RBI એ કાર્ડ ટોકનાઇઝેશન માટે સમયમર્યાદા લંબાવી, હવે 30 જૂન-2022 થી નિયમો બદલાશે, જાણો સંપૂર્ણ વિગતો

|

Dec 23, 2021 | 11:02 PM

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ કાર્ડ ટોકનાઇઝેશન માટેની અંતિમ તારીખ 30 જૂન, 2022 સુધી લંબાવી છે. સેન્ટ્રલ બેંકે તમામ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોને મોકલેલા તેના પરિપત્રમાં જણાવ્યું હતું કે CoF ડેટા સ્ટોર કરવાની સમય મર્યાદા છ મહિના માટે લંબાવવામાં આવી રહી છે.

RBI એ કાર્ડ ટોકનાઇઝેશન માટે સમયમર્યાદા લંબાવી, હવે 30 જૂન-2022 થી નિયમો બદલાશે, જાણો સંપૂર્ણ વિગતો
The Reserve Bank of India (RBI) has extended the deadline for card tokenization till June 30, 2022.

Follow us on

RBI Card Tokenization: ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India – RBI) એ કાર્ડ ટોકનાઇઝેશન માટેની અંતિમ તારીખ 30 જૂન, 2022 સુધી લંબાવી છે. સેન્ટ્રલ બેંકે તમામ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો (payment system operators) ને મોકલેલા તેના પરિપત્રમાં જણાવ્યું હતું કે CoF ડેટા સ્ટોર કરવાની સમય મર્યાદા છ મહિના માટે લંબાવવામાં આવી રહી છે. તે પછી, આવા ડેટાને કાઢી નાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ નિયમો ઓનલાઈન શોપિંગને સેફ અને સિક્યોર બનાવવા માટે બનાવવામાં આવ્યા છે. સપ્ટેમ્બરમાં આરબીઆઈએ કોઈપણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનલાઈન વ્યવહાર કરતા ગ્રાહકો માટે નવી માર્ગદર્શિકા (new guidelines) જાહેર કરી હતી.

RBIના નવા નિયમો શું કહે છે?

નવા નિયમો અનુસાર, ગ્રાહકોએ દર વખતે કોઈપણ વેબસાઈટ પરથી ચેકઆઉટ પર તેમના ડેબિટ અને ક્રેડિટ કાર્ડની વિગતો દાખલ કરવી પડશે. કારણ કે તેમના કાર્ડની વિગતો હવે આ પ્લેટફોર્મ્સ પર સેવ કરવામાં આવશે નહીં. જો કે, આવી સ્થિતિમાં, દરેક ટ્રાન્ઝેક્શનમાં કાર્ડની વિગતો ઉમેરવાની ઝંઝટથી બચવાનો માર્ગ ટોકન્સ દ્વારા ઉકેલવામાં આવશે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

ટોકનાઇઝેશન એ તમારા કાર્ડની વિગતો માટે એક યુનિક અલ્ગોરિધમ-જનરેટેડ કોડ અથવા ટોકન છે. ટોકન ગ્રાહકોને કાર્ડની વિગતો જાહેર કર્યા વિના આ પ્લેટફોર્મ પર સરળતાથી ચુકવણી કરવાની મંજૂરી આપશે.

આ હેઠળ, ગ્રાહકો 30 જૂન, 2022 થી એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વિગી, ઝોમેટો અથવા અન્ય કોઈપણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કાર્ડની વિગતો સેવ કરી શકશે નહીં. ઓનલાઈન વ્યવહાર કરવા માટે, જ્યારે પણ ઓર્ડર આપવામાં આવે ત્યારે ગ્રાહકોએ તેમના કાર્ડની વિગતો દાખલ કરવાની જરૂર છે. દરેક ઓર્ડરમાં કાર્ડની વિગતો દાખલ કરવાની ઝંઝટને ટાળવા માટે, ગ્રાહકો તેમના કાર્ડને ટોકનાઇઝ કરી શકે છે.

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા કાર્ડને ટોકનાઇઝ કરવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મને સંમતિ આપવાની જરૂર પડશે. એકવાર તમે મંજૂરી આપી દો, પછી ઈ-કોમર્સ પ્લેટફોર્મ કાર્ડ નેટવર્કને એડિશનલ ફેક્ટર ઓથેંટિકેશનની સાથે ડીટેલ્સ એન્ક્રિપ્ટ કરવામાં કહેવામાં આવશે.

એકવાર ઈ-કોમર્સ પ્લેટફોર્મને એનક્રિપ્ટેડ વિગતો પ્રાપ્ત થઈ જાય, પછી તે ગ્રાહક પોતાના આગામી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે તે કાર્ડને સ્ટોર કરવામાં સક્ષમ થશે. તે નોંધવું જોઈએ કે અત્યાર સુધી, માત્ર માસ્ટરકાર્ડ અને વિઝા કાર્ડને ટોકનાઇઝ કરી શકાય છે. આરબીઆઈની નવી માર્ગદર્શિકા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બંને માટે લાગુ થવી જોઈએ.

આ પણ વાંચો :  Maharashtra: આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપનારની બેંગ્લોરમાંથી ધરપકડ, પોતાને ગણાવી રહ્યો છે સુશાંત સિંહ રાજપૂતનો ફેન

Next Article