Rupee Vs Dollar : ડોલર સામે રૂપિયો નબળો પડીને 76 રૂપિયા સુધી સરકી ગયો, મોંઘવારીની અસર અર્થતંત્ર ઉપર પડી રહી છે

|

Apr 13, 2022 | 7:15 AM

મંગળવારના કારોબારમાં ડોલરના મુકાબલે રૂપિયો 76.05 ના સ્તર પર નબળાઈ સાથે ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન રૂપિયો ડોલર સામે એક દિવસની સૌથી ઊંચી 75.97 અને 76.17ની એક દિવસની નીચી સપાટી 75.91 નોંધાયો હતો.

Rupee Vs Dollar : ડોલર સામે રૂપિયો નબળો પડીને  76 રૂપિયા સુધી સરકી ગયો, મોંઘવારીની અસર અર્થતંત્ર ઉપર પડી રહી છે
ડોલર સામે રૂપિયાનું ધોવાણ

Follow us on

છેલ્લાં સત્રમાં યુએસ ડૉલર (Rupee Vs Dollar) સામે રૂપિયામાં નબળાઈ જોવા મળી છે. વિદેશી બજારોમાં ડૉલરની મજબૂતી અને સ્થાનિક શેરબજાર(share market)માં ઘટાડાને કારણે સ્થાનિક ચલણમાં દબાણ જોવા મળ્યું છે. મંગળવારના કારોબારમાં રૂપિયો 24 પૈસા ઘટીને 76.15 ના સ્તર પર બંધ થયો છે. અત્યારે ડૉલર 2 વર્ષની ટોચની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. ફેડરલ રિઝર્વ દ્વારા દરમાં વધારાના સંકેતોથી યુએસ કરન્સીને ફાયદો થઈ રહ્યો છે. આ સાથે જ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 100 ડોલરની ઉપર રહેવાના કારણે રૂપિયો દબાણ હેઠળ છે.મંગળવારના કારોબારમાં ડોલરના મુકાબલે રૂપિયો 76.05 ના સ્તર પર નબળાઈ સાથે ખુલ્યો હતો.

75.91 સુધી નીચલા સ્તરે દેખાયો

ટ્રેડિંગ દરમિયાન રૂપિયો ડોલર સામે એક દિવસની સૌથી ઊંચી 75.97 અને 76.17ની એક દિવસની નીચી સપાટી 75.91 નોંધાયો હતો, જોકે આજે ફરી એકવાર રૂપિયો 76ના સ્તરથી નીચે આવ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ 0.17 ટકા વધીને 100.10 પર ટ્રેડ કરી રહ્યો હતો. મોતીલાલ ઓસ્વાલના ફોરેન કરન્સી વિશ્લેષક ગૌરાંગ સોમૈયાના જણાવ્યા અનુસાર, ડોલર વધતા રૂપિયામાં દબાણ જોવા મળ્યું હતું. અત્યારે ડૉલર 2 વર્ષની ટોચની નજીક છે. ફેડરલ રિઝર્વ તરફથી મળેલા સંકેતોથી ડૉલરમાં વધારો થયો છે. વાસ્તવમાં ફેડના ઘણા અધિકારીઓનું માનવું છે કે મોંઘવારીમાં વધારાનો સામનો કરવા માટે દર વધારા અંગે કડક વલણ અપનાવવું પડશે. તેના કારણે ડોલરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને રૂપિયામાં દબાણ જોવા મળ્યું છે. બીજી તરફ HDFC સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે “બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે ભારતીય રૂપિયામાં ઘટાડો થયો છે. મોંઘવારીના ડેટા પહેલા ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને નબળા બજારના સેન્ટિમેન્ટની પણ રૂપિયા પર અસર પડી હતી.

રૂપિયો ક્યાં સુધી પહોંચી શકે છે

સોમૈયાએ અંદાજ આપ્યો છે કે ડોલર અને રૂપિયાના ભાવ 75.80 થી 76.50ની રેન્જમાં રહી શકે છે. બીજી તરફ પરમારે જણાવ્યું હતું કે, ડોલર અને રૂપિયાના દર 76.30ની આસપાસ મજબૂત પ્રતિકાર મેળવી શકે છે, જ્યારે તેને 75.80 પર સપોર્ટ મળી રહ્યો છે. એટલે કે, દર આ શ્રેણીની વચ્ચે રહી શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો : ચાલુ નાણાંકીય વર્ષમાં પણ IPO માર્કેટમાં તેજી રહેવાનું અનુમાન, જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય

આ પણ વાંચો : Petrol Diesel Price Today : સતત સાતમાં દિવસે મોંઘુ ન થયું તમારા વાહનનું ઇંધણ, જાણો 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

 

Published On - 7:15 am, Wed, 13 April 22

Next Article