રિલાયન્સ ઉત્તર અમેરિકામાં શેલ ગેસ બિઝનેસમાંથી બહાર નીકળશે, જાણો કેમ લેવાયો નિર્ણય

|

Nov 09, 2021 | 7:55 AM

રિલાયન્સ ઇગલફોર્ડ અપસ્ટ્રીમ હોલ્ડિંગ, LP RILની સંપૂર્ણ માલિકીની સ્ટેપ-ડાઉન પેટાકંપની છે. તેણે Ensign Operating III LLC સાથે કરારો પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે.

રિલાયન્સ ઉત્તર અમેરિકામાં શેલ ગેસ બિઝનેસમાંથી બહાર નીકળશે, જાણો કેમ લેવાયો નિર્ણય
Mukesh Ambani , Chairman - RIL

Follow us on

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ ઇગલફોર્ડની શેલ ગેસ(shale gas) એસેટ્સમાં તેનો હિસ્સો વેચવા માટે સંમત થયા છે. આ સાથે કંપની અમેરિકામાં શેલ ગેસ બિઝનેસમાંથી બહાર નીકળી ગઈ છે. જોકે, આ ડીલની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. ઇગલફોર્ડ અપસ્ટ્રીમ એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની પેટાકંપની છે. રિપોર્ટ અનુસાર શેલ ગેસ એસેટ્સ વેચવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. RILની પેટાકંપની REUHLP ઉત્તર અમેરિકામાં શેલ ગેસ બિઝનેસમાંથી બહાર નીકળી જશે.

રિલાયન્સે 2010 અને 2013 ની વચ્ચે શેવરોન, પાયોનિયર નેચરલ રિસોર્સિસ અને કેરિઝો ઓઈલ એન્ડ ગેસ સાથે ત્રણ અપસ્ટ્રીમ એક્સ્પ્લોરેશન સંયુક્ત સાહસો અને પાયોનિયર સાથે મિડસ્ટ્રીમ સંયુક્ત સાહસોમાં હિસ્સો ખરીદ્યો હતો તેમ પીટીઆઈએ એક અહેવાલમાં લખ્યું હતું. મિડસ્ટ્રીમ હાઇડ્રોકાર્બનની પ્રોસેસિંગ, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન અને માર્કેટિંગની દેખરેખ રાખે છે.

કરાર શું થયો છે ?
રિલાયન્સ ઇગલફોર્ડ અપસ્ટ્રીમ હોલ્ડિંગ, LP RILની સંપૂર્ણ માલિકીની સ્ટેપ-ડાઉન પેટાકંપની છે. તેણે Ensign Operating III LLC સાથે કરારો પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. Ensign ઓપરેટિંગ એ ડેલવેર લિમિટેડ લાયબિલિટી કંપની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ ઇગલફોર્ડની શેલ ગેસ એસેટ્સમાં તેનો હિસ્સો વેચવા માટે સંમત થયા છે. ટેક્સાસ, યુએસએ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ સોદા સાથે રિલાયન્સે તેની તમામ શેલ ગેસ એસેટ્સ વેચી દીધી છે અને ઉત્તર અમેરિકામાં શેલ ગેસ બિઝનેસમાંથી બહાર નીકળી ગઈ છે તેમ એક નિવેદનમાં જણાવાયું છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

એગ્રીમેન્ટમાં હસ્તાક્ષર થયા
5 નવેમ્બર 2021ના રોજ આ વેચાણ માટે REUHLP અને EnSign વચ્ચે ખરીદ-વેચાણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે એમ નિવેદનમાં જણાવાયું છે. મિલકતના કારણે કેરિંગ વેલ્યુ કરતાં વેચાણ વધુ છે. રિલાયન્સે 2017માં તેનો પ્રથમ શેલ ગેસ બિઝનેસ નોર્થઈસ્ટ અને સેન્ટ્રલ પેન્સિલવેનિયામાં માર્સેલસ શેલ 126 મિલિયન ડોલરમાં વેચ્યો હતો. તેણે 2010માં 392 મિલિયન ડોલરમાં મિલકતમાં 60 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

શેલ ગેસનો વ્યવસાય
જૂન 2015 માં, કંપનીએ યુએસમાં પાયોનિયર નેચરલ રિસોર્સિસ સાથેનું તેનું ઇગલફોર્ડ મિડસ્ટ્રીમ સંયુક્ત સાહસ 1 અબજ ડોલરમાં વેચ્યું હતું. રિલાયન્સે ઇગલફોર્ડમાં 49.9 ટકા હિસ્સો ખરીદવા માટે 46 મિલિયન ડોલર ખર્ચ્યા અને 208 મિલિયન ડોલરનું રોકાણ કર્યું. આ વર્ષે ફેબ્રુઆરીમાં તે 250 મિલિયન ડોલરમાં દક્ષિણપશ્ચિમ પેન્સિલવેનિયામાં માર્સેલસ શેલ ગેસ એસેટને અમુક અપસ્ટ્રીમ એસેટ્સમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચવા સંમત થયા હતા.

રિલાયન્સ 2014 સુધી શેલ ગેસ પર ખૂબ જ ઉત્સાહિત હતી પરંતુ 2014ના અંતમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઘટાડાથી વેલ્યુએશન પર અસર પડી હતી. શેલ ગેસ બ્લોક્સને પરંપરાગત તેલ અને ગેસ બ્લોક્સ કરતાં વધુ નુકસાન થયું છે કારણ કે જ્યારે કિંમતો ચોક્કસ સ્તરથી ઉપર હોય ત્યારે જ તે આર્થિક રીતે નફાકારક હોય છે.

આ પણ વાંચો :  Share Market : શેરબજારના રોકાણકારો માટે અગત્યના સમાચાર, 25 ફેબ્રુઆરીથી લાગુ પડી રહ્યો છે મોટો ફેરફાર, જાણો વિગતવાર

આ પણ વાંચો : Petrol Diesel Price Today: ગુજરાતમાં આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલની શું છે કિંમત? જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ અહેવાલમાં

Next Article