાર રૂપિયાના માસિક રોકાણનું મૂલ્ય 5 વર્ષમાં વધીને 16.82 લાખ રૂપિયા થઈ ગયું છે. આ સ્કીમમાં ન્યૂનતમ રોકાણ 5 હજાર રૂપિયા છે. જ્યારે લઘુત્તમ SIP 1000 રૂપિયા છે.
છેલ્લા 5 વર્ષમાં Nippon India Small Cap Fundનું સરેરાશ SIP વાર્ષિક રિટર્ન 35.8 ટકા રહ્યું છે. આ યોજનામાં 10 હજાર રૂપિયાના માસિક રોકાણનું મૂલ્ય 5 વર્ષમાં વધીને 14.35 લાખ રૂપિયા થઈ ગયું છે. આ સ્કીમમાં ન્યૂનતમ રોકાણ 5 હજાર રૂપિયા છે. જ્યારે લઘુત્તમ SIP 1 હજાર રૂપિયા છે.
5 વર્ષમાં HSBC સ્મોલ કેપ ફંડનું સરેરાશ SIP વાર્ષિક રિટર્ન 31.82 ટકા રહ્યું છે. આ યોજનામાં 10 હજાર રુપિયાના માસિક રોકાણનું મૂલ્ય 5 વર્ષમાં વધીને 13.08 લાખ રૂપિયા થઈ ગયું છે. આ સ્કીમમાં ન્યૂનતમ રોકાણ 5 હજાર રૂપિયા છે. જ્યારે લઘુત્તમ SIP 1 હજાર રૂપિયા છે.
HDFC સ્મોલ કેપ ફંડનું 5 વર્ષમાં સરેરાશ SIP વળતર વાર્ષિક 31.16 ટકા રહ્યું છે. આ યોજનામાં 10 હજાર રૂપિયાના માસિક રોકાણનું મૂલ્ય 5 વર્ષમાં વધીને 12.88 લાખ રૂપિયા થઈ ગયું છે. આ સ્કીમમાં ન્યૂનતમ રોકાણ 100 રૂપિયા છે. જ્યારે લઘુત્તમ SIP 100 રૂપિયા છે.
યુનિયન સ્મોલ કેપ ફંડનું 5 વર્ષમાં સરેરાશ SIP વળતર વાર્ષિક 30.41 ટકા રહ્યું છે. આ યોજનામાં 10 હજાર રૂપિયાના માસિક રોકાણનું મૂલ્ય 5 વર્ષમાં વધીને 12.65 લાખ રૂપિયા થઈ ગયું છે. આ યોજનામાં લઘુત્તમ રોકાણ રૂ. 1 હજાર છે. જ્યારે લઘુત્તમ એસઆઈપી 1 હજાર રુપિયા છે.
(સ્રોત: AMFI, NAV- 18 સપ્ટેમ્બર 2023, રીટર્ન ડાયરેક્ટ સ્કીમ પર આધારિત)
આ સ્મોલ કેપ ફંડનું રોકાણ સ્મોલ કેપ કંપનીઓમાં થતુ હોય છે. સ્મોલ કેપ કંપનીઓની માર્કેટ કેપ ઓછી હોય છે. કંપનીઓનું માર્કેટ કેપ 500 કરોડ રુપિયાથી ઓછું છે. સામાન્ય રીતે, સ્મોલ કેપ ફંડ્સ માર્કેટ કેપમાં 251માં રેન્કથી શરૂ થતી કંપનીઓમાં રોકાણ કરે છે. કંપનીઓના બિઝનેસમાં ઝડપી વૃદ્ધિની અપેક્ષા છે. ફંડ હાઉસ કંપનીઓને તેમના ગ્રોથ એસેસમેન્ટના આધારે રોકાણ માટે ઓળખે છે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)