દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries) ગ્રીન એનર્જીના બિઝનેસ(Green Energy Business)માં પ્રવેશ કરવા જય રહી છે. આ માટે રિલાયન્સ ન્યુ એનર્જી સોલર (Reliance New Energy Solar) અને રિલાયન્સ ન્યૂ સોલર એનર્જી(Reliance New Solar Energy) એમ બે કંપનીઓ બનાવવામાં આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી(Mukesh Ambani)ના નાના પુત્ર અનંત અંબાણી(Anant Ambani) ને આ બંને કંપનીમાં ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. રિલાયન્સે 24 જૂને તેના AGM દરમ્યાન ગ્રીન એનર્જી બિઝનેસમાં પ્રવેશવાની ઘોષણા કરી હતી.
26 વર્ષીય અનંતને ફેબ્રુઆરીમાં રિલાયન્સ ઓ 2 સી(Reliance O2C)નો ડિરેક્ટર બનાવવામાં આવ્યો હતો. આ કંપની સાઉદી અરેબિયાની વિશાળ તેલ કંપની સાઉદી અરામકોના રોકાણકાર તરીકે જોડાઈ શકે છે. એક વર્ષ પહેલા અનંતને જિઓ પ્લેટફોર્મના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનો ભાઈ આકાશ અને બહેન ઇશા છે.
ઉત્તરાધિકાર યોજના
64 વર્ષના મુકેશ અંબાણીએ હજી સુધી પોતાના અનુગામીની યોજના જાહેર કરી નથી. આ કારણ છે કે રોકાણકારો સમુદાયમાં સવાલો ઉભા થઈ રહ્યા છે કે મુકેશ અંબાણી પછી કંપનીની કમાન કોણ સંભાળશે? વર્ષ 2002 માં રિલાયન્સના સ્થાપક ધીરુભાઇ અંબાણીના અવસાન પછી મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચેના ઉત્તરાધિકારને લઈને વિવાદ થયો હતો. ધીરુભાઈએ વસિયત બનાવી ન હતી જેના કારણે કંપનીના બિઝનેસમાં ભાગલા પાડવા પડ્યા હતા. મુકેશ અંબાણીને ઓઇલ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સનો વ્યવસાય મળ્યો જ્યારે અનિલ અંબાણીને એનર્જી, ફાઇનાન્સ અને ટેલિકોમ બિઝનેસ મળ્યો હતો
જિયો પ્લેટફોર્મ સિવાય 29 વર્ષીય ટવીન્સ ઇશા અને આકાશ પણ રિલાયન્સ રિટેલ વેંચર્સના બોર્ડમાં છે. જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેંચર્સમાં અબજો ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. ગૂગલ, ફેસબુક, સિલ્વર લેક અને સાઉદી અરેબિયાના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડએ આમાં રોકાણ કર્યું છે.
ગ્રીન એનર્જી માટે 7 કંપનીઓ
અનંતની બોર્ડમાં નિમણૂક થતાં મુકેશ અંબાણીના ત્રણેય બાળકો હવે રિલાયન્સના મુખ્ય વ્યવસાયમાં પ્રવેશ્યા છે. તાજેતરમાં કંપનીના રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સને અલગ યુનિટ રિલાયન્સ O 2 Cમાં અલગ કરવામાં આવ્યા છે. RIL હવે ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ જેવી થઈ ગઈ છે. રિલાયન્સ હવે જિઓ પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેંચર્સના IPO માટેની તૈયારી પણ કરી રહ્યું છે.
ક્લીન એનર્જી પાછળ 75000 કરોડનું રોકાણ કરાશે
રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર અને રિલાયન્સ ન્યૂ સોલર એનર્જી ઉપરાંત RILએ ગ્રીન એનર્જી માટે વધુ 5 કંપનીઓની રચના કરી છે. આમાં રિલાયન્સ ન્યૂ એનર્જી સ્ટોરેજ, રિલાયન્સ સોલર પ્રોજેક્ટ્સ, રિલાયન્સ સ્ટોરેજ, રિલાયન્સ ન્યૂ એનર્જી કાર્બન ફાઈબર અને રિલાયન્સ એનર્જી હાઇડ્રોજન ઇલેક્ટ્રોલિસિસ નો સમાવેશ થાય છે. આ તમામ સાત કંપનીઓમાં 3-3 ડિરેક્ટર છે. શંકર નટરાજન આ તમામ કંપનીઓમાં ડિરેક્ટર છે. ગયા મહિને AGMમાં, મુકેશ અંબાણીએ કહ્યું હતું કે RIL આગામી કેટલાક વર્ષમાં ક્લીન એનર્જી પર 75000 કરોડનું રોકાણ કરશે.