ભારતીય રિઝર્વ બેંકે (Reserve bank of India) છત્તીસગઢના રાયપુરમાં આવેલી નાગરિક સહકારી બેંક મર્યાદિત, રાયપુર (Nagrik Sahakari Bank Maryadit, Raipur) સહિત ત્રણ સહકારી બેંકો પર દંડ ફટકાર્યો છે. આ બેંકોને નિયમનકારી પાલનમાં ભૂલો બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકે મંગળવારે જણાવ્યું હતું કે નાગરિક સહકારી બેંક મર્યાદિત પર ધિરાણના નિયમો, વૈધાનિક/અન્ય પ્રતિબંધો અને તમારા ગ્રાહકોને જાણો (Know Your Customer) તેના ઉલ્લંઘન બદલ 4.50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય રિઝર્વ બેંકે જિલ્લા સહકારી કેન્દ્રીય બેંક મર્યાદિત (Jila Sahakari Kendriya Bank Maryadit, Panna) પર એક લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949, ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ, 2014 અને કેવાયસીની કેટલીક જોગવાઈઓના ઉલ્લંઘન માટે દંડ લાદવામાં આવ્યો છે. સાથે જ, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 અને ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ, 2014 ની જોગવાઈઓનું પાલન ન કરવા બદલ જિલ્લા સહકારી કેન્દ્રીય બેંક મર્યાદિત (Sahakari Kendriya Bank Maryadit, Satna) પર 25,000 રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.
ગયા અઠવાડિયે, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ત્રણ અન્ય સહકારી બેંકો, તમિલનાડુની બે અને એક જમ્મુ અને કાશ્મીરની એક બેંક પર દંડ કરવામાં આવ્યો હતો. આરબીઆઈએ કહ્યું કે તેણે ત્રણ સહકારી બેંકો પર કુલ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ નિયમનકારી પાલનના અભાવે લાદવામાં આવ્યો છે.
કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરની બારામુલા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડને નવી થાપણો સ્વીકારવા પર પ્રતિબંધ મૂકવાના આરબીઆઈના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પહેલા મહિનાની શરૂઆતમાં, આરબીઆઈએ મહારાષ્ટ્રની ઈન્ડિપેન્ડન્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું લાઇસન્સ રદ કર્યું હતું. સેન્ટ્રલ બેંકે કહ્યું કે, 3 ફેબ્રુઆરી 2022 પછી બેંક કોઈ પણ કામકાજ કરી શકશે નહીં. બેંકની આર્થિક સ્થિતિને જોતા રિઝર્વ બેંકે ગયા વર્ષે પણ નિયંત્રણો લાદ્યા હતા. તત્કાલીન નિર્ણયને કારણે ગ્રાહકો 6 મહિના સુધી પૈસા ઉપાડી શક્યા ન હતા. બેંકની ધંધાકીય પરિસ્થિતિમાં સુધારો ન થતાં હવે રિઝર્વ બેંકે લાયસન્સ રદ કરવાનો નિર્ણય કર્યો.
ફેબ્રુઆરી મહિનામાં રિઝર્વ બેંકે ઘણી સહકારી બેંકો સામે કડક કાર્યવાહી કરી હતી. સેન્ટ્રલ બેંકે કર્ણાટકના દેવાંગરે સ્થિત મિલાથ કો-ઓપરેટિવ બેંક પરના નિયંત્રણોને વધુ ત્રણ મહિના માટે 7 મે 2022 સુધી લંબાવી દીધા હતા. આરબીઆઈએ સૌ પ્રથમ મે 2019માં આ સહકારી બેંક પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ પણ વાંચો : જાન્યુઆરીમાં પી-નોટ્સ દ્વારા રોકાણમાં ઘટાડો, આગળ પણ રશિયા યુક્રેન સંકેટની જોવા મળશે અસર