900 વર્ષ જુના મહેલની ઠાઠને ફરી જીવંત કરી રહ્યા છે Mukesh Ambani, મહેલની ભવ્યતા જોઈ તમે અવાચક થઈ જશો

|

Nov 07, 2021 | 10:04 AM

મુકેશ અંબાણીની આ પ્રોપર્ટીમાં 27 ગોલ્ફ કોર્સ , 13 ટેનિસ કોર્ટ , 14 એકરમાં ફેલાયેલો બગીચો અને 20 વિશાળ હોલ છે.

1 / 8
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ લંડનમાં 300 એકર જમીન ખરીદી છે. આમાં પ્રખ્યાત સ્ટોક પાર્ક હોટેલ બનેલી છે. હવે તેનો ઉપયોગ રમતગમત અને વ્યવસાયિક હેતુઓ માટે થશે. તે હાલમાં ડેવલોપ કરવામાં આવી રહ્યું છે. જાણો અંબાણીની આ પ્રોપર્ટીમાં શું ખાસ છે.

2 / 8
બકિંગહામશાયર વિસ્તારમાં આવેલી આ મિલકત હાલમાં સંપૂર્ણપણે બંધ છે. એટલે કે અહીં કોઈને બુકિંગ કરાવવાનું હોય તો તે શક્ય નથી કારણ કે અહીં કામ ચાલી રહ્યું છે. અહીં બનેલી હોટલનું નામ સ્ટોક પાર્ક છે. તેની પહેલા જે ભવ્યતા હતી તેને જીવંત  કરવામાં આવી રહી છે.

3 / 8
સ્ટોક પાર્ક લંડનથી 35 મિનિટના અંતરે  છે. તે લંડનના હીથ્રો એરપોર્ટથી 7 માઈલ દૂર છે. 300 એકરમાં ફેલાયેલી આ મિલકતમાં 27 ગોલ્ફ કોર્સ અને સ્પા છે. અહીં 13 ટેનિસ કોર્ટ અને એક આલીશાન જિમ છે.

4 / 8
 1908માં આ એક મહેલ હતો તે બાદમાં સ્ટોક પાર્ક હોટેલ બની ગયો હતો. આ આલીશાન મહેલ 1908 સુધી ખાનગી રહેઠાણ તરીકે ઉપયોગ થતો હતો. તેની વાસ્તવિક ઉંમર 900 વર્ષ છે. તેને 1908 પછી બ્રિટનની પ્રથમ કન્ટ્રી ક્લબ બનવાની આશા સાથે ખરીદવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેને હોટેલ બનાવવામાં આવી હતી.

5 / 8
આ પ્રોપર્ટીમાં લક્ઝરી બેડરૂમ અને સ્યુટ છે. 14 એકરનો ખાનગી બગીચો છે.  20 થી વધુ હોલ છે. ખૂબ જ સુંદર હોવાને કારણે અહીં ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે.

6 / 8
બકિંગહામશાયર ઈંગ્લેન્ડની એક કાઉન્ટી છે. આના પર રોમન સંસ્કૃતિનો પ્રભાવ હજુ પણ આ શહેર પર જોવા મળે છે. તેની વસ્તી વર્ષ 2011 માં 5.5 લાખ હતી જે 2026માં વધીને 5.30 લાખ થશે. તેનું ક્ષેત્રફળ 1564 ચોરસ કિલોમીટર છે.

7 / 8
આ સ્થાન 1964માં જેમ્સ બોન્ડની ગોલ્ડ ફિંગર, 1997માં ટુમોરો નેવર ડાઈઝ અને 2001ની ફિલ્મ બ્રિજેટ જોન્સની ડાયરીના શૂટિંગનું સ્થળ હતું. Netflix ની પ્રખ્યાત સિરીઝ The Crown નું શૂટિંગ પણ અહીં થયું હતું.

8 / 8
મુકેશ અંબાણીએ આ પ્રોપર્ટી 592 કરોડ રૂપિયામાં ખરીદી છે. આ મિલકત 2 વર્ષથી બંધ હતી. સ્ટોક પાર્કની સામે અનેક ટેનિસ કોર્ટ છે. પહેલેથી જ તૈયાર સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે કંપની અહીં આવી પ્રવૃત્તિઓ શરૂ કરવા જઈ રહી છે.

Published On - 9:53 am, Sun, 7 November 21

Next Photo Gallery