Adani કરતાં TATA અને Reliance વધુ દેવામાં હોવાનો ખુલાસો, જાણો દેશની દિગ્ગ્જ કંપનીઓના દેવાના ચોંકાવનારા આંકડા

|

Mar 16, 2023 | 8:45 AM

Biggest borrower business house in India : વાની બાબતમાં અદાણી ગ્રુપ(Adani Group) ચોથા નંબરે છે. અદાણી ગ્રુપ પર માર્ચ 2022 સુધી લગભગ 2.25 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. જોકે, વિવાદમાં ફસાયા બાદ કંપનીએ તેનું ઘણું દેવું ભરપાઈ કરી દીધું છે.

Adani કરતાં TATA અને Reliance વધુ દેવામાં હોવાનો ખુલાસો, જાણો દેશની દિગ્ગ્જ કંપનીઓના દેવાના ચોંકાવનારા આંકડા

Follow us on

અદાણી ગ્રૂપ પરની લોન અંગે જાહેર કરાયેલા અહેવાલે ખળભળાટ મચાવી દીધો હતો. જોકે કદાચ હજુ પણ ઘણાને એ ખબર નથી કે દેવાના મામલે વિવાદમાં સપડાયેલ અદાણી ગ્રુપ એકમાત્ર જૂથ નથી જે  મોટી લોન તળે દબાયેલું છે પણ ટાટા ગ્રુપ અને રિલાયન્સ ગ્રુપ  અદાણી કરતા વધુ દેવાના બોજ તળે દબાયેલા છે. આ દાવો goodreturns ના એક અહેવાલમાં કરવામાં આવ્યો છે. જો આપણે દેશના ટોચના 10 બિઝનેસ ગ્રૂપની વાત કરીએ તો અદાણી ગ્રૂપ દેવાની બાબતમાં ચોથા નંબરે આવે છે. ટાટા, બજાજ અને રિલાયન્સ ગ્રુપ પર ગૌતમ અદાણીના બિઝનેસ ગ્રુપ કરતા વધુ દેવું છે. ટાટા પર સૌથી વધુ તો તેના પછી ક્રમે બજાજ ગ્રુપ છે. એટલું જ નહીં રિલાયન્સ ગ્રુપનું પણ ટોચના ત્રણ દેવા તળે દબાયેલા ગ્રુપમાં સામેલ છે.

ટાટા ઉપર 3.37 લાખ કરોડ રૂપિયાનું દેવું

ટાટા ગ્રુપ પર માર્ચ 2022 સુધી લગભગ 3.37 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આ દેવું ટાટા ગ્રુપની તમામ કંપનીઓનું સંયુક્ત દેવું છે. ટાટા ગ્રૂપની 100 થી વધુ કંપનીઓ છે જે મીઠાથી લઈને એરોપ્લેન સુધીના બિઝનેસમાં છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

દેવાના મામલે રિલાયન દેશની ત્રીજા ક્રમની કંપની

લોનના મામલામાં બજાજ ગ્રુપ નંબર 2 પર આવે છે. જો આપણે સમગ્ર બજાજ ગ્રુપ પર નજર કરીએ તો માર્ચ 2022 સુધી આ ગ્રુપ પર લગભગ 3.28 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આ કંપની મુખ્યત્વે ઓટોમોબાઈલ માર્કેટમાં મોટી પ્લેયર છે. રિલાયન્સ ગ્રુપ દેવાની બાબતમાં ત્રીજા નંબરે છે.આંકડા અનુસાર માર્ચ 2022 સુધી રિલાયન્સ ગ્રુપ પર લગભગ 3.22 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. રિલાયન્સ ગ્રૂપની અંદર ઘણા વર્ટિકલ્સ છે, જે અલગ-અલગ બિઝનેસમાં છે.

અદાણી ઉપર 2.25 લાખ કરોડ રૂપિયાનું દેવું

બીજી તરફ દેવાની બાબતમાં અદાણી ગ્રુપ ચોથા નંબરે છે. અદાણી ગ્રુપ પર માર્ચ 2022 સુધી લગભગ 2.25 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. જોકે, વિવાદમાં ફસાયા બાદ કંપનીએ તેનું ઘણું દેવું ભરપાઈ કરી દીધું છે. અદાણી ગ્રુપની લગભગ 1 ડઝન કંપનીઓ છે.અદાણી હાલમાં કપરા સમયમાંથી પસાર થઇ રહયા છે. ગ્રુપના શેર ફરી તૂટવા લાગ્યા છે.

જો આપણે દેવાની દ્રષ્ટિએ બિઝનેસ જૂથોને જોઈએ તો આદિત્ય બિરલા ગ્રુપ પાંચમા ક્રમે છે. આ જૂથ પર માર્ચ 2022 સુધી લગભગ 2.13 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. આ કંપની દેશ-વિદેશમાં અનેક વ્યવસાયોમાં છે.

Next Article