જો તમે લોન લેવા જઈ રહ્યા છો અથવા લોન લેવાની તૈયારી કરી રહ્યા છો તો રતમારા માટે આ અહેવાલ અગત્યનો છે. આજથી એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. રિઝર્વ બેંક રેપો રેટ (Repo Rate)માં વધારો કરી શકે છે. રેપો રેટ વધવાથી તમારી લોન મોંઘી થશે. નવી લોન લેવી મોંઘી થશે સાથે જ જૂની લોન પાર બોજ પણ અગાઉની સરખામણીએ વધશેએટલેકે તમારી EMI વધશે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. રિઝર્વ બેંકની MPC બેઠક ચાલી રહી છે જેમાં રેપો રેટ વધારવાનો નિર્ણયઆજે 30 સપ્ટેમ્બરે આવશે.
આજે સવારે 10 વાગે તમે RBI ની સત્તાવાર youtube ચેનલ દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ(RBI Governor Shaktikanta Das)નું નિવેદન Live નિહાળી શકશો. આ અંગે RBI ટ્વીટ કરી માહિતી પુરી પાડી છે.
Watch out for the Monetary Policy statement of RBI Governor @DasShaktikanta at 10:00 am on Sept 30, 2022
YouTube: https://t.co/GUi4Rs31ULPost policy press conference telecast at 12:00 noon on same day
YouTube: https://t.co/xroKJGE4q9#rbipolicy #rbigovernor #monetarypolicy— ReserveBankOfIndia (@RBI) September 29, 2022
નિષ્ણાતો શું કહે છે?
ન્યૂઝ એજન્સી રોયટર્સે અર્થશાસ્ત્રીઓ વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં જણાવ્યું છે કે આ વખતે પણ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે. જોકે, મોટાભાગના નિષ્ણાતોએ 35 થી 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો જણાવ્યું છે. તે જ સમયે એવો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે કે ડિસેમ્બરમાં યોજાનારી MPCની બેઠકમાં ફરી એકવાર વ્યાજ દરો વધારવાનો અવકાશ હશે પરંતુ તે પછી RBI વિરામ લઇ શકે છે.
આ નાણાકીય વર્ષમાં આ ચોથો વધારો હશે.ડોલરની મજબૂતી અને ફુગાવાના વધારાને કારણે મોટાભાગના નિષ્ણાતો રેપો રેટમાં વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. ઓગસ્ટમાં રિટેલ ફુગાવો 7 ટકા રહ્યો છે, જેને નિયંત્રિત કરવા માટે આરબીઆઈ રેપો રેટમાં 35 થી 50 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. દેશ અને દુનિયાની સ્થિતિને જોતા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો થવાની સંભાવના છે. રેપો રેટમાં વધારા સાથે એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાયેલ તમામ પ્રકારની ફ્લોટિંગ રેટ રિટેલ લોન મોંઘી થશે. મોટાભાગના બાહ્ય બેન્ચમાર્ક રેપો રેટ સાથે જોડાયેલા છે. તેથી રેપો રેટ વધવાથી રિટેલ લોન મોંઘી થશે.
Published On - 8:07 am, Fri, 30 September 22