RBI એ દેશની આ અગ્રણી ખાનગી બેન્ક સામે દંડાત્મક કાર્યવાહી કરી ! શું ગ્રાહકો ઉપર પડશે કોઈ અસર ? જાણો અહેવાલમાં

|

Sep 02, 2021 | 7:53 AM

ફેબ્રુઆરી 2020 અને માર્ચ 2020 ની વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)એ એક્સિસ બેંક(Axis Bank )ના કસ્ટમર એકાઉન્ટની તપાસ કરી જેમાં આ ભૂલ મળી છે. આરબીઆઈએ કહ્યું કે તેને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે એક્સિસ બેંક આ બાબતમાં નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં નિષ્ફળ રહી છે.

સમાચાર સાંભળો
RBI એ દેશની આ અગ્રણી ખાનગી બેન્ક સામે દંડાત્મક કાર્યવાહી કરી ! શું ગ્રાહકો ઉપર પડશે કોઈ અસર ? જાણો અહેવાલમાં
Axis Bank

Follow us on

નિયમોની અવગણના કરવા બદલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ખાનગી ક્ષેત્રની બેંક અગ્રણી બેન્ક એક્સિસ બેન્ક(Axis Bank )ને 25 લાખનો દંડ ફટકાર્યો છે. મળતી માહિતી અનુસાર એક્સિસ બેંકે KYC જોગવાઈની અવગણના કરી છે જેના કારણે સેન્ટ્રલ બેંકે આ દંડ લગાવ્યો છે. રિઝર્વ બેંકનું KYC નિર્દેશ વર્ષ 2016 માં આવ્યું હતું.

ફેબ્રુઆરી 2020 અને માર્ચ 2020 ની વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)એ એક્સિસ બેંક(Axis Bank )ના કસ્ટમર એકાઉન્ટની તપાસ કરી જેમાં આ ભૂલ મળી છે. આરબીઆઈએ કહ્યું કે તેને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે એક્સિસ બેંક આ બાબતમાં નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં નિષ્ફળ રહી છે. આ અંગે પહેલા બેંકને નોટિસ પાઠવીને માહિતી માંગવામાં આવી હતી અને તેના જવાબને ધ્યાનમાં લીધા બાદ આરબીઆઈએ દંડ ફટકાર્યો છે.

સહકારી બેંકને દંડ ફટકારવામાં આવ્યો હતો
આ અગાઉ રિઝર્વ બેંકે હિમાચલના સોલન સ્થિત ભગત અર્બન કો-ઓપરેટિવ બેંકને NPA વર્ગીકરણ સાથે સંબંધિત ધોરણો સહિતના અમુક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 15 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ઓગસ્ટમાં જ રિઝર્વ બેંકે ‘ડિપોઝિટર્સ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ’ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ધનલક્ષ્મી બેંક પર રૂ. 27.5 લાખનો દંડ ફટકાર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 08-01-2025
એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો

પ્રાથમિક સહકારી બેંકને દંડ
આ સિવાય કેન્દ્રીય બેંકે ગોરખપુર સ્થિત મલ્ટી-સ્ટેટ પ્રાઇમરી કોઓપરેટિવ બેન્ક ઓફ નોર્થઇસ્ટ (NE) અને મિડલ ઇસ્ટર્ન (EC) રેલવે કર્મચારીઓને અમુક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

એક્સિસ બેંક FD પર વિશેષ લાભો આપી રહી છે
FD માં રોકાણ કરવા માંગતા લોકો માટે એક્સિસ બેંક ખાસ ઓફર લઈને આવી છે. જો તમે પણ FD માં રોકાણ કરવા માંગો છો અને થોડા સમય માટે રોકાણ કરવાનું પસંદ કરો છો તો તમારા માટે એક સારી ઓફર છે. બેંક દ્વારા ટૂંકા ગાળાની FD પર ઓફર કરવામાં આવી છે. બેંક દ્વારા ગ્રાહકોને મેઈલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જે ગ્રાહકો પાસે 24 મહિનાથી 30 મહિનાના સમયગાળા માટે FD છે તેમને 5.50 ટકા રિટર્ન આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળાના રોકાણમાં આ ખૂબ સારું ઇંટ્રેસ્ટ છે.

આ પણ વાંચો : IPO : આ ગુજરાતી કંપની સહીત બે IPO લાવ્યા છે કમાણી માટેની તક, જાણો કંપની વિશે વિગતવાર

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today : દેશના આ શહેરમાં પેટ્રોલના ભાવ ફરી 100 રૂપિયા નીચે પહોંચ્યા, જાણો તમારા શહેરમાં શું છે આજે પેટ્રોલ – ડીઝલની કિંમત

 

Next Article