One Reliance Family : રિલાયન્સ કોરોના મૃતક કર્મચારીઓના પરિવારજનોને પાંચ વર્ષ સુધી પગાર સહિત અન્ય લાભો આપશે

|

Jun 03, 2021 | 8:19 PM

One Reliance Family : રિલાયન્સ વન ફેમીલીનું વચન પૂર્ણ કરતા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Neeta Ambani) એ કોરોના મૃતક કર્મચારીઓના પરિવારજનો માટે સહાયની મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.

One Reliance Family : રિલાયન્સ  કોરોના મૃતક કર્મચારીઓના પરિવારજનોને પાંચ વર્ષ સુધી પગાર સહિત અન્ય લાભો આપશે
FILE PHOTO

Follow us on

One Reliance Family : રિલાયન્સ વન ફેમીલીનું વચન પૂર્ણ કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Neeta Ambani) એ કોરોના મૃતક કર્મચારીઓના પરિવારજનો માટે સહાયની મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવનારા તેના કર્મચારીઓના પરિવારને આગામી પાંચ વર્ષ માટે માસિક પગાર આપવા સહીતની સહાયની અન્ય જાહેરાત કરી છે.

10 લાખની સહાય સાથે પાંચ વર્ષ સુધી પગાર
રિલાયંસ વન ફેમીલી (One Reliance Family) નું વચન પૂર્ણ કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવનારા તેના કર્મચારીઓના પરિવારોને આગામી પાંચ વર્ષ માટે માસિક પગાર ચૂકવવાની જાહેરાત કરી છે. કર્મચારીના મૃત્યુના સમયે જે પગાર હશે એ જ પગાર પંચ વર્ષ સુધી તેના પરિવારને આપવામાં આવશે. આ ઉપરાંત કંપની પીડિત પરિવારને 10 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય પણ કરશે.

બાળકોના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ આપશે
આ ઉપરાંત રિલાયંસ વન ફેમીલી (One Reliance Family) નું વચન પૂર્ણ કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓના બાળકો માટે ભારતની કોઈપણ સંસ્થામાં ગ્રેજ્યુએશન ડિગ્રી સુધીની શિક્ષણ ફી, છાત્રાલયનો ખર્ચ અને અને પુસ્તકોના ખર્ચની 100% ચુકવણી કરશે. આ ઉપરાંત, રિલાયન્સ મૃતકના પરિવારના બાળકના સ્નાતક થવા સુધી મૃતકના જીવનસાથી, માતાપિતા અને બાળકો માટે હોસ્પિટલમાં સારવાર માટેનો 100% ખર્ચ પણ વહન કરશે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

કર્મચારીઓને કોવિડ લિવ અપાશે
આ સિવાય રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ જે કર્મચારીઓ કોરોના સંક્રમિત છે અથવા તેમના પરિવારના કોઈ સભ્ય કોરોના સંક્રમિત છે, તેવા કર્મચારીઓ તેમના શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ થાય ત્યાં સુધી કોવિડ-19 રજા લઈ શકે છે. નોંધનીય છે કે, આ કોવિડ લિવ નીતિથી રિલાયન્સ કર્મચારીઓ સંપૂર્ણ સ્વસ્થ થવામાં અથવા તેમના કોરોના પોઝિટિવ કુટુંબના સભ્યોની સંભાળ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

ઓફ રોલ કર્મચારીઓને 10 લાખની સહાય
રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation) ના અધ્યક્ષ નીતા અંબાણીએ 2 જૂને કહ્યું હતું કે કંપની કોરોનાને કારણે મૃત્યુ પામેલા તમામ ઓફ રોલ કર્મચારીઓના શોક સંતપ્ત પરિવારને 10 લાખની સહાય આપશે.

Published On - 7:51 pm, Thu, 3 June 21

Next Article