ટૂંક સમયમાં સ્થાનિક ચલણ તેના ડિજિટલ અવતારમાં લોન્ચ થઈ શકે છે. વાસ્તવમાં, રિઝર્વ બેંકે (RBI) આજે માહિતી આપી છે કે તે ઈ-રૂપિયા પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, આ પાયલોટ પ્રોજેક્ટમાં ઈ-રૂપિયાનો ઉપયોગ માત્ર ખાસ પરિસ્થિતિઓ માટે કરવામાં આવશે. આ સાથે, રિઝર્વ બેંકે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (RBI Digital Currency) પર એક કન્સેપ્ટ નોટ પણ બહાર પાડી છે. આ નોટનો હેતુ લોકોમાં ડિજિટલ કરન્સી અને ખાસ કરીને ડિજિટલ રૂપિયાની વિશેષતાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. જેથી આવનારા સમયમાં ડિજિટલ કરન્સીનો ઉપયોગ સુનિશ્ચિત કરી શકાય.
ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે કહ્યું કે તે ટૂંક સમયમાં પ્રાયોગિક ધોરણે વિશિષ્ટ ઉપયોગ માટે ઈ-રૂપિયા લોન્ચ કરશે. કેન્દ્રીય બેંક ભારતમાં ડિજિટલ કરન્સીનું પરીક્ષણ કરી રહી છે. આરબીઆઈએ ‘સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી’ (સીબીડીસી) પર એક કન્સેપ્ટ નોટમાં જણાવ્યું હતું કે પ્રાયોગિક ધોરણે આ પ્રકારની ઓફરિંગની શ્રેણી અને અવકાશના વિસ્તરણ સાથે, ઈ-રૂપિયાની વિશિષ્ટ વિશેષતાઓ અને લાભો વિશે માહિતી આપવામાં આવશે.
કન્સેપ્ટ નોટ ડિજિટલ ચલણની તકનીક અને ડિઝાઇન વિકલ્પો, ડિજિટલ ચલણના સંભવિત ઉપયોગો અને ડિજિટલ ચલણની જાહેર કરવાની પદ્ધતિ જેવા મુખ્ય મુદ્દાઓની પણ ચર્ચા કરે છે. તે બેંકિંગ સિસ્ટમ, નાણાકીય નીતિ અને નાણાકીય સ્થિરતા પર CBDC ની રજૂઆતની અસરોની તપાસ કરે છે. આ ઉપરાંત, ગોપનીયતાના મુદ્દાઓનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
RBIએ રેપો રેટ 50 બેસિસ પોઈન્ટ વધારીને 5.9% કર્યો છે. RBI એ બે મોટા આંચકા આપ્યા છે. એમપીસીએ ફુગાવાના દબાણને ડામવા માટે મે મહિનાથી પોલિસી રેપો રેટમાં 140 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બજારની અપેક્ષાઓને અનુરૂપ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 30 સપ્ટેમ્બરે સતત ઊંચા ફુગાવા સામેની તેની લડાઈને વેગ આપતા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી દીધી છે. રેપો એ દર છે કે જેના પર કેન્દ્રીય બેંક બેંકોને ટૂંકા ગાળા માટે ભંડોળ આપે છે. નવીનતમ દર વધારા સાથે, રેપો રેટ હવે 5.9% છે.
Published On - 5:28 pm, Fri, 7 October 22