REIT IPO: બ્રુકફિલ્ડ ઇન્ડિયા રીઅલ એસ્ટેટ ટ્રસ્ટમાં આવી રોકાણની તક, જાણો શું છે REIT IPO

આજથી બ્રુકફિલ્ડ ઈન્ડિયા રીઅલ એસ્ટેટ ટ્રસ્ટ(Brookfield India Real Estate Trust)નો IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. IPO પહેલા પણ કંપનીએ 39 એન્કર રોકાણકારો પાસેથી 1710 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે.

REIT IPO: બ્રુકફિલ્ડ ઇન્ડિયા રીઅલ એસ્ટેટ ટ્રસ્ટમાં આવી રોકાણની તક, જાણો શું છે REIT IPO
Brookfield India Real Estate Trust - REIT IPO
| Edited By: | Updated on: Feb 03, 2021 | 5:20 PM

આજથી બ્રુકફિલ્ડ ઈન્ડિયા રીઅલ એસ્ટેટ ટ્રસ્ટ(Brookfield India Real Estate Trust)નો IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. IPO પહેલા પણ કંપનીએ 39 એન્કર રોકાણકારો પાસેથી 1710 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. આ IPO દ્વારા કંપની આશરે 3800 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે. આઈપીઓ 5 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. બ્રૂકફિલ્ડ ઇન્ડિયા કેનેડાની બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ ઇન્ક( Brookfield Asset Management Inc)ની માલિકીની એક કંપની છે.

ત્રીજો REIT IPO
કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સને 275 રૂપિયાના ભાવે 6,21,80,800 શેર ફાળવ્યા છે. બ્રૂકફિલ્ડ ઇન્ડિયા REITનો આ IPO કોઈ પણ રીઅલ એસ્ટેટ ટ્રસ્ટ દ્વારા ભારતમાં લોન્ચ કરવામાં આવતો ત્રીજો REIT IPOછે. આ પહેલા 2020 માં માઇન્ડસ્પેસ બિઝનેસ પાર્ક REITનો IPO હતો અને તે પહેલા એમ્બેસી ઓફિસ પાર્ક પણ REITનો IPO લોન્ચ કરવામાં આવ્યો હતો.

IPO અંગેની મહત્વની માહિતી
બ્રૂકફિલ્ડ ઈન્ડિયાએ આ REIT IPO ની કિંમત શેર દીઠ 274-275 રૂપિયા રાખી છે. તેનો લોટ સાઇઝ 200 શેર છે. રોકાણકારોએ ઓછામાં ઓછું 55,000 રૂપિયા રોકાણ કરવું પડશે. બ્રૂકફિલ્ડ ઇન્ડિયાએ આ IPO માટે તેના મુખ્ય મેનેજર તરીકે બેંક ઓફ અમેરિકા, સિટીગ્રુપ અને મોર્ગન સ્ટેનલીની નિમણૂક કરી છે.

REIT IPO શું છે?
REIT એટલે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (Real Estate Investment Trust) એ એવી કંપની છે જે સ્થાવર મિલકત સંપત્તિમાં રોકાણ કરવાની તક આપે છે. આ રોકાણ બાદ મિલકત અથવા પ્રોજેક્ટમાંથી કોઈ આવક થાય છે ત્યારે શેરધારકોની પણ તેમાં હિસ્સો છે.