યુક્રેન સામે યુદ્ધ (Russia-Ukraine war) કરી રહેલા રશિયાએ ભારત સામે એક મોટો પ્રસ્તાવ મૂક્યો છે. રશિયાએ કહ્યું છે કે તે ભારતને સસ્તા દરે ઈંધણ અને અન્ય સામાન આપવા તૈયાર છે. ભારત રશિયાના આ પ્રસ્તાવ પર વિચાર કરવા સંમત થયું છે. ભારત માટે આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે, જ્યારે રશિયા (Russia) વિશ્વનો સૌથી વધુ પ્રતિબંધિત દેશ (Ban against Russia) બની ગયો છે. યુક્રેન (Ukraine) વિરૂદ્ધ યુદ્ધ છેડ્યા બાદ વિશ્વના મોટાભાગના દેશોએ, રશિયા સામે મેદાનમાં ઉતર્યા છે. જોકે, ભારતે મધ્યમ માર્ગ અપનાવ્યો છે અને બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા ફરી શરૂ કરવાની અપીલ કરી છે. રશિયા પર તેલની આયાત (Oil Import) અને ગેસ સપ્લાય પર પણ પ્રતિબંધ છે. આ જોતાં રશિયાએ ભારતને તેલ સહિત અન્ય માલસામાનની સસ્તા દરે નિકાસ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
સમાચાર એજન્સી રોયટર્સે રશિયાના આ પગલાની જાણકારી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે અને આ બિઝનેસ રશિયાથી રૂપિયા-રુબલ ટ્રાન્ઝેક્શનમાં કરવામાં આવશે. યુદ્ધ ફાટી નીકળ્યા પછી, વૈશ્વિક બજારમાં રૂબલની કિંમતમાં તીવ્ર ઘટાડો થયો છે અને તેનો દર ખૂબ જ નીચા સ્તરે ગયો છે. ભારત તેના 80 ટકા ક્રૂડ ઓઈલ વિદેશી બજારોમાંથી ખરીદે છે. આમાં રશિયાથી માત્ર 2-3 ટકા જ આયાત થાય છે. રુસ-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ વિશ્વ બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 40 ટકાનો વધારો થયો છે. આ સ્થિતિમાં જો ભારત રશિયા પાસેથી સસ્તામાં ક્રૂડ ઓઈલ ખરીદે છે તો તેનો ખર્ચ ઓછો થશે. રૂબલ પણ હાલ ખુબ નીચલા સ્તરે ચાલી રહ્યો છે, તેથી ભારતને તેનો ફાયદો થશે.
ભારત સરકારના સૂત્રે રોઇટર્સને જણાવ્યું હતું કે રશિયાએ સસ્તા દરે ક્રૂડ ઓઈલ અને અન્ય કેટલીક વસ્તુઓ વેચવાની ઓફર કરી છે. અમને રશિયા પાસેથી સસ્તુ ખરીદવામાં ખુશી થશે. જો કે, હજુ પણ ટેન્કર, વીમા કવચ અને ક્રૂડ ઓઈલના મિશ્રણને લગતી કેટલીક સમસ્યાઓ છે જેનો પ્રથમ ઉકેલ લાવવામાં આવશે. એકવાર આ સમસ્યાઓનું નિરાકરણ થઈ જશે, પછી ક્રૂડ ઓઈલ અને અન્ય માલ સસ્તા દરે લેવામાં આવશે. નોંધનીય છે કે વિશ્વના કેટલાક દેશોએ યુક્રેનના સમર્થનમાં રશિયન તેલ અને ગેસ ખરીદવાની ના પાડી દીધી છે. જેમાં અમેરિકા ઉપરાંત ઘણા પશ્ચિમી દેશોનો સમાવેશ થાય છે.
વિશ્વના ઘણા દેશોએ રશિયા સામે આયાત-નિકાસ ઉપર પ્રતિબંધો લાદયા છે, પરંતુ ભારતનું કહેવું છે કે તે પ્રતિબંધોથી તેને કોઈ નુકસાન થશે નહીં. અથવા આ પ્રતિબંધોને કારણે રશિયાથી તેલની આયાત કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. સરકાર દ્વારા રુપિયા-રુબલ ટ્રાન્ઝેક્શનની વ્યવસ્થા બનાવવામાં આવી રહી છે, કારણ કે રશિયાથી આયાત કરાયેલા માલની ચુકવણી રૂપિયા-રુબલના નિયમન અનુસાર કરવામાં આવશે. જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે કેટલું ક્રૂડ ઓઈલની આયાત કરવામાં આવશે અને તેના માટે કેટલો દર નક્કી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ