પેટીએમ પેમેન્ટ્સ બેંક પર RBI ની કડક કાર્યવાહી, નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ

|

Mar 11, 2022 | 7:28 PM

Paytm પેમેન્ટ્સ બેંકને તેની IT સિસ્ટમનું ઓડિટ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે, જેના માટે RBIએ IT ઓડિટ ફર્મની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો છે.

પેટીએમ પેમેન્ટ્સ બેંક પર RBI ની કડક કાર્યવાહી, નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ
Paytm Payments Bank (Symbolic Image)

Follow us on

પેટીએમ પેમેન્ટ્સ બેંક  (Paytm Payments Bank)  હાલમાં તેના પ્લેટફોર્મ પર કોઈપણ નવા ગ્રાહકોને ઉમેરી શકશે નહીં, કેટલાક ચિંતાજનક તથ્યો પ્રકાશમાં આવ્યા પછી રિઝર્વ બેંક (RBI) એ બેંકને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે, વિજય શેખર શર્માની પેટીએમ પેમેન્ટ્સ બેંકને તેની IT સિસ્ટમનું ઑડિટ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે, જેના માટે રિઝર્વ બેંકે IT ઑડિટ ફર્મની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો છે. પોતાના નિર્દેશોમાં, રિઝર્વ બેંકે કહ્યું કે પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા નવા ગ્રાહકોને ઉમેરવાની પરવાનગી રિઝર્વ બેંક દ્વારા આઇટી ઓડિટ કંપનીના અહેવાલની સમીક્ષા પછી જ આપવામાં આવશે. રિઝર્વ બેંકે કહ્યું કે બેંકને લઈને કેટલીક ચિંતાઓ સામે આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

શું છે મામલો ?

રિઝર્વ બેંકે કહ્યું છે કે પેટીએમ પેમેન્ટ બેંક પર આ પ્રતિબંધ સુપરવિઝન સંબંધિત ચિંતાઓ સામે આવ્યા બાદ લગાવવામાં આવ્યો છે. આ સાથે, રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ્સ બેંકને તેની સમગ્ર IT સિસ્ટમનું ઓડિટ કરવા કહ્યું છે. પેટીએમ પેમેન્ટ્સ બેંકને ગયા વર્ષે જ રિઝર્વ બેંક પાસેથી પરવાનગી મળી હતી અને તેને શેડ્યૂલ બેંકનો દરજ્જો મળ્યો હતો. બેંક 33 કરોડ પેટીએમ વોલેટ્સને સપોર્ટ કરે છે અને તેની મદદથી ગ્રાહકો 87 હજારથી વધુ ઓનલાઈન મર્ચન્ટ્સ અને 20 મિલિયનથી વધુ સ્ટોર્સમાં ટ્રાન્ઝેક્શન કરી શકે છે. બેંક વિવિધ પ્રકારના વ્યવહારો પર પ્રક્રિયા કરે છે જેમાં પેટીએમ વોલેટ, પેટીએમ ફાસ્ટેગ, નેટ બેન્કીંગ અને પેટીએમ યુપીઆઈનો સમાવેશ થાય છે. અગાઉ ડિસેમ્બર 2020 માં, તકનીકી સમસ્યાઓના કારણે, રિઝર્વ બેંકે HDFC બેંકને નવા ક્રેડિટ કાર્ડ જાહેર કરવા અને નવા ડિજિટલ ઉત્પાદનો શરૂ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

હાલના ગ્રાહકો પર શું અસર થશે

રિઝર્વ બેંકના આજના નિર્ણયમાં માત્ર નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે, , રિઝર્વ બેંકના આ નિર્ણયમાં, Paytm પેમેન્ટ્સ બેંકની કામગીરી, વ્યવહારો અને વર્તમાન ગ્રાહકોના ખાતાઓ અંગે કોઈ સૂચના અથવા સલાહ આપવામાં આવી નથી. એટલે કે, જો તમે Paytm પેમેન્ટ્સ બેંકના હાલના ગ્રાહક છો, તો આ નિર્દેશો તમને અસર કરશે નહીં. તમારા પૈસા, કરવામાં આવેલ ટ્રાન્ઝેક્શન અથવા હાલનું વોલેટ નવી માર્ગદર્શિકાના દાયરામાં આવતું નથી. એટલે કે, હાલમાં તમારે રિઝર્વ બેંકના નવીનતમ પગલા વિશે ચિંતા કરવાની જરૂર નથી.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

 

 

આ પણ વાંચો : Real Estate Sector : રિયલ એસ્ટેટમાં બદલાઇ રહ્યો છે ટ્રેન્ડ, જૂના પ્રોજેક્ટને બદલે નવા પ્રોજેક્ટ્સમાં ખરીદીમાં આવ્યો ઉછાળો

 

Published On - 5:58 pm, Fri, 11 March 22

Next Article