ભારતીય રિઝર્વ બેંક (RBI) એવું માને છે કે, ભારતની કુલ આર્થિક ગતિવિધિઓ બેંક ધિરાણમાં વધારો અને ગ્રાહક વિશ્વાસમાં સુધારો થવાને કારણે એકંદર આર્થિક પ્રવૃત્તિ મજબૂત બની રહી છે અને ઓમીક્રોન એક લહેરની બદલે અચાનક આવી ગયેલા પુરની જેમ રહેવાથી ભવિષ્યની સંભાવનાઓ સુધરી છે. સોમવારે જાહેર કરાયેલ આરબીઆઈના બુલેટિનમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ પર પ્રકાશિત થયેલા લેખ અનુસાર, કોરોના વાયરસના નવા સ્વરૂપ, ઓમિક્રોન સંબંધિત યુકે અને દક્ષિણ આફ્રિકાના ડેટા, તેને 66-80 ટકા ઓછો ઘાતક હોવાનું કહી રહ્યા છે, જેમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત પણ ઘટી રહી છે. આ સિવાય રસીકરણના મોરચે પણ ભારતની પ્રગતિ ખૂબ જ ઝડપી રહી છે.
આ મુજબ, ગ્રાહક અને વ્યવસાયિક વિશ્વાસમાં સુધારો અને બેંક ક્રેડિટમાં વધારો સાથે સંકલિત માગ સ્થિતિસ્થાપક રહી શકે છે. જ્યારે પુરવઠાના મોરચે રવિ વાવણી ગયા વર્ષના સ્તરને વટાવી ગઈ છે. લેખ મુજબ, ઉત્પાદન અને વિવિધ સેવા ક્ષેત્રોના વિસ્તરણ સાથે ભારતમાં એકંદર આર્થિક પ્રવૃત્તિ મજબૂત બની રહી છે, ઉપભોક્તા અને વ્યવસાયિક વિશ્વાસમાં વધારો થવાથી અને વિવિધ ઉચ્ચ તીવ્રતા સૂચકાંકોમાં સુધારા સાથે પરિસ્થિતિમાં પણ સુધારો થયો છે.
આરબીઆઈના બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે નજીકના ભવિષ્યમાં ઓમિક્રોન લહેરને બદલે ફ્લેશ ફ્લડ બનવાની શક્યતા વધી ગઈ છે. જો કે, સેન્ટ્રલ બેંકે સ્પષ્ટતા કરી છે કે લેખમાં વ્યક્ત કરાયેલા મંતવ્યો તેના લેખકોના છે અને તે તેની સત્તાવાર સ્થિતિને પ્રતિબિંબિત કરતા નથી.
તમને જણાવી દઈએ કે આ પહેલા ભારતીય રિઝર્વ બેંકે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરથી અર્થવ્યવસ્થા ધીરે ધીરે ગતિ પકડી રહી છે અને મજબૂત બની રહી છે, પરંતુ મોંઘવારીના વધતા દબાણ સાથે, કોરોના વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન એક મોટા પડકાર તરીકે ઉભરી આવ્યું છે.
રિપોર્ટની પ્રસ્તાવનામાં, રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે લખ્યું છે કે આ વર્ષે એપ્રિલ-મેમાં વિનાશક કોરોના વાયરસ મહામારીની બીજી લહેર પછી અર્થવ્યવસ્થા માટે વૃદ્ધિનો દૃષ્ટિકોણ ધીમે ધીમે સુધર્યો છે. પરંતુ વૈશ્વિક વિકાસ અને તાજેતરમાં જાહેર થયેલા વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનને કારણે અર્થતંત્ર સામે એક પડકાર ઉભો થયો છે. તેમણે કહ્યું કે મજબૂત અને ટકાઉ રિકવરી ખાનગી રોકાણ અને ખાનગી વપરાશમાં વધારો પર આધારિત છે. પરંતુ કમનસીબે તે બંને હજુ પણ મહામારીના પૂર્વ સ્તરથી નીચે છે.