Gujarati NewsBusiness RBI Monitory policy Meet August 2023; Governor Shaktikanta Das to Hold Press Conference today; details in Gujarati
RBI MPC Meet August 2023: રિઝર્વ બેંકના ગવર્નરે આપ્યા રાહતના સમાચાર, વ્યાજ દર 6.5% યથાવત રખાયો
RBI Monetary Policy 2023 Live : RBI રેપો રેટ(Repo Rate)માં કોઈ ફેરફાર કર્યો નથી. વ્યાજદરને વર્તમાન 6.5 ટકાના દરે જાળવી રાખવામાં આવ્યો(Repo Rate 6.5% Remained Unchanged) છે. દેશમાં પડકાર બની રહેલી મોંઘવારી જીડીપી ગ્રોથ(GDP growth)માં અડચણ બની શકે છે તે બાબતને ધ્યાને રાખી આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikanta Das) સહીત અર્થતંત્રના નિષ્ણાતોએ આ નિર્ણય લીધો છે.
Follow us on
RBI Monetary Policy 2023 Live: RBI રેપો રેટ(Repo Rate)માં કોઈ ફેરફાર કર્યો નથી. વ્યાજદરને વર્તમાન 6.5 ટકાના દરે જાળવી રાખવામાં આવ્યો(Repo Rate 6.5% Remained Unchanged) છે. દેશમાં પડકાર બની રહેલી મોંઘવારી જીડીપી ગ્રોથ(GDP growth)માં અડચણ બની શકે છે તે બાબતને ધ્યાને રાખી આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikanta Das) સહીત અર્થતંત્રના નિષ્ણાતોએ આ નિર્ણય લીધો છે.
રિઝર્વ બેંકની નાણાકીય નીતિ (RBI MPC Meet)ની દ્વિમાસિક બેઠક બુધવારે પૂર્ણ થઇ હતી. ઉલ્લેખનીય છે કે આરબીઆઈ નાણાકીય વર્ષ 2023-24 માટે આ ત્રીજી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવા જઈ રહી નથી.
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા સારી ગતિએ આગળ વધી રહી છે તે જોઈને આનંદ થયો છે. ભારતના મજબૂત ફંડામેન્ટલ્સે ટકાઉ વૃદ્ધિનો પાયો નાખ્યો છે. ભારત વિશ્વ માટે નવું વિકાસ એન્જિન બની શકે છે