RBIએ SBI સહિત 14 બેંકો સામે દંડાત્મક કાર્યવાહી કરી, જાણો કેમ ફટકારાયો દંડ

|

Jul 08, 2021 | 8:27 AM

આ બેંકો ઉપર 50 લાખ રૂપિયાથી લઈને 2 કરોડ સુધીની પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ 14 બેંકોમાં જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો, વિદેશી બેંકો, સહકારી બેંકો અને એક નાની ફાઇનાન્સ બેંક સામેલ છે.

RBIએ SBI સહિત 14 બેંકો સામે દંડાત્મક કાર્યવાહી કરી, જાણો કેમ ફટકારાયો દંડ
Reserve Bank of India

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ બુધવારે બંધન બેંક, બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સહિત 14 બેન્કોને વિવિધ નિયમોના ભંગ બદલ દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ એક નિવેદનમાં આ માહિતી આપી છેકે આ 14 બેંકોમાં જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો, વિદેશી બેંકો, સહકારી બેંકો અને એક નાની ફાઇનાન્સ બેંક સામેલ છે.

આ બેંકો ઉપર 50 લાખ રૂપિયાથી લઈને 2 કરોડ સુધીની પેનલ્ટી ફટકારવામાં આવી છે. આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “બેંકો દ્વારા જે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તેમાં NBFCને ધિરાણ આપવાના અને NBFCના બેંક ધિરાણથી સંબંધિત નિયમોનું ઉલ્લંઘન સામેલ છે.”

સાગમટે દંડ ફટકારાયાની પેહલી ઘટના
આ પહેલીવાર છે જ્યારે એકસાથે RBIએ આટલી બધી બેંકો પર પેનલ્ટી લગાવી છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે ” બેંકોમાં લાર્જ કોમન એક્સપોઝર ની સેન્ટ્રલ રિપોઝીટરી , સેંટ્રલ સિપોઝીટરી ઓફ ઇન્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટ્સ (CRIL)ની રોપોર્ટિંગ,સ્મોલ ફાઇનાન્સ બેન્કની ઓપરેટિંગ ગાઈડલન્સ સાથે જોડાયેલ નિયમોની બેન્કોએ અનદેખી કરી છે ” આ સાથે, બેન્કોએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 19 (2) અને 20 (1) નું ઉલ્લંઘન કર્યું છે.

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ

RBIએ જે અન્ય બેંકો પર દંડ ફટકાર્યો છે તેમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ક્રેડિટ સુઇસ, ઇન્ડિયન બેંક, ઈન્ડસઇન્ડ બેંક, કર્ણાટક બેંક, કરુર વૈશ્ય બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, સાઉથ ઇન્ડિયન બેંક, જેએન્ડકે બેંક અને ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સનો સમાવેશ થાય છે.

અન્ય એક મામલામાં HDFC ને NHB એ લાખોનો દંડ ફટકાર્યો
નેશનલ હાઉસિંગ બેંક (NHB) એ કેટલાક ધોરણોનું પાલન ન કરવા બદલ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (HDFC) પર 4.75 લાખનો દંડ ફટકાર્યો છે. દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસીએ જ આ માહિતી આપી હતી. મંગળવારે બેંક તરફથી એક નિયમનકારી ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે “આપને જણાવવાનું છે કે NHBએ 5 જુલાઈ, 2021 ના ​​રોજ તકનીકી અનુપાલન માટે કોર્પોરેશન પર રૂ 4,75,000 નો નાણાકીય દંડ ફટકાર્યો છે.”

Next Article